________________
શારદા રત્ન
અભિમાન હેાય છે અપહરણ કરી ગયા સીતા પાછી સેાંપી આવ્યું ? સેાનાની
૩૭૮
પેાતાની ભૂલ સમજે છે, ત્યારે તે જિને તરત છોડી દે છે, પણ તે પેાતાની ભૂલ સમજવા છતાં નથી છેડતા. રાવણ સીતાજીનું ત્યારે વિભીષણે રાવણને ઘણું સમજાવ્યા કે રાવણ ! તું રામને દે, છતાં રાવણે પેાતાની હઠ ન છેડી તે આખરે શું પરિણામ લકા રાખમાં રાળાઈ ગઈ. પ્રિયદર્શીના સાધ્વીજી જમાલિમુનિના પક્ષ લઈ શ્રમણી સધથી અલગ થઈ ગયા હતા. તેમની પણ હઠ હતી, પણ પ્રજ્ઞાવંત શ્રાવકે જ્યારે પ્રયાગાત્મક ઢંગથી પ્રિયદર્શનાજીને “કડેમાણે કડે”ના સિદ્ધાંત સમજાવ્યા તા પ્રિયદર્શોનાજી સમજી ગયા અને પેાતાની હઠ છેાડી દીધી અને પાછા ભગવાનને ચરણે ગયા. સસ્કૃત શ્લાકમાં પણ કહ્યું છે કે
उत्सर्पयन् दोषशाखां गुणमूलान्यधो नयन् । उन्मूलनीयो मानदुस्तन्मार्दव सरित्पूरे: ॥
દોષ રૂપી શાખાઓના વિસ્તાર કરનાર તેમજ ગુણુરૂપ મૂળીયાઓને નીચે લઈ જનાર એવા માનરૂપી વૃક્ષને કોમળતા, નમ્રતા રૂપી નદીના પ્રવાહ વડે જડમૂળથી ઉખેડી નાંખવું જોઈ એ. અભિમાનને મિથ્યાત્વનો બાપ કહીએ તેા પણ ચાલે તેમ છે, કારણ કે તે ધમી પુરૂષના મનમંદિરમાં પેસી સુદર ભાવના રૂપી સુગધને હઠાવીને કક્રાગ્રહરૂપી દુર્ગં ́ધની વૃદ્ધિ કરે છે. જયાં સુધી “ હું” છું એવા ભાવ છે ત્યાં સુધી કલ્યાણુ નથી.
નારદજીએ હઠ પકડી છે. શેઠને વૈકુંઠમાં લઈ આવવાની. મનમાં માન આવ્યું છે. હું જો શેઠને નહિ લઇ આવું તે મારી આબરૂ જશે, તેથી હઠ પકડીને બેઠા છે. આ બાજુ તા શેઠ વૈકુંઠમાં જવા માટે વાયદા કરતા રહ્યા ને કાળરાજાના તેડા આવી ગયા. આ દષ્ટાંતથી આપણે શું સમજવું છે? માત્ર મેાક્ષ મેાક્ષની વાર્તા કરવાથી મેાક્ષ નહિ મળે. મેાક્ષ તા બહુ દૂરની વાત છે, પણ તમે ઘર અને દુકાનથી મુક્ત થવા માટે ઈચ્છે છે ? ધન, વૈભવ અને ભાગવિલાસથી મુક્ત થવાની ઈચ્છા થાય છે ? જ્યાં સુધી અહીંના ભૌતિક-વૈયિક સુખાથી મુક્તિ મેળવવાની ભાવના નથી થતી ત્યાં સુધી કર્મીક્ષયજન્ય મુક્તિની વાર્તા કરવી એ ખેાટી બનાવટ છે. જો કેાઈના લઈ જવાથી મેાક્ષમાં જઈ શકાતુ હાત તા તા બધા જ મેાક્ષમાં જાત. દરેક તીર્થંકરાના દિલમાં એક જ ભાવના હાય છે કે એકેક જીવ મુક્ત બને, તેમની તા શક્તિ અપૂર્વ હાય છે. તા તે કેમ બધાને મેાક્ષમાં ન લઈ ગયા! તી કર હાય કે કેવળી હાય, કાઈ પણ ગમે તેવી પૂર્ણ વ્યિ વિભૂતિ હાય પણ તેઓ તેા માર્ગ ખતાવે છે, પણ કાઈ મેાક્ષ અપાવી શક્તા નથી. એ તે પાતાને જ મેળવવાનું છે. તે મેળવવા માટે જમ્બર સાધના અને પુરૂષાર્થ જોઈશે.
આપણા અધિકારમાં પશુ મનઃ પવજ્ઞાની ભગવંતના મુખેથી પુત્રના પૂર્વભવ જાણ્યા પછી જેને જલ્દી મોક્ષ મેળવવાની ભાવના જાગી છે તેવી મયણરેહાને સંયમ લેવાની ભાવના થઈ, પણ મનમાં થયું કે જે હુંઅહીંયા દીક્ષા લઈશ તા કયારે પણ પુત્રનું