SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ શારદા રત્ન તે પ્રકાશના કિરણેાથી તે યુગમાહુને રાગ-દ્વેષથી દૂર રહેવા સમજાવી શકી, અને તેની ગતિ સુધારી શકી. એવી સતી પેાતાના શીલને સાચવવા વગડાની વાટૅ ગઈ છે. એનું સતીત્વખળ ઝળકી રહ્યું છે. તેના જીવનમાં ચારિત્રના ચમકાર છે. જેનામાં ચારિત્ર બળ છે એ ખળ ખીજા બધા બળા કરતાં ચઢી જાય છે. મહાપુરૂષા કહે છે કે તમારામાં થૂલ બળ ભલે આછું હાય પણ સૂક્ષ્મ બળ વધારા. સ્થૂલ ખળ ગમે તેટલું હશે પણ આત્માનું સૂક્ષ્મ બળ નહી... હાય તા તે આત્મા ગબડી જવાના. મયણરેહાના જીવનમાં સુધમ બળની કેટલી તાકાત હશે ! આત્માની શુદ્ધિરૂપ સૂક્ષ્મ બળની તાકાત વિના વ્યાખ્યાનકારો કે વિદ્વાન પ્રેાફેસરા લેાકેાના જીવન ઉપર સાચા પ્રભાવ પાડી શકશે નહિ. સુક્ષ્મ બળ વગર સ્થૂલ બળ સ્વપર કલ્યાણ માટે નકામું છે. થૂલ ખળ કરતાં સૂક્ષ્મ બળની શક્તિ ઘણી ચઢીયાતી છે. એ તાકાતના સહારો લીધા વિના ભાગરસિક આત્માઓનું કલ્યાણ થઈ શકે નહિ. શરીર જાડું પાતળું હાય તા તેની કોઈ મહત્તા નથી, પણ તેનુ સૂક્ષ્મ બળ ખીલેલું હશે તા તે વિકારા પર વિજય મેળવી શકશે. જેની પાસે સૂક્ષ્મ બળ ાય છે એના પ્રભાવ જગતના જીવા પર કેવા પડે છે, એને હું તમને એક દાખલેા આપુ. દશ હજાર માણસથી એક મોટી સભા ભરાઈ છે. તેમાં પ્રથમ વક્તા લેકચર કરવા આવે છે. વક્તા લેક્ચર કરવા આવ્યા, ત્યારે સભામાં અત્યંત કાલાહલ મચેલે! હતા. વક્ત સ્ટેઇજ પર આવ્યા. લેાકેાને શાંત કરવા હાય ઉંચા કર્યા. પણ અવાજ શાંત થયો નહિ, તેથી માઇકમાં બૂમા પાડીને કહે છે, આપ શાંત થાઓ, શાંત થાઓ, ઘણી માના અંતે અવાજ શાંત થયા. બીજે વક્તા આવ્યા, ત્યારે પણ સભામાં ખૂબ જ અવાજ થતા હતા તેને શાંત કરવા માટે માત્ર પેાતાના જમણા હાથ ઉંચા કર્યાં, ત્યાં એકદમ સભામાં શાંતિ. હવે ત્રીજો વક્તા આવે છે, તે પહેલાં ખૂબ શેરબકાર હતા પણ ખબર પડી કે અમુક વક્તા હવે લેકચર આપવા આવવાના છે. હજુ આવ્યા નથી. તેમને જોયા કે સાંભળ્યા નથી. છતાં માત્ર તેમનું નામ સાંભળતા જ સભા શાંત થઇ ગઇ. જેવા એ આવીને સ્ટેઇજ ઉપર ભાષણ કરવા ઉભા થયા કે સભા એક ચિત્તે તેમને સાંભળવા લાગી. આ ઉપરથી આપ સમજી શકે છે કે, કયા વક્તાની વિશેષ શક્તિ પ્રથમ વક્તા પાસે સ્થૂલ બળ હતું, પણ સૂક્ષ્મ બળ ન હતું. બીજા નંબર પાસે થાડુ વધારે સૂક્ષ્મ બળ હતું, તેથી પ્રભાવ પડચો, અને ત્રીજા પાસે ઘણું સૂક્ષ્મ બળ હતું, તેનું નામ પડતા બધા શાંત થઈ ગયા. મહાત્મા ગાંધીજીએ વગર લડાઈ એ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કર્યું. તે તેમની પાસે કયું બળ હતું ? સૂક્ષ્મબળ. સ્થૂલખળ–શરીરબળ તા હતું નહિ, પણ આત્મબળ હતું. એ સૂક્ષ્મ બળના કારણે અંગ્રેજોને હરાવ્યા ને ભારતને સ્વતંત્રતા અપાવી અને ભારતની સારી જનતાના હૃદય સિ`હાસન પર તેમણે સ્થાન જમાવ્યું. એમને કાઈને કહેવા જવું પડયું નહાતુ કે કોઇને પગે લાગવા જવું પડયું નહાતું. આજે તા ચૂંટણીઓ થાય છે, ત્યારે મત મેળવવા માટે કેટલા રૂપિયા, કપડાં, દાગીના બધું આપવું પડે છે, જ્યારે મહાત્મા ગાંધીજીએ તે માત્ર સૂક્ષ્મ બળથી, આત્માના પ્રેમથી સૌના દિલ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy