SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન શેઠ કહે-મારા કારણથી તમારે બધાને દુઃખ ભોગવવાનો સમય આવ્યો છે. શેઠાણી કહે-આપ એવું ન બેલો. જે તમારા કારણે દુઃખ હોત તે તમે એકલા ભેગવત પણ અમને ગમે ત્યાંથી સુખ મળી જાત, પણ આપણે સામુદાણી કર્મો સાથે બાંધ્યા હશે તે આજે ભોગવીએ છીએ. આપ રડશે નહિ ને મનમાં એ વાત ધરશો નહિ. બંને બાલુડા ભૂખ તરસથી પીડિત હોવાને કારણે બેભાન થઈ જાય છે. શેઠાણી હૈયાફાટ રડે છે. અરેરે..કર્મરાજા ! મારા બાલુડા શું ચીર નિંદમાં નહિ પોઢી જાય ને! હું સંતાન વગરની તે નહિ બનું ને? એમ ઝુરી રહી છે. શેઠ-શેઠાણી એક બીજાને આશ્વાસન આપે છે. થેડી વારે ઠંડો પવન આવ્યો. બાળકો ભાનમાં આવ્યા. તેઓ કહે બા ! તું રડીશ નહિ. અમે ખાવાનું કે પાણી કંઈ નહિ માંગીએ. આપણા પાપકર્મોના ફળ ભેગવીએ છીએ. બધા ત્યાં પંચપરમેષ્ઠિ ભગવાનને પ્રાર્થના કરે છે. અહો પ્રભુ! દુઃખના સમયમાં તારુ શરણ સાચું છે. બધા એક સૂરથી મધુર કંઠે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે. પ્રભુને પ્રાર્થનાથી જાણે ભૂખ તરસ પણ શાંત થઈ ગયા. જાણે અમીને ઓડકાર ન આવ્યો હોય ! છેવટે પ્રભુને પ્રાર્થના કરતા કહે છે તે અનાથના નાથ ! ગરીબોના બેલી! અમને તું ચાલવામાં બળ આપજે. પગ થાકી ગયા છે. ચાલતા નથી, ને અહીં તે વનવગડો છે. કેવી રીતે રહેવાય? માટે આપ અમને એવું બળ આપજે કે અમે ચાલીને એક છે ગામમાં પહોંચી જઈ એ. એમ પ્રાર્થના કરીને ઉઠયા, બધામાં ચાલવાની શક્તિ આવી. શ્રદ્ધા શું નથી કરતી ! જે માણસને શ્રદ્ધા હોય તે તેનું કાર્ય સફળ થયા વિના રહેતું નથી. શેઠ, શેઠાણી અને બાળકોને ચાલવામાં જેમ આવ્યું. ચાલતા ચાલતા કંચનપુર નગરમાં આવ્યા. આ ગામમાં એક દયાળુ શેઠ છે. તેમની દૃષ્ટિ આ શેઠ પર પડી. શેઠે જોયું કે આ દુઃખી માણસો છે. શેઠે તેમને બોલાવ્યા. તેમને લાગ્યું કે આ કુટુંબની કાંતિ કહી આપે છે કે તે કોઈ ઉત્તમ કુળના છે. ભવિતવ્યતાના વેગથી આવી કપરી દશાના ભોગ બન્યા લાગે છે. કોઈ પણ ગહન દુઃખના કારણે પરદેશમાં આવ્યા લાગે છે. દુઃખીને સહાય કરવી એ માનવતાને મુખ્ય પાયે છે. કરૂણાથી આ બનેલા શેઠે સાગરદત્ત શેઠને બોલાવ્યા. આપ આવો, મારા ઘરમાં આવે. શેઠ! અમને ઉતરવા માટે એટલે આપશો તે બસ છે. બીજું કાંઈ નથી જોઈતું. આ શેઠ સાગરદત્ત શેઠને કહે, આપ મારા ઘરમાં આવો. આપનું લલાટ કહી આપે છે કે આપ કરોડપતિ હશો પણ કોઈ કર્મોએ ઠોકર મારી છે તેથી આ સ્થિતિ આવી છે કે આપને રોડ ઉપર ટળવળતા કરી દીધા છે. આપની દુઃખદ કથની કહેવામાં આપને સંકોચ થતો હોય તે ન કહેશે, પણ આપ પધારે તે ખરા. હું તમને મારા ભાઈ સમાન ગણું છું. તમારું દુઃખ તે મારું દુઃખ છે. તમારી રેખાઓ પરથી લાગે છે કે આપને ઘણું દુઃખ છે. આપના દુઃખમાં કંઈ મદદગાર થાઉં તે મારું અહોભાગ્ય ! ખરેખર કર્મસત્તા બળવાન છે. સોનાની ટેકરી પર રમનારો કયારેક દુઃખરૂંકમાં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy