________________
૨૮
શારદા રત્ન બહેનને એ ભેટ આપવી છે કે આપણા આટલા મોટા ઘરનો એક તરફને જે સ્વતંત્ર ભાગ-મકાન જેવો છે તે બહેનના નામ પર ચઢાવી દઈએ, અને તેને માટે અમુક રકમ વ્યાજે મૂકી દઈએ જેથી બહેન કાયમને માટે સુખી થાય, તો જ એની સેવાનું ઋણ આપણે અદા કર્યું કહેવાય. આ પુત્રની વાત સાંભળી પિતાની આંખમાં આંસુ આવી ગયા. ખરેખર મારા મનની વાત હું જે કરી શકતો ન હતો તે આજે સાકાર બનાવી. બધાએ મોટાભાઈની વાતને પ્રેમથી વધાવી લીધી ને રક્ષાબંધનના પવિત્ર દિવસે રાખડી બાંધીને બહેનના જીવનની સાચી રક્ષા કરી. દુખીયારી બેનને સાચા માટે ભાઈ બન્યા. . સતીઓ પણ ધર્મની બને છે. તમારા અંધકાર ભરેલા જીવનમાં સ્નેહનો નિર્મળ પ્રકાશ લઈને તમને રક્ષા બાંધવા આવી છે. તમારી રાખડી તૂટી જશે પણ આ અમર રાખડી તે જીવનમાં ક્યારેય તુટશે નહિ. અમારી પાસે સોના, ચાંદી કે સુતરની રાખડી નથી પણ બ્રહ્મચર્ય, સત્ય, ન્યાય, નીતિ, સદાચારની અનુપમ રાખડીઓ છે. તમારી રાખડીમાં એક ભવના આશીર્વાદ છે, જ્યારે ધર્મની અમર રાખડી તમને ભવોભવના આશીર્વાદ રૂપ બનશે. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને મોંઘામાં મોંઘી રાખડી બ્રહ્મચર્યની છે. આપ રાખડી બાંધીને ધર્મના સાચા વીર બનજો. છેલ્લે આટલું તે ફિરથી યાદ રાખજે. * “ રહેજે તું અંધના લોચન બનીને, જીવન વિતાવજે સજજન બનીને, જગત ને જિંદગી છે ચાર દિનની, ન રહેજે કેઇને દુશમન બનીને”
# શાંતિ
*
પ્રો
વ્યાખ્યાન નં. ૩૨ શ્રાવણ વદ બીજ રવીવાર
તા. ૧૬-૮-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! આ સંસારમાં જીવોને સુખ આપનાર જે કઈ હોય તે ધર્મ છે, પણ ધર્મને તમે જાદુ ન સમજતા હોં. ધર્મ એ કઈ જંતરમંતર નથી. કદાચ તમે માનતા હો કે ધર્મ પાસે પ્રાર્થના કરવાથી તેની પાસે જે માંગીએ તે મળી જાય છે. તે તે માન્યતા ખોટી છે. તમે કહેશે કે મારે લાખ રૂપિયા જોઈએ છે, મને આપો. મારે સ્વર્ગમાં જવું છે તે મને ત્યાં લઈ જાવ. મારે મોક્ષ જોઈએ છે તો મને મેક્ષ આપે. ધર્મ પાસે આવી પ્રાર્થનાઓ કરવાથી કે માંગણીઓ કરવાથી કંઈ મળશે નહિ. ધર્મ આપે છે જરૂર, પણ તમારા માત્ર માંગવાથી કે પ્રાર્થના કરવાથી કંઈ નહિ આપે. ધર્મનું આચરણ કરો. તમને ન્યાય આપું. - એક વખત જટાશંકર બિમાર પડ્યો. તેના ઘરમાં તેની પત્ની, પુત્ર કઈ હતું નહિ. તે એકલે હતા. બિમારીમાં તેની સેવા ચાકરી કોણ કરે ? કોણ તેને દવા લાવી આપે?