________________
શારદા રત્ન
૩૩૩ પકડવું. આજથી સંવત્સરી પર્વનું લક્ષ રાખી આત્મા પર રઝેરનાકષાયના જૈ બાવા– જાળા બાઝી ગયા હોય તેને દૂર કરી આત્માને પવિત્ર બનાવવાનો. દીવાળી આવે ત્યારે મકાનને સાફ કરી રંગરે ગાન કરાવે છે અને દરને સુશોભિત બનાવે છે તેમ આત્મરૂપી ઘરમાં દુર્ગુણને જે કચરો ભરાઈ ગયો હોય તેને દૂર કરી જ્ઞાન– તપ-ત્યાગ–દયા આદિ સદ્દગુણોથી શણગારવાનો છે. ઈન્દ્રિયોને નિગ્રહ કરવા માટે પણ તપની જરૂર છે. જેમ ઘોડાને લગામ હોય છે, સાયકલને, મેટરને બ્રેક રાખવી પડે છે. જે બ્રેક ગુમાવે છે તે જ સાધન તેના પ્રાણ લેનાર બને છે, તેમ ઈન્દ્રિય પર તપ રૂપી બ્રેક લગાવવાની જરૂર છે. જે ઈન્દ્રિયો પર બ્રેક નહી રાખે તે એ જીવને ક્યાંય દુર્ગતિમાં ફેંકી દેશે. કર્મો હજુ ઉદયમાં આવ્યા નથી. સત્તામાં પડ્યા છે, તે સત્તામાં પડેલા એ કર્મોને તપ દ્વારા સત્તામાંથી દૂર કરી દો. જેથી એ કર્યો ત્યાંથી જ નાશ પામી જાય. જે નિકાચિત કર્મો છે તે તો અવશ્ય જોગવવા પડે છે, પણ જે નિદ્ધત કર્મો છે તે તો તપ સંયમ દ્વારા દૂર કરી શકાય છે, માટે આત્મશક્તિને ખીલવવા પુરૂષાર્થ કરે. આત્મ-શકિત કેળવો. આત્માને ઓળખો અને આત્મસ્વરૂપને પામે. આત્માની શક્તિ અનંત છે.
જૈનદર્શન પ્રમાણે અંજના સતીએ છેલ્લે દીક્ષા લીધી છે, પણ વૈષ્ણવ દર્શનમાં ” અંજના માટે એમ કહે છે કે પોતાની પાછલી વયમાં વનમાં રહીને તપશ્ચર્યા કરતા હતા. ધ્યાન કરતા હતા. એક વખત ત્યાંથી રામચંદ્રજી વિમાનમાં જઈ રહ્યા હતા. વિમાનમાં હનુમાન, લમણ, નળ, વાનરાધિપ, સુગ્રીવ, ભરત વગેરે પણ હતા. પોતાની માતાની ગુફાની નજીકમાંથી વિમાન જવા લાગ્યું ત્યારે હનુમાનજી હાથ જોડી રામચંદ્રજીને કહે છે. આપ આટલે સુધી પધાર્યા છે, મારી માતા સંસારને લાત મારી, પવનજીના પ્રેમને છોડી અહીં આ ગુફામાં સાધના કરી રહ્યા છે, અને તપથી શરીરને તપાવી રહ્યા છે તે આપ વિમાનને નીચે ઉતારીને મારી માતાને દર્શન ન આપો ?
અંજનાની ગુફામાં રામ લક્ષ્મણનું આગમન હનુમાનની ભાવ ભરી ભાવનાને રામચંદ્રજીએ વધાવી લીધી, અને વિમાન તે ગુફા તરફ વાળ્યું. બધા વિમાનમાંથી નીચે ઉતર્યા અને ગુફા પાસે આવ્યા. હનુમાનજીએ સૌથી આગળ જઈને માતાને વધામણી આપી. એ પુણ્યવંતી માતા! આપ બહાર આવો, જલદી બહાર પધારો, આપને . આંગણે સાક્ષાત્ રામચંદ્રજી ભગવાન પધાર્યા છે. આ શબ્દો સાંભળતા અંજનાજ તરત ઉભા થયા, અને રામચંદ્રજીનો સત્કાર સન્માન કરવા ગુફાની બહાર આવીને ઉભા રહ્યા. રામચંદ્રજી બધા પધાર્યા એટલે તેણે ઉભા થઈને નમસ્કાર કર્યા અને ભાવભીનું સત્કારસન્માન કર્યું, પણ તેના મુખ ઉપર આનંદ કે હર્ષ નથી. મુખડું ઉદાસ છે. હનુમાનજીના મનમાં થયું કે મારી માતા આજે આટલી બધી ઉદાસ કેમ છે? તેના મુખ ઉપર આનંદ કેમ નથી ? પહેલા તે મને જોતી તે તે ગાંડી ઘેલી બની જતી ને કહેતી,