SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૩૫ વ્યાખ્યાન ન. ૪૧ શ્રાવણ વદ ૧૧ મંગળવાર તા. ર૫-૮-૮૧ અનર્થ કેણુ કરાવે? અનંત કરૂણ સાગર, વાત્સલ્યના વહેણ વહાવનાર, જ્ઞાન ગંગાનું પાન કરાવનાર એવા શાસનપતિ ભગવાન, આત્માને પ્રગતિનો માર્ગ બતાવતા કહે છે આત્મા ! ભવાટવીમાં ભમતા મુસાફરને સાચા રાહે લઈ જનાર આ મનુષ્ય જન્મરૂપી સુંદર અવસર મળ્યો છે, પણ આત્માએ હજુ અવસરને ઓળખ્યો નથી. આવ્યો પણ ઓળખ્યો નહીં, મનુષ્ય જન્મને મર્મ, બટકુ જેટલા માટે જીવ, બાંધે છે કોડ ગણું કર્મ, આજના ભૌતિક યુગમાં પગલિક, દુન્યવી અને ઈન્દ્રિયજન્ય સુખ પાછળ પાગલ બનેલા માનવીને માટે આ કડી કેટલી બોધદાયક છે ! વર્તમાન યુગના માનવીનું જીવન અંધ અનુકરણ, આંધળી દોટ અને અનેકવિધ સાંસારિક પ્રવૃત્તિથી સભર છે. પરિણામે જીવનનું સાચું ઉડ્ડયન અને આત્માની પછીણ વિસરાઈ ગઈ છે. તેના જીવનમાં વિનય, વિવેક - અને કરૂણાને અવકાશ નથી. તે પાંચ “પ”કાર કંપની પૈસો, પત્ની, પરિવાર, પદવી અને પ્રતિષ્ઠા પાછળ પાગલ બન્યો છે. પોતે પરમ હોવા છતાં પામરતાને નમી રહ્યો છે. વીજળીના ચમકારા અને પાણીના રેલાની માફક જીવન વ્યતીત થઈ રહ્યું છે. સરક માનવી જીવનમાં સુખની આકાંક્ષા રાખે છે, પણ સુખની પરાકાષ્ઠાનું સ્થાન માનવાની દૃષ્ટિથી દૂર છે. સંસારમાં રીબાતા પ્રાણીના ઉદ્ધાર માટે અનંત ઉપકારી વીતરાગ ભગવંત માર્ગ બતાવે છે, અને કહે છે અહો ભવ્ય જીવ! તું પામર નથી. તારી શક્તિ અગાધ છે. તને માનવભવ રૂપી મૂડી, સમજણ રૂપી સાધન અને સમય રૂપી કિંમતી હીરો મળ્યો છે. આત્મામાં અનંત શક્તિ છે. તે હવે તું રત્નત્રયીના શણગારને છોડી સુવર્ણઆભૂષણે પાછળ શા માટે દોટ મૂકે છે? વીતરાગની વૈરાગ્યરૂપ વીણાના તારને છોડીને શા માટે વિષય વાંસળીના નાદે નાચે છે ! ત્યાગના તંબૂરને છોડી તૃષ્ણાના તરંગમાં કેમ લોભાય છે! માટે હે ભાગ્યશાળી! જે તારે સંસારના પિંજરમાંથી મુક્ત થવું હોય તે સંસારની જનનીને છોડીને અષ્ટપ્રવચન માતાનું શરણું સ્વીકાર. લોભરૂપી પિતાને તિલાંજલી આપીને ઉપગ રૂપી પિતાના પગલે ચાલ. મેહ રૂપી બ્રાતાને છેડીને ત્યાગ રૂપી ભ્રાતાના સ્નેહપાશમાં બંધાઈ જા. મમતા રૂપી ભગિનીને છેડીને સમતા રૂપી ભગિનીને સાથે સ્વીકાર. માયા સાહેલીને સાથે છેડી સદ્દબુદ્ધિ સાહેલીને સંગ કર. તો આ ભ્રમમાં ભૂલેલું, મોહમાં મૂંઝાતું, પાપથી પીડાતું, કર્મોથી કચડાતું અને અજ્ઞાનથી અથડાતું આત્મા રૂપી પંખી સંસાર રૂપી પિંજરામાંથી મુક્ત થશે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy