________________
૩૪
શાસ્ત્રી રત્ન કહે દી કરી રાખવાનું એટલું ય ડહાપણ તારામાં નથી ? શા તમારા વિચારના ધોરણ! દાસી ડહાપણ ડહોળનારી ખરી અને ગમાર પણ ખરી ?
પ્રભુના ધ્યાનથી ઉત્તરે કર્મના ભાર:–અહીં ચંદ્રાવતુંસક રાજાને તે કોઈ એ વિકલ્પ નથી. એ તે ધ્યાનમાં વધુ મસ્ત બને છે. શા માટે? એ સમજે છે કે અનંતકાળથી કર્મને પરવશ પડેલા જીવને માથે પડતી એકલી સાંસારિક જળજથાની, અર્થ, કામના વહેપારની કે રાજ્ય ખટપટની ભયંકર જંજાળના ભારમાંથી પાછું વાળી આપનાર આ જગતમાં બીજું છે કે? માત્ર પ્રભુનું ધ્યાન અને પ્રભુભક્તિ. સંતસમાગમ, સાધુ સેવા, શીલ અને તપ, વિરતિ અને તત્વજ્ઞાન, આ બધા આત્માને પેલી જંજાળના ભારમાંથી બચાવનાર છે. મને આ શ્રાવક વ્રતમાં આ મળ્યું છે. કે આ ઉત્તમ યોગ ! આનાથી તે મારો આત્મા ઘણે લઘુકમ થશે. તનને તકલીફ પડશે પણ આત્માનું મહાન કલ્યાણ સધાશે, માટે હમણું દીપક ન બૂઝાય ત્યાં સુધી મારે બધું વોસિરે, માત્ર પ્રભુનું ધ્યાન કરવાનું. રાજાની સુકોમળ કાયા એટલે કેડ ફાટવા માંડી, નસે તૂટવા લાગી, માથું ચક્કર ચક્કર ફરવા લાગ્યું, પગે કળતર થવા લાગ્યું, છતાં ગમે તે થાય પણ હાલવાની કે ધ્યાનમાંથી જરાય આઘા ખસવાની વાત નહિ. દાસી પર જરા પણ ગુસ્સો કરવાની વાત નહિ, થોડા સમયમાં ભવભ્રમણ કેવી રીતે ઘટે? દઢતા અને મમતા થોડી વાર ટકી જાય તે કલ્યાણ થઈ જાય.
- પર્યુષણ પર્વ આત્મશુદ્ધિને દિવ્ય સંદેશ લઈને આવ્યું છે. આ પર્વમાં વીર - “ભગવંતેએ વિશેષ કરીને દાન-શીલ–તપ અને ભાવ ધર્મની આરાધના કરવાનું ફરમાન
કર્યું છે. ચાર બેલમાં સૌથી પ્રથમ છે દાન. જૈન શાસનમાં દાનનો મહિમા ખૂબ ગવાય છે. દાન કયારે દેવાય? ધન પ્રત્યેની મૂછ ઘટે ત્યારે. આપણું તીર્થકર ભગવંતે દિક્ષા લેવા નીકળ્યા તે પહેલાં એક વર્ષ દિન સુધી તેમણે દાનનો પ્રવાહ વહાવ્યું છે. દાન દેતાં તેમણે પાછું વાળીને જોયું નથી. જ્યાં સુધી ધન પ્રત્યે હેયતાની બુદ્ધિ ન થાય
ત્યાં સુધી દાનને ગુણ આત્મસાત્ કરો બહુ મુશ્કેલ છે, અને આ ગુણ આત્મસાત ન થાય તે ક્યારેક આત્માને આ લેકમાં પણ ભયંકર કષાયે કરાવી દુર્ગતિમાં રવાના કરી દે છે. - એક શ્રીમંત શેઠ ૭૦ લાખ રૂપિયાના આસામી હતા. તેમને ત્યાં કેઈ કાઠીના એક હજાર રૂપિયા લેણ હતા. આ કાઠી ખૂબ ગરીબ હતે પણ મહેનત મજુરી કરતા એટલી રકમ થતાં તે શેઠને એક હજાર રૂપિયા પાછા દેવા આવ્યો ને કહ્યું. શેઠ! લે, આ હજાર રૂપિયા અને મારું ખાતું માંડી વાળે. શેઠે રૂપિયા લઈ કાઠીનું ખાતું માંડી વાળ્યું. ચાર પાંચ મહિના થયા અને આ કાઠીને ત્યાં એ પ્રસંગ ઉભે થયે, તેથી તે શેઠને ત્યાં ગયો ને કહ્યું શેઠ! મારા નામે લખીને મને ૩૦૦ રૂપિયા આપ, ત્રણ ત્રણ વર્ષથી ભયંકર દુષ્કાળ ચાલે છે, આ વર્ષે સારા વરસાદની આગાહી છે. પાક સારો ઉતરશે તે તમારા પૈસા દૂધે ધોઈને પાછા આપી જઈશ. શેઠ ! ઘરમાં તે