________________
શારદા રત્ન
૪૧૩
વાત મનઃ પર્યવ જ્ઞાની સંત મયણરેહાને કહી રહ્યા છે. મયણરેહા ત્યાં બેઠી છે. હવે ત્યાં કોણ આવશે અને બધાને શું આશ્ચર્ય થશે કે કેવી ઘટના બનશે તે ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૪પ શ્રાવણ વદ અમાસ શનીવાર
તા. ૨૯-૮-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! પર્વાધિરાજ પર્યુષણ પર્વના બે દિવસો તે ચાલ્યા ગયા. ને ત્રીજો દિવસ આવી ગયો. પર્યુષણ પર્વ એ કલ્યાણ માટે આપેલ મહાન વારસો છે. સંસારના ખારા નીરમાં અમૃતના ઘૂંટડાનું પાન છે. દુઃખ દાવાનળને શાંત કરનાર અમેઘ શસ્ત્ર છે. ચીર શાંતિનું વિશ્રામસ્થાન છે. આરંભની પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ આપનાર કેન્દ્ર છે. જીવન સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે અપૂર્વ પુરૂષાર્થ છે. એમાં રહેલા ક્ષમા, તપ, દાન, પુરુષાર્થ, સંયમ ભાવના પોકારી પોકારીને કહે છે કે તમે ભૌતિક સુંદરતાની મોહકતા છેડી તપ આદરે, જેથી દમન, સંવેગ, અને સમતા રસ પ્રાપ્ત થાય. વમનસ્ય, કોધ, કષાય અને ઈર્ષ્યાગ્નિથી પ્રજવલતા ભવ અને દુઃખની વાળા ન વધારતા પ્રતિક્રમણ કરો. પ્રાયશ્ચિત કરે. એને વળતરમાં ક્ષમા, ગંભીરતા, ઉદારતાના અમૃતથી, જીવન રસીક બનશે.
પર્યુષણ શબ્દમાં બે શબ્દો છે. એક “પરિ” અને બીજો “ઉષણ” એ બંને શબ્દો ભેગા થઈ પર્યુષણ શબ્દ બન્યો છે. પરિ એટલે સર્વતઃ અને સર્વતઃ એટલે ચારે બાજુથી અને ઉષણ એટલે વસવું, સારી રીતે વસવું. ત્રુટી વગર વસવું. અખંડપણે વસવું, પણ ક્યાં વસવું ? આત્મભાવનામાં. બધાય સ્થાનની ભાવના છેડી આત્મભાવમાં વસવું આનું નામ પર્યુષણ. આત્મજ્ઞાન ખરું–સાચું જ્ઞાન છે. તે આત્મજ્ઞાન આત્મભાવમાં વસીએ તે આવે. જગતની તમામ વિપત્તિઓ આત્મજ્ઞાનના અભાવે જન્મવા પામી છે. જવની સાચી સંપત્તિ આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાનની સંપત્તિ ચોર આદિથી ચારાતી નથી. અગ્નિથી અદાદ્ય છે. જળથી અનિમજજનીય એટલે પાણીમાં તણાઈ જતી નથી. સદૈવ સનાતન તે જ રૂપે આનંદ ધામમાં વસે છે. જેનામાં આ સંપત્તિ આવી હોય તે સાચે સંપત્તિવાન કહેવાય છે. આવી સંપત્તિની પ્રરૂપણ કરનાર સર્વજ્ઞ ભગવંત છે. આ જ્ઞાનની પ્રાપ્તિનું પ્રેરક આપણું તારક શ્રી પર્યુષણ મહાપર્વ છે.
આત્મજ્ઞાનની પ્રાપ્તિ એક અજબ વિભૂતિ છે. એ વિભૂતિ આપણને વળગેલી સકલ કર્મની ભૂતિને ઉડાડી મૂકનાર છે. તે માટે લૌકિક સંપત્તિને ત્યાગ કરી આત્મસંપત્તિની પ્રાપ્તિ માટે સજજ થઈ જવું જોઈએ. અજ્ઞાન, કષાય અને પર વસ્તુની આસક્તિથી નિવર્તાવામાં આત્મભાવની સ્થિરતા છે. સ્વભાવને ભૂલી પરભાવમાં રમણતા કરવાથી દુઃખી થઈ રહેલા આત્માઓને દુઃખથી મુક્ત બનવા માટે તીર્થંકર પરમાત્માએ સાધન ધર્મ અને સાધ્ય ધર્મ એમ બે પ્રકારને ધર્મ પ્રરૂપે છે. તેને દ્રવ્યધર્મ અને ભાવધર્મ પણ કહેવાય છે. વ્રત, નિયમ, તપશ્ચર્યા, સામાયિક, પ્રતિક્રમણ આદિ બાહ્ય અનુષ્ઠાને તે