SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ સારા રહ્ય ૩૫ ઐસા દૂધ મેં' તેરેક પિલાયા :–અંજના આવેશમાં આવીને કહે છે. મે હનુમાનને કેવા સંસ્કાર આપ્યા છે ! એણે કેાનું દૂધ પીધું છે. જેવી તેવી માતાનું દૂધ પીધું નથી. આટલું ખેલતા અજનાના હૃદયમાં પુત્ર વાત્સલ્યની છે।ળા ઉછળવા લાગી. હોઠેથી કઠાર પણ હૈયાની કામળ એવી અંજનાની કંચુકી બેઢીને દૂધની ધારા ઉડી. તે દૂધની ધારા સામે પડેલી પથ્થરની શિલા પર પડી. શિલાના બે ટુકડા થયા. અંજનાએ હનુમાનને હ્યું. એસા દુધ મૈં તેરેક પીયા લેકિન હનુમાન ! તેં મેરી કુખ જાયા.” જે દૂધથી શિલાના બે ટુકડા થયા એવું દૂધ મેં તને પીવડાવ્યું ને તને ઉછેર્યાં, છતાં જ્યારે સીતાને રાવણે કબજે કરી ત્યારે તેને છેડાવવા આ રામચંદ્રજીને ઠેઠ લંકા સુધી શા માટે જવુ પડયુ... ? તારા એકલાથી આ કાયૅ નહાતુ થતું તે રામચંદ્રજીને ત્યાં સુધી લઈ જવા પડયા ! મારેા હનુમાન ખરેખર જો પરાક્રમી હાત તા એકલેા જ લંકા જઇને સીતાને ન છેડાવી શકત ! આ ભગીરથ કાર્ય તે એકલાએ શા માટે ન કર્યું? સેવક જ્યારે આવા નિર્માલ્ય પાકચા ત્યારે જ એના સ્વામીને લાહીના પાણી કરવા પડયા ને? ખરેખર તે. તે મારી કુખ લજાવી છે. અંજનાના શબ્દો સાંભળતા રામચ'દ્રજીની આંખમાં આંસુ આવી ગયા. તેમના મુખમાંથી શબ્દો સરી પડયા. માતા મળે તેા આવી મળજો. ધન્ય છે આ માતાને !' આજે આવી માતાએ મળે ખરી ? કયાં એ માતાની ભાવના ને કયાં આજની માતાની ભાવના ! આજની માતાએ શું કહેશે ? સૌ સૌનું કરી લેશે. આપણે કરવાની શી જરૂર ! આ પૃથ્વી પર માતાએ તા ઘણી છે, પણ આવી પવિત્ર માતાએ દેખાતી નથી. ગીતામાં લખ્યુ છે કે જ્યારે પૃથ્વી પર ભાર વધશે ત્યારે કૃષ્ણ અવતાર લેશે. અત્યારે તા પૃથ્વી પર ભાર વધી ગયા છે ત્યારે કૃષ્ણજીને કહ્યું કે આપ કહેતા હતા તેા હવે આ પૃથ્વી પર અવતાર લેા, ત્યારે કૃષ્ણજી શું કહે છે, હુ* પૃથ્વી પર અવતાર તા લ પણ પિતા વસુદેવ અને માતા દેવકી હોય તેા અવતાર લ* ને! જેવી તેવી માતાના ગર્ભામાં આવવું નથી. આપણા અધિકારમાં સતી મયણુરેહા આ સન્નારી છે. મયણુરેહાને યુવાન વિદ્યાધર રાજાએ પત્ની બનવાની કરેલી માંગણીએ કારમા ઘા કર્યા. એના મનમાં થયું કે જે મહામૂલ્યવતા શીલની રક્ષા માટે રાજવી સુખ-સગવડા યજીને ભયાનક જંગલમાં આવી, તે અહીં પણ શીલ –રક્ષણ માટે સંકટ આવ્યુ'! આપ સમજી શકે છે કે સતીને શીલધર્મ કેટલા દુર્લભ અને માંઘેરા લાગ્યા છે ? આટલી વિષમ પરિસ્થિતિમાં પણ એને એવા વિચાર નથી આવતા અરેરે...મારી સપત્તિ લૂંટાઈ ગઈ! હાય ! મારા સૌંસાર સુખ લૂંટાઈ ગયા. આવું કંઇ લાગતુ નથી. જે લાગે છે તે એક જ કે અરે! મારા પ્રાણથી અધિક શીલનું રક્ષણ શી રીતે કરવું ? શીલ પર આ કેવી ઉપરાઉપર આપત્તિ! માણસને જ્યારે ધર્મ, સદગુણ અને સદાચાર રમેશમમાં વ્યાપી જાય છે, રગેરગમાં વહેતા થઈ જાય છે, હૈયું એના શ્વાસેાશ્વાસ લે છે, ત્યારે એ ધર્મ, સદ્ગુણા અને સદાચારની રક્ષા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy