SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૩૩૯ આવે ત્યાં સુધી અધી સાધના ધૂળ છે. તેના ઉપદેશથી ઋષિ સાચા સંત ની ગયા. ખરેખર ! સુકન્યાની સામે દેવા આવ્યા અને છેવટે તેનો પતિ યુવાન બની ગયા, છતાં વિષયવાસનામાં ન ફસાતા અણીશુદ્ધ બ્રહ્મચર્ય પાળ્યું, અને ઋષિને પણ સુધાર્યા. મણિપ્રભુ વિદ્યાધરે મયણરેહાને પટરાણી બનાવવાનું કહ્યું. ખરેખર, કામાસક્ત જીવાની સ્થિતિ કેવી હોય છે તે બતાવતા શાસ્રકાર કહે છે— परिव्वयः ते अणियत्तकामे, अहो य राओ परितप्यमाणे । સે નર ૬ ॥ અનળમત્તે ધળમેશમાળે, પપ્પìતિ મત્યું ઉત્ત. ૧૪. ગા. ૧૪ જે પુરૂષ કામભાગોથી નિવૃત્ત થતા નથી, તે ચારે દિશાઓમાં રાત-દિવસ પરિભ્રમણુ કરતા થકો પરિતાપને પામે છે, તથા ખીજાને માટે દુષિત પ્રવૃત્તિ કરવાવાળા, ધનની ગવેષણા કરતા થકા જરા અને મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે. મણિપ્રભ વિદ્યાધર મયણુરેહાને પટરાણી બનાવવા ચાહતા હતા, પણ મણરેહાએ કહ્યું, હું હજી પ્રસૂતા છું. મારા પતિને મરી ગયા વધુ સમય થયા નથી અને મારા પુત્ર ઝોળીમાં ઝાડ પર લટકે છે. મારું હૈયું કહું કે ખાળ કહુ તે એકલા જંગલમાં પડયા છે. તાજા જન્મેલા એ લાડકવાયાની સંભાળ લેનાર ત્યાં કાણુ હશે ? શું વનચર પશુએ એને જીવતા ને જીવતા નહિ ચાવી જાયને? એ બાળ પાસે આ માને લઈ જાવ, કાં તા એ બાળને મારી પાસે લઈ આવેા, તા જ મારું જીવન બચાવ્યુ` કહેવાશે. આમ કહેતા મચણરેહા પાકે પાકે રડી પડી. નિઃસહાય, નાંધારી આંસુ સારતી રૂપસુંદરીને જોઇને વિદ્યાધર કહે છે હૈ સુંદરી ! ચિંતા ન કર. તારી પાસે સૌંદય છે. મારી પાસે સુવર્ણ છે. સૌન્દર્ય —સુવર્ણ'ના આ સૉંગમ આપણા સ`સારને સ્વર્ગીય બનાવશે. મયણરેહા પેાતાના મનમાં કહે છે, પ્રાણ ભલે ચાલ્યા જાય, પણ હું શીલને જવા નહિ દઉં. આ વિદ્યાધરને ભાઈ કહુ છું તે ગમતું નથી, માટે હવે તેમને ભાઈ ન કહેવા, જેથી તે શાંત થઈ જાય, અને મારી વાત સાંભળે. તે મણિપ્રભના વચનના મ ખરાખર સમજી ગઈ હતી. તે મનમાં માનતી હતી કે ઘણા કષ્ટ કાળે ઘણું ધૈય ધાર’ તેણે વિદ્યાધરને ભાઈ ન કહેતા કહ્યું, મહારાજા! આપ આ બાજુ કયાં જઈ રહ્યા હતા અને હવે પાછા શા માટે ફરી રહ્યા છે ? મયણુરેહાના મુખેથી “રાજા” શબ્દ સાંભળીને વિદ્યાધર મનમાં પ્રસન્ન થવા લાગ્યા કે હવે આ મારા પ્રત્યે આકર્ષાઈ છે! એટલે કહે છે, હૈ પ્યારી ! હું વિદ્યાધરાના રાજા મણિચૂડના પુત્ર છું. મારુ. નામ મણિપ્રભ છે. મારાપિતાએ સમસ્ત રાજસુખાને ઠાકર મારી સૉંચમ સ્વીકાર્યા છે. તેમને મનઃપવજ્ઞાન ઉત્પન્ન થયુ છે. મન:પર્યાવજ્ઞાન એટલે શું? અઢીદ્વીપમાં રહેલા સની પંચેન્દ્રિય જીવાના મનેાગત ભાવને જાણે. અહીં બેઠેલા મારા અને તમારા મનમાં શું વિચાર છે તે મનપત્રજ્ઞાની જાણી શકે. મણિપ્રભ કહે છે, તે મારા મુનિ બનેલા પિતા નંદીશ્વર દ્વીપમાં બિરાજે છે. એમને વંદન કરવા જઈ રહ્યો હતા, એટલામાં તું મને મળી ગઈ. નંદીશ્વરદ્વીપ આ જંબુદ્રીપથી આઠમા દ્વીપ છે. વચ્ચે સાત સાગરો છે, પછી નદીશ્વરદ્વીપ આવે,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy