SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૩૯૫ ખાવાના સાંસા છે. હળે જેડવા માટે બળદ નથી. હું અને મારી પત્ની હળે જેડાઇને ખેતી કરીશું ત્યારે માંડ ખેતી થશે. આપ મારા ઉપર કૃપા કરીને બિયારણ લાવવા માટે ૩૦૦ રૂપિયા આપે! તે હું આપને આભાર માનીશ. ધનના નશામાં ચઢેલા શેઠ શું કહે છે ? જા...જા... નાલાયક ! તને પૈસા માંગતા શરમ નથી આવતી ? પેલા કાઠી પછેડી પાથરી ખૂબ કરગરે છે. શેઠ ! દયા કરીને આ વખતે પૈસા આપે. હું પછી નહિ માંગવા આવું. હરામખાર ! તારા બાપે અહીંયા પૈસા ઘાટથા છે તે માંગવા આવ્યા છે ? ઉઠે, દુકાનથી નીચે ઉતર. ખબરદાર ! જો મારી દુકાને પગ મૂકયો છે તેા ? બંધુએ ! સ ́પત્તિના નશો એવો છે, તે અભિમાન પેદા કરાવે. સ`પત્તિ મળવી હજુ સહેલ છે પણ તેને પચાવવી કઠીન છે. આસુરી લક્ષ્મી ઘરમાં આવે ત્યારે તેને સત્કાર્યમાં વાપરવાનું મન થતું નથી. શેઠની ગાળા સાંભળીને આ કાઠીના તા પિત્તા ગયા, પૈસા ન આપવા હોય તેા ન આપતા, પશુ બેલવામાં તા થાડા વિવેક રાખેા. નહિંતર મારા જેવો ભૂંડા કાઇ નથી. ધનના ગુમાનમાં ચઢેલા શેઠ કહે છે જા... જા....તારાથી થાય તે કરી લે. આ શેઠ એટલેા વિચાર નથી કરતા કે આ કાઠીની જાત છે, કઈંક નવા જુની કરી બેસશે તેા ! કાઠી દુકાનમાંથી નીચે ઉતરી ગયા. એક તા કારમી ગરીબી...ખાવાના સાંસા અને તેમાં પડતા પર પાટું જેવી સાંભળેલી ગાળા, આ બધાએ તેને ઉશ્કેર્યાં. પાસે રહેલા પૈસાચી માનુની દુકાનમાંથી ઘાસતેલ ખરીદી લાવ્યેા. ખપેારના સમયે શેઠની દુકાને ગયા. શેઠ ગાદી પર બેઠા હતા. કાઠીએ પેાતાના શરીર પર ઘાસતેલ છાંટી દિવાસળી લગાડી અને થાડું ઘાસતેલ શેઠ પર છાંટી શેઠને વળગી પડ્યો. શેઠે કાઠીની ભીસમાંથી છૂટવા ઘણી મહેનત કરી, પણ કાઠીની પકડ એવી મજબૂત હતી કે શેઠ જરાય ચસ્કી ન શકે. શેઠ બૂમાબૂમ કરી, રાડા પાડવા લાગ્યા. શેઠની બૂમા સાંભળી શેઠના એકના એક છેકરા દોડતા આવ્યા. જીવતા સળગી રહેલા બાપને બચાવવા છે।કરા કાઠીને મારવા દોડયો. કાઠી કહે–ત્યાં ઉભા રહેજે. જો તું અહી આવીશ તે તારા બાપની સાથે તને પણ લેતા જઈશ. મેં ફકત ૩૦૦ રૂપિયા માંગ્યા, ખૂબ કરગર્યા છતાં ન આપ્યા. છેકરા બિચારા રડતા ત્યાં ઉભા રહ્યા. બાપ અને કાઠી અને બળીને ખાખ થઈ ગયા. એકના એક દીકરા પણુ બાપને ન ખચાવી શકયો કે ન તે ૭૦ લાખ રૂપિયાની માતબર રકમ પણ શેઠને બચાવી શકી. આ કરૂણ મૃત્યુ થવાનું મૂળ કારણ તે પૈસા પ્રત્યેની મમતાને ? જેના જીવનમાં ધન એ સર્વીસ્વ છે તેના જીવનમાં ક્યા પાપા ન પ્રવેશે ? કઇ ક્રૂરતા ન આચરે તે પ્રશ્ન છે? કષાય ભરપૂર મન, સતત સંકલેશવાળુ ચિત્ત, ધનની સુરક્ષા ખાતર ગમે તેને ખતમ કરી નાંખવાની વૃત્તિ, દુ:ખ અને પાપથી ભરપૂર દુર્ગાતિઓની ભેટ, આ બધું ધનની કાતિલ લાલસાને આભારી છે, માટે શાસ્ત્રકાર ભગવંતાએ કામવાસના કરતાં પણ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy