SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ શારદી ૨ત્ન ૩૧૯ છે કે “દેહ દષ્ટિએ કમ દળાય નહિ.” જયાં સુધી દેહ પ્રત્યે રાગ છે, મમતા છે ત્યાં સુધી તપ થઈ શકે નહિ. તપ થાય નહિ તે કર્મ દળાય નહિ, માટે તપ કરવામાં શરીર જાડુ-પાતળું ગમે તેવું હોય તેની વિશેષતા નથી, પણ સુલમ બળની જરૂર છે. સંસાર ત્યાગી મુનિ બનેલા સંતોએ સુમબળ ઉત્પન્ન કરવા માટે પોતાના જીવનની ભૌતિક વાસનાઓનું, કામનાઓનું બલિદાન આપ્યા વગર છૂટકો નથી. જે સંસાર ત્યાગી સાધકો પોતાની અનેક પ્રકારની ઈચ્છાઓને-કામનાઓને નાશ નહિ કરે તે તેઓ જગતનું કલ્યાણ કરી શકવામાં અસમર્થ છે. સ્વામી વિવેકાનંદના એક શિષ્ય હતા. એમનું નામ હતું બિભૂતાનંદ. તે એક ગામમાં ચાતુર્માસ પધાર્યા. તેમના ઉપદેશને સેંકડો છો લાભ લે છે. પણ એક સ્ત્રી તેમને ઉપદેશ સાંભળવાના બહાને આવે છે પણ તેનું ચિત્ત મુનિમાં છે. શું મુનિ તમારું રૂપ છે ! શું તમારી આંખડી છે ! સંત તે પોતાના ભાવમાં મસ્ત છે, પણ બાઈની દષ્ટિ વિષમય છે. બાઈ તે બિભૂતાનંદના રૂપ અને આંખડીને જોયા કરે છે. ચાતુર્માસ પૂર્ણ થયું. બિભૂતાનંદ તે વિહાર કર્યો. બધા લોકો એમને ઘણે દૂર સુધી વળાવવા ગયા. લકે વંદન નમસ્કાર કરી પાછા ફર્યા, પણ જેની દૃષ્ટિમાં અને આંખમાં કામનું વિષ ભર્યું છે તેવી તે સ્ત્રી પાછી ન ફરી. બિભૂતાનંદને તે કાંઈ ખબર નથી. એમણે પાછું વાળીને જોયું નથી. આ સંત પોતાના ઉતારે ગયા. વસ્ત્ર, પુસ્તકો બધું નીચે ઉતારે છે. ત્યાં આ સ્ત્રી અંદર જઈને મકાનના બધા બારણું બંધ કરવા લાગી. સંત કહે–આ બારણા કણ બંધ કરે છે? ત્યાં તેમણે પેલી સ્ત્રીને જોઈ. આ સંત સમજી ગયા કે અત્યારે ઉપસર્ગ આવ્યો છે. તે આત્માને કહે છે, હે આત્મા! રખે ને તું ગોથું ખાતે મા ! આ તારી પરીક્ષા છે. બરાબર સાવધાન રહેજે. જે થોડી પણ સુંદર બ્રહ્મચર્યની તાકાત ન હોય તે આવા પ્રસંગમાં ટકવું મુશ્કેલ બની જાય છે. વિકારોની સામે ટકકર ઝીલવી અને જીવનને અણિશુદ્ધ રાખવું એ સરળ કામ નથી. બિભૂતાનંદ જોયું કે આ સ્ત્રી નખથી માથા સુધી સળગી ઉઠી છે. તેઓ આ સ્ત્રી સામે વેધક દૃષ્ટિથી જોઈ રહ્યા. એમની આંખમાંથી એવી તેજદાર તેજદષ્ટિ પડી કે પેલી સ્ત્રી ધ્રુજી ઉઠી. એ જ વખતે બિભૂતાનંદ બોલી ઉઠ્યા “મા તેરે છે જે શ્રી નાના પહે” માતા! તારે કંઈક લઈને જવું પડશે. સંતના શબ્દોમાં એવી પ્રચંડ તાકાત હતી કે પેલી સ્ત્રીના વિકારો એકદમ શાંત થઈ ગયા. તે સંતના ચરણમાં પડીને ભૂલની માફી માંગી ને પોતાના ઘેર ચાલી ગઈ. જે સંસાર ત્યાગી સંત પાસે સૂક્ષમ બળની પ્રચંડ શક્તિ ન હોય તો તેનું પતન થતાં વાર ન લાગે. જ્ઞાની પુરુષો કહે છે, આ કામગમાં ફસાવા જેવું નથી. જે એમાં ફસાયા તે દુર્ગતિના મહેમાન બન્યા. ફળો કિંપાકના મીઠા, પરિણામે ન સુંદર ! ભેગવ્યા ભેગનું તેમ, પરિણામ ન સુંદર,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy