________________
ચુડાનિવાસી સ્વ. પૂ. કાકાશ્રી પ્રેમચંદ ઓઘડદાસ ગેસલીયા તથા કાકીથી કંકુબેન પ્રેમચંદ ગોસલીયાના
ચરણકમળમાં....
સ્વ. શ્રી પ્રેમચંદ ઓઘડદાસ ગોસલીયાને જન્મ ચુડામાં થયેલા અને તેઓને અભ્યાસ અમદાવાદમાં B. Sc. સુધી થયેલો. B. Sc. થયા પછી તરતજ ભાવનગરમાં તેઓની નિમણુંક સનાતન ધર્મ હાઈસ્કૂલમાં સાયન્સ ટીચર તરીકે થયેલ અને તેજ સ્કુલમાં હેડમાસ્તર તરીકે રીટાયર થયા. તેઓ પ્રમાણિક શિક્ષક તરીકે જાણીતા હતા અને શિસ્તમાં કડક હતા. તેઓ તેમના વીલમાં તેમના અવસાન પછી કુલ રકમ સાર્વજનિક કામોમાં વાપરવા માટે લખી ગયા છે અને તે પ્રમાણે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ચુડામાં કન્યાશાળા બાંધવા માટે રૂા. દોઢ લાખ આપવાનું નકકી થયું છે. તે ઉપરાંત નવરંગપુરા સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં “શ્રી પ્રેમચંદ ઓઘડદાસ ગોસલીયા સભાગૃહ” માટે રૂા. ૩૫૦૦૦નું દાન આપેલ છે અને તે સિવાય બીજા ઘણાં નાના મેટા સાર્વજનિક કામમાં નાની મોટી રકમ આપેલ છે. પ્રભુ તેમના બંનેના આત્માને શાંતિ આપે.
લી. આપનો બાણી પરિવાર ડ, ધીરજલાલ હરીલાલ ગોસલીયા શ્રી ભા ઈ લા લ હરી લા લ ગેસલીયા શ્રી ભરતકુમાર ધીરજલાલ ગેસલીયા શ્રી જયેશકુમાર ધીરજલાલ ગેસલીયા શ્રી પ્ર | વ ભા ઈ લા લ ગેસલીયા