SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ શારદા રત્ન તકરાર થાય તે બધી ભાભીઓ તેની સાથે ખૂબ બાઝે પણ બેન હવે કરે શું? જે બેનને ભાઈઓએ કેવી ખમ્મા ખમ્મામાં ઉછેરી હતી તે બેનને માથે આજે દુઃખના વાદળે ઉતરી પડ્યા. રક્ષાબંધન જેવા પવિત્ર દિવસે પણ ભાઈ ઓ બેનની સ્નેહભરી રાખડી પણ બાંધે નહિ, આથી ગુણવંતીના મનમાં ખૂબ ઓછું આવી ગયું. અરરર... પ્રભુ! મેં એવા શા પાપ કર્યો કે આ ભાઈઓને રક્ષા બાંધવા જેટલી પણ પ્રેમ નથી રહ્યો. પિતાના મનમાં ઘણું ઈરછા હતી કે મારે એકની એક દીકરી છે. તે આવી દુઃખી છે તે એને માટે કાયમની કોઈ વ્યવસ્થા થાય અને સગવડ મળી રહે તેવું કંઈ કરવું, પણ પુત્રોની બીકે પિતા બેલી શક્તા ન હતા. તેમને બીક લાગતી કે કદાચ કઈ એમ કહેનાર નીકળે કે એને આખી જિંદગી સહારો આપ્યો એને છોકરાને ભણાવ્યો. એ શું કાંઈ ઓછું છે? તે પછી બહેને બધાની જે સેવા ચાકરી કરી કામની પાછળ જાત ઘસી નાંખી તે પ્રેમભરી સેવાને બદલે શું? આ વાત જે બેન સાંભળે તે એનું દિલ તૂટી જાય ને? એને કેવો આઘાત લાગે? સૌથી મોટેભાઈ જે સગે ભાઈ ન હતો પણ તેની લાગણી સગાભાઈના પ્રેમને ભૂલાવી દે તેવી હતી. તેના મનમાં પણ પિતા જેવા વિચારો આવતા. નાજુક વેલી સમાન બેન માત્ર જમીન પર પડી ન રહે પણ જે રીતે ધરતીને ફળફૂલથી શોભાવે છે તે રીતે વૃક્ષ પર જઈને વૃક્ષને ભાવે, હુંફ આપે તે રીતે બહેનો માટે કંઈક કરવું જોઈએ. તે તે બહેનની સેવાની ભાવનાથી ને કામકાજથી પાણું પાણી થઈ જતો. જ્યારે તેને ખબર પડી કે મારી બેનની આ સ્થિતિ થઈ છે ત્યારે તેની આંખમાં આંસુ આવી ગયા ! અહાહા ! રક્ષાબંધન દર વર્ષે બેનની પાસે બંધાવીએ છીએ તે અમારી શું ફરજ નથી કે તેની રક્ષા કરવાની ! રક્ષા કરવાને બદલે બેન બધાના ત્રાસે રડી રહી છે. ખરેખર અમે તેના સગા ભાઈ નથી. સાચા ભાઈ હોય તે શું બેનના આંસુ જોઈ શકે? બેન તે કેટલી ભલી ભોળી સદ્દગુણ છે. પોતાના પિયરમાં એણે પિતાની જાતને કામકાજથી ઘસી નાંખી છતાં આ દશા ! એમ કરતાં રક્ષાબંધનનો દિવસ આવ્યા. આ ભાઈના મનમાં થયું કે પાંચ ભાઈની એક બેનડી! તેની પાસે રાખડી બંધાવીએ. તેણે કેટલા હૈયાના હેતથી રાખડી બાંધે છે તે આ રાખડી પાછળ અમારી શું ફરજ છે? બહેનને પુત્ર ભલે મોટે થયે હોય, એને આધારભૂત હોય છતાં પ્રસંગ ઉભું થાય ને બહેનને ઘરમાંથી જવું પડે તે પણ આટલી મોટી હવેલીમાંથી બહેન તે બબલે આંસુએ રડતી નીકળે ને? એનું દિલ ભલે આશીષ આપતું હોય તો પણ એને રહેવા માટે તે ભાડાની ઓરડી જ મળે ને ? ત્યાં એનું કેણ? આ રક્ષાબંધનના દિવસે મોટાભાઈ પિતાની પાસે આવ્યા ને બધા ભાઈઓને બેલાવ્યા, ને કહ્યું, બહેને ઘરમાં નોકરડીની જેમ કામ કર્યું. બધાની સેવામાં પોતાની જાત સામું જોયું નથી, છતાં બેનને આવા દુખ ! આજના પવિત્ર દિવસે આપણી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy