SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૩૧ વિઝાઈ રહ્યો છે, સર્વત્ર ઉપાધિના ઓળા ઉતરી પડ્યા છે. આ વિશ્વમાંથી શાંતિના સૂરે સમાધિના સ્વરે, અને સુખના સમીરે તે જાણે વનવાસ ન લીધે હોય! અશાંતિની ઉદ્દગમભૂમિ કઈ? ઈર્ષ્યા. ઈર્ષા સંતને શેતાન બનાવે છે. માનવને દાનવ અને વંદનીકને નિંદનીક બનાવે છે. આવા ખતરનાક તવને દૂર કરવા પર્વાધિરાજને પડહ વાગી રહ્યો છે. ઈષ્યની સામે વહાલની વર્ષા વરસા, વૈમનસ્ય સામે શમનસ્ય, શત્રુતા સામે મિત્રતા, દુશ્મનાવટ સામે દિલની દિવ્યતા અપનાવે. આવા ગુણોને પ્રગટ કરવા આલોચનાનો આહલેક જગાડતા પર્વાધિરાજ પર્વ પધાર્યા છે. મંગલકારી પર્યુષણ પર્વની આરાધના જન્મમરણની પરંપરા તેડવા માટે છે, માટે આરાધનામાં એકાગ્ર બને. કલેશ, કંકાશ, કકળાટ વગેરે કર્મના અણુ-પરમાણુઓની અતિ મલીનતા વિશ્વમાં ચોમેર સનાતન પડી છે, તે મલીન રજકણે ચારે બાજુ છવાઈ રહ્યા છે. જે આત્મા સાધના, આરાધનામાં એકાગ્ર બને છે તે મલીન રજકણોથી મુક્ત થાય છે. અને તે ઉચ્ચગતિને પામે છે. જે આ અનુપમ પર્વને લ્હાવો લે છે તો સેવા કરો સ્વધર્મી બંધુની, આરાધના કરે દાન, શીલ, તપ અને ભાવની, પ્રતિક્રમણ કરો સંવત્સરીનું અને ક્ષમાપના કરી સર્વ જીવોની. પતિતપાવન વીતરાગ પ્રભુનું શાસન મળ્યું, શાસન શિરોમણી એવા ગુરૂ ભગવંતે મળ્યા, શાસનના મહા મેં ઘેરા પર્વે મળ્યા. પર્વોમાં શિરતાજ પઠું લાગુ પર્વની સોહામણુ આત્મતારક આરાધના મળી, કે મહાન સુગ ! કે મહાનપુણ્યો! તે હવે પ્રમાદના થરો દૂર કરી પુણ્યતમ પર્વને વધાવી લે, સત્કારી લે ! ભાવના વિહેણી શ્રેયસ્કારી ઉત્તમોત્તમ તપની આરાધના નિરર્થક છે. કર્મ પરમાણુઓની મલિનતામાંથી બચવું હોય તે ભગવંતની આજ્ઞારૂપ વીતરાગ વાણના જલનું સ્નાન કરી પવિત્રતમ પર્વની સુરભિમાં ગરકાવ બની જાવ. મનની મલીનતા દૂર થશે ને આત્મા સુગંધથી મહેકી ઉઠશે. ધાર્યા કરતા પણ અચિંત્ય, અગણિત લાભ આપનાર પર્વાધિરાજ પર્યુષણપર્વની મહત્તા સમજીને પર્યુષણના પવિત્ર દિવસમાં ઉઘાડી રાખેલી આરાધનાની દુકાનમાં સારામાં સારો વહેપાર કરી લે. આ મહાન પર્વ આપણને દિવ્ય સંદેશ આપે છે કે હે આત્માઓ! આ જીવને સંસારમાં રખડાવનાર પાંચ કારણે છે. તેમાં પહેલું છે મિથ્યાત્વ. જ્યાં સુધી આત્મા પર મિથ્યાત્વને ગાઢ અંધકાર છવાયેલ છે ત્યાં સુધી સમ્યકત્વ રૂપી સૂર્ય ઉદયમાન થત નથી. જ્યારે જીવ સમકિત પામે છે ત્યારે તેને મેક્ષનું સર્ટીફિકેટ મળી જાય છે, માટે એક વાર સમ્યકત્વ પ્રાપ્ત કરી લો. સમ્યકત્વ એ પ્રકાશ છે અને મિથ્યાત્વ એ અંધકાર છે. મિથ્યાત્વ જીવને સંસારમાં ભમાવે છે ને સમ્યકત્વ સંસારને મર્યાદિત કરે છે. (૨) અવિરત –સમ્યક્ત્વ આવે પણ સાથે અવિરતિ છે, તો તે ચેથા ગુણસ્થાનકથી આગળ વધી શકતા નથી. આ પનોતું પર્વ આપણને એ સમજાવે છે કે અવિરતિને દૂર કરી વિરતિમાં આવે. જીવ ચેથા ગુણઠાણે છે તે બારે બજાર ત્યાં ભરાયેલા છે. બાર બજાર તે બાર અવિરતિ છે. તે છકાય, પાંચ ઈન્દ્રિયોના વિષયો અને છઠ્ઠા મનથી જીવ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy