________________
કરે
શરદ રત્ન - જ્ઞાની ભગવંત કહે છે, અમૂલ્ય એવા મનુષ્ય ભવના મર્મને સમજી તારા ઉડ્ડયનની શકિત પ્રગટાવવા તારી શક્તિને તું એમાં જોડી દે. એક અનુભવની સુખ-સૃષ્ટિ માટે પણ માનવી જીવન સાટોસટનું સાહસ કરે છે, તે પછી અવ્યાબાધ અક્ષય સુખની પ્રાપ્તિ માટે અનંત શકિતને યાત્રી વીર્ય ન ફેરવી શકે! પુરૂષાર્થ અને પરિબળનો સમન્વય સાધી લે. ચિંતામણી રત્ન સમાન મનુષ્ય ભવ મળ્યો છે. દેવ, ગુરૂ અને ધર્મનું આલંબન મળ્યું છે. હવે તું શા માટે મૂંઝાય છે? મૂંઝવણના ધુમ્મસ પર ચેતનની જોત જગાવતો જા અને પરમ પુરૂષાર્થની ધૂણી ધખાવે જા, તે જરૂર એક દિવસ આત્મા રૂપી પંખી સંસાર રૂપી પિંજરામાંથી મુક્ત થઈને મુક્તિનો દિવ્ય આનંદ માણી શકશે. | મુક્તિનો આનંદ માણવો હશે તે તે માત્ર વાતો કરવાથી નહિ મળે. મુખેથી મુક્તિ મુક્તિ કરતા હોય પણ અંદર સંસાર ભર્યો હોય તે મુક્તિ કયાંથી મળે ? પેલા જીવરાજ શેઠને વૈકુંઠનું જ્ઞાન ન હતું. માત્ર જગતને દેખાવ કરવાની પ્રબળ ઈચ્છા હતી કે શેઠને વૈકુંઠમાં જવાની કેટલી લગની છે! નારદજી તેડવા આવ્યા પણ દીકરાના રાગના કારણે નારદજીને પાછા મોકલ્યા ને કહ્યું: આપ એક મહિના પછી આવજે. નારદજી તે વૈકુંઠમાં ભગવાન પાસે ગયા. ભગવાને પૂછ્યું, પેલા જીવરાજ શેઠ? ભગવાન, એ તે તેમના છોકરાના લગ્ન કરાવીને પછી આવશે. ભગવાન કહે નારદજી! એ શેઠ લગ્ન પછી પણ નહિ આવે. નારદજીએ શેઠને પક્ષ લેતા કહ્યું, ભગવાન! સફારી છાને પોતપોતાના વ્યવહાર તે સાચવવા પડે ને? શેઠના હૈયામાં તે આપનું નામ છે. એમને વૈકુંઠ સિવાય બીજું ગમતું નથી. એ તે અનાસક્ત ભાવે લગ્નને વ્યવહાર કરશે.
જીવરાજ શેઠને બીજે વાયદે: એક મહિના બાદ નારદજી ભગવાનનું વિમાન લઈને ફરી જીવરાજ શેઠને ઘેર ગયા. નારદજીને દૂરથી જોતાં શેઠ દુકાન ઉપરથી નીચે ઉતરી તેમની સામે ગયા. વિનય-વિવેકપૂર્વક તેમનું સ્વાગત-સત્કાર કર્યો. નારદજી કહે શેઠ ! આપે કહ્યું હતું કે મહિના પછી આવજે, એટલે હું આપને વૈકુંઠમાં લઈ જવા માટે આવ્યો છું. શેઠે કહ્યું–અહો ! પરમ ઉપકારી ઋષીશ્વર ! આપની અમારા પ્રત્યે કેટલી કરૂણા છે ! આપ મારા વંદનીય, પૂજનીય છે. વૈકુંઠમાં આવવાની
મારી પૂરી તૈયારી છે. સંસારમાં મને કોઈ રસ નથી. આ સંસાર સ્વપ્ના જેવો છે. નારદજી કહે, તમને સંસાર પ્રત્યે આટલો બધો અણગમો થયે છે તે હવે ઉઠો ને જલ્દી ચાલ મારી સાથે. મહર્ષિ ! મારે તે ઘડીને પણ વિલંબ કરો નથી પણ મેં મારા ઘરમાં વાત કરી તે છોકરાની માએ કહ્યું–તમે તે મનથી વૈકુંઠમાં જ છે. તમારા માટે તે ઘર વૈકુંઠ જ છે, છતાં પણ જે આપને વૈકુંઠમાં જવું હોય તે છોકરાને ઘેરછોકરો થાય પછી ખુશીથી જજે. હમણાં જશો તે તમારા મનમાં એમ થશે કે અરેરે....મેં તે છોકરાના છોકરાનું મુખ પણ ન જોયું. આવી વાસના મનમાં