________________
૩૧૮
શારદા રત્ન ધિક્કારે છે. પશ્ચાતાપ કરે છે. અનિત્ય ભાવનામાં ચઢે છે. તન્મય બની જાય છે. કયારે હું આ પવિત્ર ચારિત્ર માર્ગ અંગીકાર કરી મારા આત્માનું કલ્યાણ કરીશ? એવી ભાવધારાની અભિવૃદ્ધિ થઈ રહી છે. નગરજને નટનું નાટક નિહાળી આફ્રિીન થઈ ગયા છે. રાજા સમજે છે કે હમણું પડશે. નટડી સમજે છે, બસ હવે વાર નથી. મારા પ્રાણપ્રિય ભરથારની આશા ફળીભૂત થશે.
તેટલામાં તે બનાવ કંઈક ઓર બને. વાતાવરણે જમ્બર પટ આ. વાંસ ઉપર નાચતાં નાચતાં અનિત્ય ભાવના ભાવતા નટ ઈલાચીકુમાર ચાર ઘાતકર્મને ચૂર કરી તક્ષણ વાંસ ઉપર જ કેવળજ્ઞાન પામ્યા. આ છે મુનિના સુક્ષમ બળને પ્રભાવ.
આવા તે કંઈક દાખલા સિદ્ધાંતમાં તથા ઈતિહાસમાં જોવા મળે છે. આ તે મુનિની વાત કરી, પણ સાધી સમુદાયમાં પણ એવી મહાન સતીઓ થઈ ગઈ છે કે જેણે સુમબળની અથાગ શક્તિ મેળવી છે. એક વાર સાદી સમુદાય વિચરતા વિચારતા એક ગામમાં જઈ પહોંચે. ત્યાં એક મકાનમાં ઉતર્યા. દિવસે સાંકળ જેવી ભૂલી ગયા. રાત્રે યાદ આવ્યું. જોયું તે સાંકળે બંધ થાય છે પણ ઢીલી ઘણી છે. એટલે પવનને ઝપાટે આવે અગર કેઈ ધક્કો મારે તે ઉઘડી જાય. ગુરૂણીએ કહ્યું, આપ એમાં કંઈ ભરાવવા જેવું લાકડું કે ખીલી કંઈક મળે તે ભરાવી દે. એક શિષ્યાએ કહ્યું-ગુરુણદેવ ! આજ સુખે સુઈ જાવ. હું એ બધું સંભાળી લઈશ.
આ શિષ્યાએ મકાનમાં નજર કરી પણ કંઈ ભરાવવાનું મળ્યું નહિ તેથી તેમણે પોતાની આંગળી તેમાં ભરાવી દીધી. આ સહન કરવું સહેલું નથી. બેલીએ છીએ તે ધણ વાર પણ જ્યારે પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે સમતા રાખવી ઘણું કઠીન છે. રાત્રે એકાએક વાવાઝોડું થયું એટલે પવનથી બારણું ખૂબ અથડાવા લાગ્યું. બારણું અથડાય એટલે આંગળી સાંકળ સાથે ઘસાવા લાગી, બહુ ઘસાવાથી તેમાંથી લોહી નીતરવા લાગ્યું. પઢિયું થતાં તે આંગળી જુદી થઈને નીચે પડી ગઈ. કેટલે વિનય કેટલી ગુરૂઆશામાં સમર્પણતા ! પરેઢિયે ગુરૂણ સ્વાધ્યાય કરવા ઉડ્યા એટલે આ શિષ્યા કહે ગુરૂદેવ ! આપ અહીં સ્વાધ્યાય નહીં કરતા, દારિક અસજઝાય છે. ગુરૂણી પૂછે છે શું છે? ત્યાં તે દૃષ્ટિ પડી. અરરર...આની તે આંગળી કપાઈને છૂટી પડી ગઈ છે ! મારી આ શિષ્યાએ કેટલું સહન કર્યું ! આંગળી કપાઈ ગઈ છતાં બેલતી નથી. બોલો, આવા વિનીત શિષ્યા માટે કલ્યાણ દૂર છે? મેક્ષ દૂર છે? આ શિષ્યાએ કેટલું સુમબળ કેળવ્યું હશે! કે જેના પ્રભાવે આંગળી કપાઈને જુદી પડી, છતાં એ જ સ્થિતિમાં અડગ રહ્યા ! આવા આત્માઓ જલદી કલ્યાણ કરી શકે છે.
તપશ્ચર્યાના દિવસે ચાલી રહ્યા છે. સેળભથ્થાના દિવસે આવી રહ્યા છે. તપ કરવામાં એ વિચાર ન કરશો કે મારું શરીર પાતળું છે. હું સુકાઈ જઈશ. એ બધું ભૂલી જજો. તપ કરવામાં સ્કૂલ બળની જરૂર નથી. આ શરીર તે સડન ડન અને નાશ થવાના સ્વભાવવાળું છે. આવા શરીર પ્રત્યે શું મમતા કરવા જેવી છે. ભગવાન કહે