________________
શારદા રત્ન
૩૧૩ જીતી લીધા. આ છે સૂક્ષ્મ બળને પ્રભાવ. જેઓ યુવાનીમાંથી બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેમના બળની શક્તિ અલૌકિક હોય છે. અરે ! જેનું ચારિત્ર નિર્મળ છે એવા બ્રહ્મચારી આત્મા શુદ્ધ બ્રહ્મચર્યના બળથી દેવાના વિમાનને પણ અટકાવી શકે.
સૂક્ષ્મ બળનો અને પ્રભાવ --આપણું પરમ પિતા શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં બધા પ્રસંગોને ક્યાંય ટપી જાય એવો પ્રસંગ જોવા મળે છે. તેમનું ચારિત્રનું બળ અલૌકિક હતું, તેથી એ ચારિત્રને પ્રભાવ બીજા પર પડ્યા વગર રહે નહિ. પોતાની દૃષ્ટિના ઝેરથી અગણિત જીવોને મારી નાખનાર દષ્ટિવિષ સર્પ ચંડકૌશિકની સામે મહાવીર પ્રભુ એક જ નાનું વાક્ય બોલ્યા. બુઝ-બૂઝ ચંડકૌશિક ! આ શબ્દો સાંભળતા ચંડકૌશિકને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. અંતે સમતા ભાવનાની સાધના સાધતા એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ આવે છે, અને કોઈની ભયંકર વાળા શાંત થઈ જાય છે. છેવટે શાંત રસમાં મસ્ત બનીને એ કલ્યાણના માર્ગે વળી જાય છે. અર્જુન માળી જે નરકમાં જવાની તૈયારીમાં હતું, તેને ભગવાને આત્મકલ્યાણના બે મીઠા શબ્દો કહ્યા. એ આત્મા ચારિત્રના માર્ગે વળી ગયો. ભગવાને તેનું ઉત્થાન કરાવ્યું. એક જ વચનના ઉચ્ચારણ માત્રમાં આવી અદભૂત તાકાત બીજે આપણને જોવા નહિ મળે. સાચા ગુરૂ ભગવંતના દર્શન માત્રથી કામી આત્માઓના કામવિકારે પલાયન થઈ જાય છે. લોભીઓના કારમાં લોભ તૂર થાય છે. ક્રોધીઓના ધ શાંત થાય છે. અરે ધૂતારાઓનું ધૂતારાપણું ખતમ. થઈ જાય છે. આ છે તેમના સૂમ બળ–શુદ્ધ ચારિત્રનો પ્રભાવ!
એક સંત મહાત્મા ગૌચરી પધાર્યા છે. શેઠાણી મેદકને થાળ લઈ લળી–લળીને ભાવના ભાવી રહ્યા છે. આ દશ્ય ઈલાચીકુમારે જોયું. સાથે સાથે તેને ઘણો અચંબા, થયો. અરે ! આ સાધુની વય યુવાન છે. ચહેરો તેજસ્વી છે. શેઠાણી પણ યુવાન છે. રૂપાળી તેમજ ધનવશાળી છે. સ્થાન એકાંત છે. આમ છતાં તે કેવા નિર્વિકાર, નીચી દષ્ટિ રાખી ઉભેલા છે ! ચહેરા પર કેટલી સૌયતા છે ! શેડાણ પણ કેવા ભાવમાં ચહ્યા છે ! ઈલાચીને જીવન પરિવર્તન માટે આ દશ્ય બસ હતું. ઈલાચી વિચારે છે કે મારામાં અને આ મુનિશ્રીમાં આસમાન-પાતાળ જેટલું અંતર છે. અહાહાહા.. કેટલી નિર્વિકાર દશા ! કેવો અજબને ત્યાગ !
ખરેખર મને શતશઃ સહસ્ત્રશઃ ધિકકાર હો. સાચે જ આ મુનિરાજ કોટી કોટીવાર ધન્યવાદને પાત્ર છે. જ્યાં હું અને કયાં આ ત્યાગી અણગાર ! મારામાં ને એમનામાં સરસવ ને મેરૂ જેટલું અંતર છે. હું કે અધમ છું ! હું કેવો નિર્લજ છું ! એક નટડીના ખાતર મેં ઘરબારે ત્યજ્યાં, માતાપિતાને દુઃખી કર્યા, કુળની લાજ-શરમ છોડી, અને જ્યાં ત્યાં ભમી રહ્યો છું. આમ છતાં ય મારી ઈચ્છા હજી પૂરી નથી થઈ. રાજા દાન આપતું નથી, અને દાન લીધા વગર નટ નટડી પરણાવવાનો નથી, પણ કદાચ આ નિરાધાર વાંસ ઉપર નાચતાં–નાચતાં જે જરાક ગબડ્યો–ચૂક્યો તે મારી શી દશા ! હાડકાના ચૂરેચૂરા! નટડી એને ઠેકાણે રહી જાય અને પરલોકમાં આત્માની દુર્ગતિ થાય એ જુદી. આમ વિચારતે વારંવાર એ ત્યાગી મુનિની પ્રશંસા કરે છે. પિતાને