________________
શારદા રત્ન
એવી ગુણવંતીના માથે જાણે આભ તૂટી પડ્યો! સંસારમાં પત્ની માટે પતિ એ જ સર્વસ્વ છે. પતિ ચાલ્યા જાય ત્યારે એના જીવનમાં પછી કંઈ આનંદ રહેતું નથી. રણકાર, ગીત કે ઝણકાર. સૌએ તેની સામેથી મુખ ફેરવી લીધા. ગુણવંતી ખૂબ રડે છે. ગૂરે છે. કાળો કલ્પાંત કરે છે. સાસુ તેને ખૂબ આશ્વાસન આપે છે, બેટા ! રડીશ નહિ. શાંત થા. હિંમત રાખ. આપણા પાપને ઉદય કે યુવાનને આંગણે પગ મૂકતા જ દીકરો ચાલ્યો ગયો ! સાસુ એક માતાની જેમ ગુણવંતીને રાખે છે, એને ઓછું આવવા દેતા નથી, પણ પાપને ઉદય જાગે ત્યારે ચારે બાજુથી દુઃખ આવી પડે. ગુણવંતીને માટે અત્યારે સાસુ એક આધારભૂત હતાં. તે સાસુ-સસરા પણ ટૂંકી માંદગીમાં ચાલ્યા ગયા. નણંદ પરણીને સાસરે ગઈ. દિયર–જેઠ કોઈ છે નહિ. એટલે તે સાવ એકલી બની ગઈ. ભર્યા કુટુંબમાં લાડકોડથી ઉછરેલી દીકરીને માટે આજે કેઈ ન રહ્યું. હવે તેને પતિને વિગ વધુ સાલવા લાગ્યા. હું શું કરું ? જીવન કેવી રીતે જીવવું? શું આપઘાત કરીને મરી જાઉં ? નાના. એવું તે નથી કરવું.
આવા ભયંકર દુખમાં એના હાથમાં એનું એક ખીલેલું પુષ્પ હતું તે હજુ બાર મહિનાનું હતું. તે જાણે કહી રહ્યું હતું કે હે માતા! તું જીવન તારા માટે ન જીવ તે મારા માટે જીવી જા. ગરદમ ફેલાયેલા અંધકારની વચ્ચે હું તારા માટે જીવનજ્યોત છે. આ નાનું ખીલેલું પુષ્પ ગુણવંતીના આંસુની રેલને અટકાવતું હતું. તેના માતા
શતા અને ભાઈઓને ખબર પડી કે અમારી બેનના સાસુ સસરા તો ગુજરી ગયા છે. * તે હવે સાવ એકલી નિરાધાર બની ગઈ છે તે હવે અમારી ફરજ છે કે તેને અમારે ઘેર લઈ આવવી જોઈએ. ભાઈ ઓ બેનના ઘેર આવ્યા. બેને ઘણી ના પાડી પણ સમજાવીને લઈ આવ્યા. મા બાપ એને આશ્વાસન અને વાત્સલ્યની અમૃતધારાએ સ્નાન કરાવતા રહ્યા. આ ગુણવંતી બિચારી ઘરના બધા કામ કરે છે. ઘરમાં ચાર ભાઈ અને ભાભીઓનું કુટુંબ છે. શરૂઆતમાં તે બધાનો પ્રેમ ખૂબ મળતો પણ પછી એ પ્રેમમાં ઓટ આવવા લાગી.
માતા સ્વર્ગવાસી થઈ. આ દુઃખના વિરાટ સાગરમાં માતા પિતાની શીળી છાંયડી કલ્પવૃક્ષ સમાન હતી. તે ડાળ પણ તૂટી ગઈ. ભાઈ ભાભીને પ્રેમ ઘટવા લાગ્યો. ભાભીઓ ભાઈને ચઢાવવા લાગી. ભાઈઓ સારા હતા. પણ સંગ એવો રંગ. રોજ ભાભીઓ ચઢાવે કે તમારી બેન તે આવી છે ને તેવી છે. ઘરમાં રહેવું છે પણ કોઈ કામ કરવું ગમતું નથી. મફતના રોટલા ખાવા છે ને કામ કરવું નથી. આ શબ્દો બહેનીના કાને અથડાવા લાગ્યા. અરરર...કૂર વિધાતા ! મારા નસીબ રૂક્યા ત્યારે મારે ભાઈ–ભાભીના શરણે રહેવું પડયું ને ? મારા ભાઈ ઓ પણ સામું જોતા નથી. આ ઘરમાં હું કેવી રીતે રહી શકીશ? બિચારી આખો દિવસ કામ કરે છતાં મેણાટોણા સાંભળવા મળે છે. જેમ સમય જતો ગયો તેમ તેના દુઃખમાં વધારો થતો ગયો. પછી તો ભાભી બેટા આળ ચઢાવવા લાગી. તેમના છોકરાઓ અને ગુણવંતીના બાબા વચ્ચે હેજ