SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શારદા રત્ન બેટા! હનુમાન! તું આવ્યા ? કૃષ્ણજી દેવકીમાતાના દર્શને જતાં કૃષ્ણજીને તે ઘણી માતાઓ હતી એટલે રાજ વારાફરતી બધાના દર્શન કરવા જતા, પણ જ્યારે દેવકીમાતાને વંદન કરવા જતા ત્યારે દેવકીજી કૃષ્ણજીને જોઈ ગાંડીઘેલી થઈ જતી. અહા ! મારા કૃષ્ણ! તું આવ્યા ? તેમ અહીં પણ અંજના પહેલા હનુમાનને જોઇને ગાંડીઘેલી થતી ને કહેતી બેટા! તુ આવ્યા ? પણ આજે ઉદાસ છે. શું તેને કંઈ દુઃખ કે આપત્તિ હશે ? અરે કદાચ કંઈ દુઃખ હોય તેા મને જોઈને ન હરખાય, પણ રામચંદ્રજી જેવા તેની ઝુંપડીએ પધારે ત્યારે તા ગાંડીઘેલી થઈ જાય અને આજે આમ કેમ ? હનુમાને લક્ષ્મણ તરફ આંગળી કરીને કહ્યું, માતાજી ! આ રામચંદ્રજીના લઘુખ લક્ષ્મણજી છે. માથા ઉપર પાંચ મણુનો બન્ને પડ્યો હાય એવી રીતે જાણે કે ભારે મુશ્કેલીથી તપસ્વિનીએ માથું ઉંચું કર્યું', અને લક્ષ્મણજીને નમસ્કાર કર્યા, પછી માથું નીચુ' નાખી ીધું. હનુમાનના મનમાં પ્રશ્ન થયા કે આજે માતાજીનું આવું વર્તન કેમ છે? તેના મુખ ઉપર ઉમળકે કેમ જણાતા નથી ? શમચંદ્રજી પેાતે પધાર્યા છે છતાં એમના મુખ ઉપર આનંદની મિએ ઉછાળા કેમ મારતી નથી ! શુ' હશે મનમાં ? પછી લક્ષ્મણજીએ ભરતની ઓળખાણ આપતા કહ્યું. માતાજી! આ ભરતજી અનાસક્ત ચેાગી જેવુ જીવન ગાળતા રામચંદ્રજીના ખીજા નાના ભાઈ. એ રીતે વાનરાધિપતિ Üગ્રીવ અને નળનીએળખાણ આપી, પણ અંજનાજી તેા કોઈના સામું જોતા નથી. એ તા ગમગીન મુખડે નીચુ જોઈને બેસી રહ્યા છે. અંજનાને પ્રશ્ન પુછતા લક્ષ્મણજીઃ હવે તેા હદ આવી ગઈ. લક્ષ્મણજીથી તા ન રહેવાયું. તે તેા ઉભા થઈ ને અંજનાની પાસે ગયા, અને હાથ જોડીને કહ્યું, ક્ષમા કરો. મહાસતી ! આપને આંગણે રામચંદ્રજી પધાર્યા છતાં આપના મુખ ઉપર આનંદ કેમ નથી ? હર્ષી કેમ નથી ? આપનું ઉદાસ મુખ જોઈ અમારા આનંદ પણ ઉડી ગયા છે. આપ આવું કટાણું મુખ કરીને શા માટે જુએ છે ? આપના પુત્ર હનુમાનની આગ્રહભરી વિન‘તીથી અમે અહી આવ્યા છીએ, છતાં જે પ્રકારના અતિથિ સત્કાર કરવા જોઈએ તે પ્રકારનો આપે કર્યા નથી, એટલે મારા મનને થાડા ખેદ થયા છે. અજનાજીને જડબાતડ જવાબઃ-લક્ષ્મણજીની બધી વાત સાંભળીને અંજનાજીએ કડક ભાષામાં કહ્યું હું કેમ બેચેન અને ઉદાસ છું', એ આપને સાંભળવું છે ને ? તા હું સંભળાવું, પણ એમાં કોઈ ખરાબ લગાડશેા નહિ. માઠું· તે મને લાગ્યું છે; તેથી જ મારી વર્તણુંકમાં આપને ખામી દેખાઇ, બાકી આપ જેવા મહાનપુરૂષો અહી પધાર્યા એથી તા મારી ગરીબની ઝુંપડી પાવન થઈ ગઈ. મારા જન્મ પવિત્ર બની ગયેા. મારું જીવન ધન્યુ બની ગયું, પણ મારી ઉદાસીનતાનું કારણ મારા પુત્ર હનુમાનની નિર્માલ્યતા છે. શું વાત કરે છે માતા ! આપના પુત્ર નિર્માલ્ય ! અરે, રામચ ́દ્રજીને રાવણ સાથે યુદ્ધ થયું ત્યારે તે યુદ્ધમાં વિજય અપાવવામાં મુખ્ય તેા આપના પુત્ર હનુમાન છે. એમણે તા યુદ્ધમાં કેવું પરાક્રમ કર્યું" છે! આપ એને નિર્માલ્ય કહ્યા છે ?
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy