SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૪૧૫ શીલની સુવાસ ફેલાય છે, તપના જે તેજ રેલાય છે અને ભાવની જે ભરતી આવે છે એવી વર્ષના બાકીના દિવસોમાં આપણે લાખ પ્રયત્ન પણ નિર્માણ કરી શકીએ તેમ નથી. આ મહાન પર્વમાં જિનેશ્વર ભગવંતોએ દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મની વિશેષ આરાધના કરવાની કહી છે. ચાર ગતિનું કારણ ચાર કષાય છે. જ્ઞાનાદિ અને દાનાદિ ધર્મો વડે ચાર પ્રકારના કષાયોને છેદ થાય છે. સૌથી પ્રથમ દાન ધર્મ છે. ધર્મનું આદિ પઢ દાન છે, દાન આપવામાં આનંદ છે. લેવામાં લાચારી છે. દાન આપનારને હાથ ઉંચો રહે છે. લેનારને નીચે રહે છે. દાન આપવાથી મોકળાશ વધે છે. લેવાથી સંકડાશ વધે છે. દાન એટલે મોહન ત્યાગ. આ મારી વસ્તુ છે. આ પર મારી સત્તા છે. આ વસ્તુ મેં એને અર્પણ કરી. એના પરથી મારી સત્તા છોડી દીધી. એ વસ્તુ પરથી મારી મમતા–મોહનો ત્યાગ કર્યો ત્યારે એનું દાન થયું. દાનના સંસ્કાર નહિ હોય તે દાન નહિ થાય. એ વસ્તુ પર મેહ નહિ છૂટે તે શરીર પર મોહ નહિ છૂટે. હીરા, માણેક, પૈસા, નાટોના થેકડા આ કાંઈજ સાથે લાવ્યો નથી. બધું અનિત્ય છે. કેવળ બાહ્ય વસ્તુ છે. લક્ષમી એક ભવમાં અનેક નાટક કરાવનારી છે. માટે “પરિગ્રહ પાપનું ઘર કહેવાય છે અને ત્યાગ’ એ મુકિતનું દ્વાર કહેવાયું છે. જેના જીવનમાં દાન નહિ તે નાદાન લેવાનું બધેથી, આપવાનું કેઈ ને નહિ, આ તે કેવો ન્યાય ! આ ન્યાય નથી પણ શાસનપતિ પ્રભુની આજ્ઞાના ભંગનું અન્યાથી કૃત્ય છે. સૂર્યનો પ્રકાશ, ચંદ્રની શીતળતા અને મની વિશાળતા આ બધું મેળવવા માટે શું માનવી મૂલ્ય ખર્ચે છે ? ના, સમાજમાંથી લેવું, શ્રી સંધમાંથી લેવું, વિશ્વમાંથી લેવું, આ રીતે બધેથી લેવું તે આપવું પણ પડે ને? માટે “દાન” ઉપર ભાર મૂક્યો છે. “દાન એટલે સ્વાથ ઉપર કાપ અને પરમાર્થમાં આગેકૂચ. * પેથડશા, આભડશા, ઝાંઝણશા, ખેમાશા બે બધા નરરત્નોના નામ આજે ઝળહળી રહ્યા છે. તેના મૂળમાં પ્રતાપ તો દાનધર્મનો ને? દિલની દિલાવરીને ખેલવાની ચાવી દાન છે. દાન વગરનો દિવસ જેને ગોઝારો લાગે છે, તેને ધન્ય છે. યાચકને પોતાને ઉપકારી સમજવામાં દાનધર્મની સાર્થકતા છે. નહિતર દાનને અહંકાર દાતાને પતનનું કારણ બની જવાની શક્યતા વધી જશે. દાનનો મહિમા ખૂબ સમજવા જેવો છે. રૂપક : એક વાર બ્રહ્માજીએ બધા દેવોને જમવા માટે આમંત્રણ આપ્યું. આપ બધા મારે ત્યાં જમવા પધારજે. બ્રહ્માજીનું આમંત્રણ સ્વીકારી બધા દેવે જમવા માટે આવ્યા. બ્રહ્માજીએ બધાને સત્કાર સન્માન કરી બેસાડયા. જમવા માટે બધા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. બધાના ભાણામાં પીરસાઈ ગયું, પણ બ્રહ્નાજી કહે છે, હું જ્યાં સુધી તમને જમવાની આજ્ઞા ન આપું ત્યાં સુધી કે એ જમવાનું નહિ. બધાના મનમાં થાય છે કે જલદી આજ્ઞા આપે તે સારું. ભાણામાં બધું પીરસાઈ ગયું. પછી બ્રહ્માજી કહે છે, હે દેવ ! આપ બધા મારા આમંત્રણને સ્વીકાર કરી જમવા આવ્યા છે તેથી મને ખૂબ આનંદ અને હર્ષ છે, પણ મારી એક માંગણી છે કે આપ બધા પેટ ભરીને જમજો અને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy