SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન રહેવાથી મહામૂલી ધર્મસાધના આ ભવમાં પશુ મેાંઘી થઇ પડી છે. જે આત્માથી સાધકા છે તે તે પ્રાણ જાય તેા ભલે જાય પણ પ્રતિજ્ઞામાં અડગ રહે છે. એક વખત રાજા ચંદ્રાવત...સક પેાતાની પાસે રહેલા દીપકને જોઈને પ્રતિજ્ઞા કરે છે કે “ આ દીપક મળે ત્યાં સુધી મારે કાઉસ્સગ્ગમાં રહીને ધ્યાન ધરવું.” પહેલાના રાજાએ પણ ધમી હતા. તે હાલતા ચાલતા વ્રત–પચ્ચખાણ અને નિયમા કરતા, તેમજ ઉદારતા અને સહિષ્ણુતાના ગુણ કેળવતા. ત્યાગી ગુરૂદેવા પાસેથી એવી પ્રેરણા મેળવતા કે રાજશાહી ઠાઠમાં પણ આત્મસાધના કરવાનું ચૂકતા નહિ. અઢાર દેશના માલિક પરમાત કુમારપાળ રાજા ગુરૂદેવ શ્રી હેમચંદ્રસૂરિ ભગવંત પાસેથી પ્રેરણા મેળવીને અડગ વ્રતધારી બન્યા હતા. ચામાસામાં ગામ બહાર જવાનું નહિ, રાજ એકાસણું કરવું. વિયેાના ત્યાગ અને સંપૂર્ણ બ્રહ્મચર્ય, મહારાજા હેાવા છતાં આટલું કરતા હતા. દયા ખાતર દેવીનુ ત્રિશૂળ ખાધું, બળી મરવા તૈયાર થયા. વારસાહકની કરાડાની આવક જતી કરી. મકાડાને બચાવવા પેાતાની ચામડી ઉખેડી નાંખી. સામાન્ય સ્થિતિવાળા માટે આવા દૃષ્ટાંત એક અદ્ભૂત આલખન છે. આવા દૃષ્ટાંત સાંભળીએ ત્યારે એમ થાય છે કે એમની પાસે આટલી ઊંચી વૈભવ વિલાસની પુણ્યાઈ હતી, છતાં જો એ કષ્ટ વેઠીને ધર્મ કરે, આત્મગુણાને ખીલવે તેા પછી અમારે તે મક્કમપણે દૃઢ ધર્મસાધક, બનવું જોઇએ. એટલા રાજદ્વારી પ્રચાની વચ્ચે પણ જો એ પેાતાના હૃદયને પવિત્ર રાખી શકતા અને તે દૃઢ તકેદારીપૂર્વક, તા અમારે એવી ખટપટ નથી, પછી અમારા હૃદયને પવિત્ર કેમ ન રાખી શકાય ? ધર્મ સાધના અને હૃદયની નિર્મળતાનો એક એવા સરસ વહેપાર છે કે એ દુન્યવી માટી મુડીવાળા રાજા પણ કરી શકે અને મુડી વિનાનો ગરીબ પશુ કરી શકે, તેથી અહી ભલે અસમાન એટલે એક શ્રીમંત અને એક ગરીબ હાય, પણ ભવિષ્ય માટે સમાન થઇ જાય. અરે, કયારેક એવું પણ બને કે રંક જીવ રાજા કરતાં પણ ચઢી જાય. ૩૯૩ “ દાસીના ચેાગે સાટી ' :–ચ'દ્રાવત સક રાજા જ્યાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે ત્યાં દીપક મૂઝાઈ જવાની તૈયારીમાં છે. ત્યાં દાસી આવી વિચારે છે કે આ દીપક મૂઝાઈ જશે તા રાજાને અંધારામાં ખલેલ પડશે માટે લાવ, દીપકમાં તેલ પૂરું. એમ વિચારી દ્વીપકમાં તેલ પૂરે છે. હવે વિચાર કરા કે રાજાનું શું થાય ? રાજાની ધારણા તા એ હાય કે આ દ્વીપક કયાં લાંબેા ચાલવાનો છે ? એકાદ ઘડી ચાલશે તે તેમાં કાંઈ વાંધા નહિ આવે અને અહીં તે દાસીએ એમાં તેલ પૂર્યુ.. તેથી કાઉસ્સગ્ગ લખાવાથી કેડ દુઃખે, નસેા તૂટે ત્યાં સમતા કેવી રીતે રહી શકે ? કેટકેટલા કુવિકલ્પે ઉઠે ! એ સમય કેવા રડી રડીને કઢાય ? દાસી પર તેા ગુસ્સાના પાર ન રહે. અરે, એમ થાય કે ખસ, ઊઠું ત્યારે એને ઝાટકી નાંખું' ! દોઢડાહી ! જ્યાં ને ત્યાં ડહાપણ ડહેાળવા આવે છે! અત્યારે દીપકમાં તેલ પૂરવાથી આવા વિચાર અને ગુસ્સે આવે પણ ઘનઘાર અ`ધારામાં અથડાતા હૈાય ત્યારે દાસીને શું કહેવાના ? ગમાર ! વગર
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy