________________
સ્વ. જીવીબેન મોહનલાલ શાહ
સ્વ. રાયચંદ મેહનલાલ શાહ
આપે અમારામાં બાળપણથી સત્ય, સમતા, અનુકંપા અને ધર્મના સંસ્કારોની સુવાસ અપી તથા ચારિત્રનું ઘડતર કરીને માનવતાનું સિંચન કર્યું છે અને અમને તપ, ત્યાગ અને ધર્મને મર્મ સમજાવી ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા દ્રઢ કરાવી છે. આપના અમારા પર અનંત અનંત ઉપકાર છે. આપનામાં જે ગુણો હતા તે અમારામાં ઉતરે તેવી શકિત પ્રભુ અમો સૌને આપે એજ અભ્યર્થના.
આપે અમારા કુટુંબનોસુકાની બની, અમારા કુટુંબમાં સત્ય, નીતિ, અને સદાચારનું સિંચન કરી અમોને નિષ્કામ અને નિઃસ્વાર્થભાવે યથાશક્તિ ધર્મકાર્ય—સત્કાર્ય કરવાની પ્રેરણા આપી. આપનાધર્મમય જીવનથી અમારામાં ધર્મ પ્રત્યેની ધગશ અને અનેરી શ્રધ્ધા પ્રગટી છે. આપની પ્રેરણા અને મૂર્તિમંત બનાવીએ એજ અંતરની આરઝુ. પ્રભૂ ! તમારા આત્માને જયાં હોય ત્યાં અપૂર્વ શાંતિ આપે.
લી, આપને આજ્ઞાંકીત પરિવાર જાદવજી, ચંપાબેન, બિપિન, હસમુખ, સુરેશ. પુનિત. ચિરાગ, રસેશ, દિપક ગુણવતી, પ્રભાવતી, હસુમતી, પુષ્પા, ભાવના. વિણા, પ્રણાલી, રોશની. અપા.