SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ રામ મણિપ્રભની આ વાત સાંભળી સતીના મનમાં થોડી શાંતિ થઈ. વિદ્યાધરના પિતાએ દીક્ષા લીધી છે તેથી તેમનું મૂળ ખાનદાન હશે ! ભલે અત્યારે કમે તેને ઘેલેા બનાવ્યા છે, પણ તે ઠેકાણે આવશે. જે કુળમાં, કુટુંબમાં દીક્ષા થઈ હેાય તે કુળના આત્મા ઉત્તમ હાય. જો તે તેમના પિતાના દર્શને જાય છે તેા હું પણ તેમની સાથે જાઉ તે મુનિવર તેા ચાર જ્ઞાનના ધણી છે, એટલે તેઓ તેમના દીકરાના ભાવ જાણી જશે ને તેમને સુધારશે. ૩૪૦ આમ વિચાર કરી. મયણુરેહા કહે છે મહારાજા ! મારી એક ઈચ્છા પૂરી કરો. મણિપ્રભ કહે બાલ સુંદરી ! તારી શી ઈચ્છા છે ? મયરેહાએ કહ્યું, આપ નંદીશ્વર દ્વીપે ગુરૂ ભગવંતના દર્શન કરવા જાવ છે તે આપ મને પહેલા દન કરવા લઈ જાવ. પછી બધી વાત. બસ, આ આશા મળતાં હવે પૂછવાનું શું ? મનમાં એ હર્ષિત થઈ ગયા. હવે તા એણે મનથી માની લીધું' કે એ મારી પ્રાણપ્યારી બની ગઈ. પ્રાણપ્યારીની પાછળ તૂટી મરવામાં સંકોચ શે। ? અનંત ઉપકારી પ્રભુની પાછળ અને સદ્ગુરૂના બેાલ પાછળ તુટી પડવાનું નહિ ! પ્રાણપ્યારી ખાતર બધું જ ! કેવી પાગલ દશા ! માણસને એટલે વિચાર નથી આવતા કે જીવવું છે તેા આત્મ-સાધના માટે, નહિ કે ભાગ માટે. મણિપ્રભ એમ વિચારે છે કે મારી પાસે વિમાન છે. હમણાં થાડીવારમાં મુનિના દર્શન કરાવીને મહેલમાં લઇ જઈશ અને તેને પટરાણી બનાવી તેની સાથે આનંદ કરીશ. મયણુરેહા એમ વિચાર કરી રહી છે કે આ એક વાર મુનિ પાસે લઇ જાય તા તે સુધરી જશે. આ પ્રમાણે ખંને વિચાર કરી રહ્યા છે, પણ બંનેની ભાવનામાં ફેર હોવાથી વિચારોમાં આકાશ પાતાળ જેટલુ અંતર છે. મણિપ્રભ મયણરેહાને કહે છે. હું શા માટે તારી ઈચ્છા પૂર્ણ ન કરું? હમણાં જ આપણે દશન કરવા જઈએ છીએ. હવે મણિપ્રભ અને મયણરેહા મુનિના દર્શને જશે ને શું ખનશે તે અવસરે, ચરિત્રઃ-સાગરદત્ત શેઠે ભીલને લાડવા આપી દીધા પછી ચારે જણાનું કુટુંબ ચાલ્યુ જાય છે. જેમણે કેાઈ દિવસ ધરતી પર પગ મૂકથો નથી એવા આ બધા વનવગડામાં ચાલ્યા જાય છે. પગમાં કાંટા ને કાંકરા વાગે છે. પગમાંથી તા લાહીની ધાર વહે છે. બંને બાળકો ભૂખ્યા છે. ચાલતા થાકી જાય છે. તેા એકને શેઠ ખભે બેસાડે છે ને બીજાને શેઠાણી કમ્મરમાં તેડે છે. તેઓ પણ ઘેાડી વાર લે ત્યાં થાકી જાય એટલે નીચે ઉતારે. તેમની કોમળ કાયા કરમાવા લાગી. કોમળ મુખડા મુરઝાવા લાગ્યા. બાળકોના કરમાયેલાં મુખ જોઇને શેઠાણીનું હૈયું ભરાઈ આવ્યું. ચાલતા ચાલતા ખૂબ થાકી ગયા, એટલે બધા એક વૃક્ષ નીચે બેઠા ને બાળકોને ખેાળામાં સૂવાડ્યા. બાળકોને ખૂબ ભૂખ લાગી છે. મા ! અમારે ખાવું છે. ભૂખ લાગી છે. અરે, જમવાનુ` ન આપ તે પાણી તા આપ.. જંગલમાં પાણીના પણ સાંસા પડ્યા છે. શેઠાણી ખૂબ રડે છે. અરેરે....હું મારા બાળકોને પાણી પણ નથી આપી શકતી. શેઠ પણ રડે 4.-શેઠ કહે મેરે કારણસે, દુઃખ પા રહે તુમ લાગ, શેહાની કહે યહ સખ, અપને કર્મકા સંચાગ,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy