________________
૩૮ર
શરદા રત્નો નિવર્યો નથી. છ કાયમાંથી એકે કોયના બજારમાંથી નીકળ્યાં નથી. આત્માને પૂછે તે ખરા કે કયું બજાર બંધ છે? બાર અવિરતિવાળા કોણ? જે એકલા સમ્યકત્વવાળા હોય તે બારે બજારના બેઠકયા. દેશવિરતિવાળાને એક બજાર બંધ થયું પણ અગીયાર પાપન બજાર ખુલ્લા છે. શ્રાવકેએ, એ ધ્યાન રાખવું કે, ફક્ત ત્રસકાયનું બજાર બંધ થયું, પણ અગીયાર બજારના પાપ સાથે લઈને બેઠો છું. બારમા ત્રસકાયના બજારની પણ બારીઓ અને જાળીઓ તે ખુલ્લી મૂકી છે. ગમે તે ધર્મ કરીએ પણ જ્યાં સુધી અગિયાર વાપસ્થાનકની કમિટીમાંથી રાજીનામું ન આપીએ ત્યાં સુધી અવિરતિના પાપથી છૂટી શકતા નથી. એક ભાગીદારીમાં દસ્તાવેજ રજીસ્ટર કરાવ્યા, પછી ઘરે બેસી રહે તે પણ પેઢીના નુકશાનના જોખમદાર ખરા કે નહિ? જ્યાં સુધી ફારગતિ ન કરો ત્યાં સુધી તેના જોખમદાર છે તેમ “અવિરતિ કંપની સાથે ફારગતિ કરી રાજીનામું આપે તે જ પાપથી છૂટી શકે”.
એક વખત દસ્તાવેજ કરી ભાગીદારી નક્કી કરી છે. પછી ભલે મન-વચનકાયાના યોગો ન હોય પણ જ્યારે તમે ફારગતિ કરી દો ત્યારે છૂટી શકે છે. હવે જે કરે તે તમારા જોખમે. મારે કંપનીમાં કઈ જાતનો સંબંધ નથી. આવું દેખી રીતે રાજીનામું ન આપો ત્યાં સુધી છૂટી શકશે નહિ. તમે અવિરતિ બજારની કમિટીમાં પર ઈન્દ્રિય, છ કાય અને મનના બજારમાં મેમ્બરગીરી કરી છે અને રાજીનામું
પ્યા સિવાય ફરવા નીકળ્યા છે, એટલા માત્રથી તમે જવાબદારીમાંથી મુક્ત થઈ શકતા નથી. તમે પિલું રાજીનામું આપેલું છે. પિલું કેમ? મારી ઉપર બે દાવા થયેલા છે અને તેને હુકમનામા પણ થઈ ગયા છે. જે હું તમારી પેઢીમાં ભાગીદાર થાઉં તે તમારી મૂડી મારા ભાગીદાર વસૂલ કરી જશે, માટે રાજીનામું આપું છું. લેણદારને લૂંટવાનું રાજીનામું. આ રાજીનામું કેવું? જેવા જેવું. પોલંપોલ. તમે ત્રસકાયની હિંસામાં રાજીનામું કેવું આપ્યું છે? પોલું. ફક્ત જાણી જોઈને હિંસા કરતો હોઉં તે તે પ્રસંગ આવે તે બંધ કરું. કાર્ય કરતા ત્રસકાયની હિંસાનું રાજીનામું નહિ, તેમાં પણ પોઈન્ટ રાખ્યો છે. અપરાધ કર્યો હોય તેવા ત્રસ જીવને મારવા પડે તેમાં તમારું રાજીનામું નથી. એક બજારમાં રાજીનામું આપી છે તેમાં પણ કેટલી છૂટ રાખે છે ?
સંસારના વફાદાર સેવકે કર્મનું બંધન લેવાને તૈયાર છે. સત્તરસ સંકટ વેઠીને પણ સંસારને એ બરાબર સંભાળી રાખે છે, પણ ધર્મના કાર્યમાં તકલીફ દેખાય એટલે કહે કે તકલીફનું કામ અમારું નહિ. તકલીફવાળો ધર્મ અમારાથી નહિ બને. વ્યાખ્યાન સાંભળવાનું કહેશે તે રવીવારે બે ટાઈમ હાજર થઈશું પણ તમે ત્યાગની વાત કરે છે, તિથિએ શાક ખાવાની બંધી કરાવે છે એટલે અમને તે જાણે ઘણું કઈ લાગે છે, પછી બીજી મેટી તકલીફની તે વાત જ શી ? આમ સુંવાળા