SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ શારદા રે કે તેની ખબર પૂછે? એક ફકીર ભિક્ષા લેવા માટે જટાશંકરને ઘેર આવ્યજટાશંકરને બિમાર જઈને ફકીરે કહ્યું. તમને દવાથી સારું થઈ જશે. જટાશંકરે વિચાર કર્યો કે ફકીર કહે છે કે દવાથી સારું થઈ જશે, તે હવે મારે દવા પાસે જવું જોઈએ. જટાશંકર પથારીમાંથી ઉઠીને દવાની દુકાને ગયો. દુકાનમાં તે બધી જાતની દવાઓ હોય. તે દવાઓની સામે બે હાથ જોડીને બોલ્યો. હે દેવાદેવી! તમારા પ્રભાવથી બિમારીઓ ચાલી જાય છે તે તમે મારી બિમારી દૂર કરો. હવે હું તમને પૂછું છું કે દવા પાસે પ્રાર્થના કરવાથી શું તેની બિમારી મટશે ખરી ? (શ્રોતામાંથી અવાજ-કયારે પણ ન મટે.) બસ. આ જ વાત ધર્મ માટે સમજવાની છે. ધર્મના વિષયમાં આવી મૂર્ખામી ન કરશે. ધર્મ થી બધા પ્રકારના સુખે મળે છે, પણ તે માત્ર વાતો કરવાથી નહીં મળે. તમને ભૂખ લાગી છે તે માટે તમારા શ્રીમતિજીએ તમારા માટે જમવાની થાળી તૈયાર કરીને મૂકી. હવે થાળી સામે જોયા કરો ને કહો, હે થાળીના ભજન ! તમે મારી ભૂખ મટાડો. તે બોલો, તમારી ભૂખ મટશે ખરી? તે માટે તે ભેજન જમો તે જ ભૂખ મટે. તેમ અહીં માત્ર ધર્મની વાત કરવાથી સુખ નહિ મળે. આજે માનવધર્મની વાતે ઘણી કરે છે, પણ ધર્મનું આચરણ બહુ ઓછું થઈ ગયું છે. ધર્મની ક્રિયાઓ થાય છે, પણ ધર્મના વિચાર નથી થતા. વિચાર થાય છે પાપના અને ક્રિયા થાય. છે ધર્મની. તમે ઘણી વાર સાંભળ્યું છે કે ધર્મથી ધન મળે છે, પણ આ સાંભળીને તમે વિચાર શું કર્યો ? સવારે ઉઠીને પ્રભુની ભક્તિ-પ્રાર્થના કરવી ને પછી બપોરના બજારમાં જાઓ ત્યારે રૂપિયા મળી જાય. આવું જ માનો છો ને? સવારે દાન આપ્યું અને સાંજે જ તેનું ડબલ મળી જાય એમ જ ને? આજે ઉપવાસ કર્યો, આયંબિલ કર્યું અને આજે જ મનગમતી કન્યા સાથે સગપણ થઈ જાય. આવું જ ને ? આજે અણુવ્રત કે બારવ્રત લીધા અને આજે જ દેવલેક મળી જાય એમ જ ને ? આજે સંયમ માર્ગ સ્વીકાર્યો અને આજે જ મોક્ષ મળી જાય એમ જ ને? તમે આવું જ માને છે ને? તમારું મગજ ઠેકાણે તે છે ને? ધર્મથી મોક્ષ મળે છે, “ધર્મથી રવર્ગ મળે છે” આ વાક્યનું રહસ્ય સમજે છે ખરા ? જ્ઞાનીઓના વચનમાં ઘણાં ગહન ભાવો ભરેલા હાય છે. તેમના વચનના માત્ર શબ્દોને પકડવાથી તેનું રહસ્ય નહિ સમજાય. એ શબ્દોના રહસ્યને સમજવા માટે શબ્દોનું સૂક્ષ્મતાથી સમગ્રતાથી અને ગંભીરપણે મનન–ચિંતન કરવું પડશે. તમને બધાને સુખ મેળવવાની ઉતાવળ છે ને? જલદી જલ્દી સુખ મેળવવું છે ને? તાત્કાલિક અરે અબ ઘડી સુખ મળી જાય એવો ઉપાય તમારે જોઈએ છે ને ? માનો કે તમને કેઈ બિમારી આવી તે કેવા ડોકટર પસંદ કરે છે? ડોકટર પાસે જઈને શું કહો છે ? આપ એવી દવા આપો કે મારે રોગ જલદી દૂર થઈ જાય. પછી ભલે એ દવાનું ગમે તે રીએકશન આવે! તમને લાગે છે કે સાચું બોલવાથી સુખ નહિ.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy