SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રહ્ન ૩૦૭ રહી જાય અને તમે વૈકુંઠે જાવ એ ખરાબર નથી. વધુ નહિ, આપ એકાદ વર્ષ રેકાઈ જાવ. ઘરે છોકરાનુ પારણું ઝૂલાવ્યા પછી જજો. શેઠની વાત સાંભળી નારદજી તે વિચારમાં પડી ગયા, પછી પૂછ્યું, હવે શું નિય કરા છો ? મારી સાથે વૈકુંઠમાં આવવું છે કે નહિ ? શેઠ કહે ! ઋષીશ્વર ! જીવનભર જેની સાથે રહ્યો તેમની ઈચ્છા વિરૂદ્ધ થઈને વૈકુંઠમાં આવવુ. મને ઠીક લાગતું નથી. ખાકી મને તેા કોઇના પ્રત્યે રાગ નથી ( હસાહસ ). એક વર્ષ સંસારમાં રહી જઈશ તે તેમનું મન રાજી રહેશે. આપ કૃપા કરીને આવતા વર્ષે પધારજો. હું આપનો ઉપકાર ભવાભવ નહીં ભૂલું. નારદજીને ભગવાનનાં વચન યાદ આવ્યા. ખરેખર ભગવાન કહેતા હતા કે એ નહિ આવે પણ નારદજીએ હવે એકવાર ફરીથી પ્રયત્ન કરવાનો નિર્ણય કર્યાં, કારણ કે હવે પ્રશ્ન પેાતાની આબરૂનો હતા. નારદજીએ ભગવાનની વાતને ખોટી પાડીને શેઠને વૈકુંઠમાં લઈ જવાની પ્રતિજ્ઞા કરી હતી. જ્યારે આબરૂનો પ્રશ્ન બની જાય છે ત્યારે તેને ઉકેલવા માણસ અનેક પ્રયત્ન કરે છે. નારદજીના મનમાં થયું કે હું શેઠને વૈકુંઠમાં નહિ લઈ જઈ શકું તેા મારી મશ્કરી થશે ને મારી આબરૂ જશે. જાતે વૈકુઠમાં જવું સરળ છે પણ બીજાને વૈકુંઠમાં લઈ જવા એ દુષ્કર કામ છે. ખરેખર નારદજી તા ફસાઈ ગયા અને તે પણ એવા માણસના હાથમાં ફસાયા કે જે દંભી હતા, માયાવી હતા. બહારથી ભક્ત હોવાના દેખાવ કરતા હતા, પણ અંદરથી તેા તેને સંસાર પ્રત્યે રાગ હતા. નારદજીએ શેઠના બહારના દેખાવને સાચા માની લીધા અને ફસાઈ ગયા. ખરેખર ! માયાવી માણસની માયાજાળની આપણને ખબર પડતી નથી. આજે દુનિયામાં જે માણસેા ફસાય છે તે બહારના દેખાવથી ફસાય છે. જો કે દુનિયામાં તેા મોટા ભાગના લોકો સ્વાર્થવશ અને લાભને વશ થઈને ફસાય છે, નારદજીને અહી એવા કોઈ સ્વાર્થ ન હતા. તેમની તા પરમા` ષ્ટિ હતી. તેમને તે ભક્તને મુક્તિ અપાવવાના ભાવ હતા. નારદજીએ શેઠની એક વર્ષની મુદત માની લીધી અને સીધા વૈકુંઠ પહેાંચી ગયા. ભગવાને કહ્યુ, નારદજી! આ શેઠને તમે હવે છોડી દો. હવે તે અહીં નહિ આવે, પણ નારઢજી ન માન્યા. તેમણે શેઠને વૈકુંઠમાં લાવવાના પેાતાના નિર્ણયની જાણ કરી. નારદજી ભગવાનની વાત માનવા તૈયાર ન થયા. જિદ એટલે હઠ. તે એવી વસ્તુ જેની અંદર અભિમાન બેઠા હોય છે. અભિમાન માણસને ગમે ત્યારે ગબડાવી દે છે. જમાલિનને કોણે ગબડાવ્યા ? ભગવાન મહાવીર સ્વામી સર્વજ્ઞ વીતરાગ હતા. તેમની વાત જમાલીએ ન માની. આપ આ વાત ઘણીવાર સાંભળી ગયા છે. જમાલિના અહંકારે ભગવાનની સર્વજ્ઞતાને અવગણી અને પરિણામે જમાલિમુનિ ભગવાનને છોડીને જુદા થઈ ગયા. અભિમાનયુક્ત જિદના ભયંકર પરિણામ અભિમાનયુક્ત જિદ નહીં સારી. માણુસમાં આવે છે. જ્ઞાનયુક્ત જિદ જ્ઞાનયુક્ત જિદ હોય છે તેા સારી પણ જ્યારે તે
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy