SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ શારદા રત્ન દ્રવ્યધર્મ એટલે સાધનધર્મ છે અને વિષયાસક્તિથી વિરામ, કષાયેના પર વિજય અને અશુદ્ધ ભાવ રૂપી વિકારાને જીતી સ્વભાવમાં રમણતા કરવી તે ભાવધર્મ એટલે સાધ્યધર્મ છે. આ સાધનધર્મ અને સાધ્યધર્મની સાધનાની વિશેષતા પર્યુષણ પર્વીમાં વિશેષ પ્રકારે થતી હાઈ પર્યુષણને મહાપવ` કહેવાય છે. ઉપશમના પાયા ઉપર પર્યુષણુ જેવા ધર્મ પર્વનું મંડાણ છે. ઉપશમની પાછળ અન્ય ગુણૈાના પ્રાદુર્ભાવ છે, માટે ઉપશમ એ પર્યુષણના પ્રાણ છે. સુઝબૂઝ ભૂલેલા માનવીને આ મહાપર્વ પેાતાની અસલતાનું ભાન કરાવે છે. તું ભૂલ્યા છે, કાઈકના દા) દારવાઇ રહ્યો છે; અને દારીને લઈ જનાર તારા મિત્ર નહિ પણ શત્રુ છે. એ વાત આ પવ કાનમાં કહી જાય છે. રાગ માનવને રીબાવે છે, દ્વેષ માનવને દબાવે છે; માહ માનવને વાતવાતમાં મૂંઝવે છે. માયા તા પોતાના બાહુપાશમાં પકડી માનવને કયાંય પટકી દે છે. શ્રી મહાવીર દેવનું શાસન આક્રમકાનું છે. આક્રમણ કેાની સામે કરવાનું છે? જન્મ જન્મથી પીડી રહેલા રાગ અને દ્વેષના ભયાનક પાપેાની સામે. આ પર્વ વિષય કષાયના કલુષિત કાઢવને ઉલેચીને જીવનના ક્ષેત્રમાં તપ, ત્યાગ અને સયમના ખીજનુ વાવેતર કરે છે. જીવનને મગલમય બનાવવા માટે નવચેતનાના નવા માર્ગે પગરણ માંડવા પ્રેરણા આપે છે. કષાયેાની કલુષિતતાથી, મેાહની માયાજાળથી અને કર્મની કંઠીનાઈએથી પીડાતા નાસ્તિક માનવ પણ આ દિવસેા દરમ્યાન રાહતના શ્વાસ લે છે અને તેના મનમાં ધર્મ પ્રત્યે અનુરાગવાળા વિચારાનું સિ`ચન થાય છે. ક્રોધ, રાગ, દ્વેષ વગેરે મલિન શત્રુઓના નાશ થાય છે અને મૈત્રી ભાવનાના પવિત્ર ઝરણાને વહેતું રાખે છે અને તેનાથી માનવ જીવનની ધરતીને દયા, દાન, મૈત્રી અને કરૂણાના કામળ છેડવાએથી લીલીછમ બનાવી મૂકે છે. પ્રતિવર્ષ આવતું આ પર્વ માનવ જીવનની ઉજળી ચાદર પર લાગેલા ક્રોધના કાળા ડાઘને ધાઇને ફરી એને ઉજ્જવલ બનાવી મૈત્રીના અત્તર વડે સુગંધિત બનાવે છે. પર્યુષણુપ ના દિવસે આઠ છે, અને આત્માને મલીન બનાવનારા કર્માં પણ આઠ છે. આ દિવસે। આત્મા સાથે યુદ્ધ કરી રહેલા કર્મોના સામના કરી જવલંત વિજય પ્રાપ્ત કરાવી પંચમ ગતિના મહાન સુખાના ભેાક્તા બનાવે છે. આ પં અંતરમાં મૈત્રી અને અહિ...સાનુ' પવિત્ર ઝરણું રેલાવે છે. આત્માના અલૌકિક ઉત્સાહમાં નવું બળ પ્રગટાવે છે અને મેાહમાયાની પાછળ ભટકી રહેલા માનવને સત્યનું ભાન કરાવે છે. આ પમાં જે જીવા તન, મન, ધનથી, અંતરના ઉલ્લાસથી આરાધના કરી પ્રભુ ભકિતમાં લીન થાય છે, તેઓ સમસ્ત આધિ, વ્યાધિ, ઉપાધિ રહિત બની જાય છે, માટે આ પર્વને મહાન પવ કહેવાય છે. સંસારના વાઘા આઘા કરવાને પવિત્ર સંદેશા લઈને પર્યુષણ પ આપણી પાસે આવી રહ્યા છે. આપણે આ પર્વને તપ ત્યાગના ફુલડાથી પ્રેમે વધાવીએ, આ મહાપર્વના મંગળકારી આઢ઼ દિવસે। દરમ્યાન જ્ઞાનની જે રિતા વહે છે;
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy