SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૨૦૦ કાણિકને પાતાની ભૂલનું ભાન થયું ને પિતાના બંધન તેાડવા કુહાડી લઇને ઉપડયો. આજ સુધી ૫૦૦ ચાબૂકના માર પડવા છતાં હસતા મુખે સહન કર્યા પણ અશુભ ગતિના બંધ પડચો છે તેથી કાણિકને જોતાં એવા ભાવ આવ્યા કે એણે મને આટલું કષ્ટ આપ્યું એટલેથી પત્યું નહિ તે હજુ કુહાડા લઈને મારવા આવે છે ? એ મને મારી નાખે એના કરતાં હું જાતે મરી જાઉં એ શુ ખાટુ ? એમ વિચાર કરી વીંટીમાનું ઝેર ચુસીને પ્રાણ ગુમાવ્યા. નરક ગતિના બંધ પડેલા હતા. એટલે છેલ્લા સમયે અશુભ લેશ્યા આવીને ઉભી રહી. આપણે તેા વાત એ હતી કે મા-બાપ પેાતાના સંતાનેાને કેવા સાચવે છે પણ સંતાના મોટા થતાં એ માતા પિતાને કેવા દુઃખમાં નાંખે છે? મયણરેહા પોતાના પુત્રને જોઈને રડે છે. અરેરે... મખમલની ગાદીમાં સુનારને આજે સુવાની શય્યા પણ નથી. સેાનાના પારણીયે પાઢનારને આજે પારણું પણ નથી. આમ ઝુરી રહી છે, ત્યાં સતીનુ શું બનશે તે અવસરે ચરિત્ર : ઉદયચંદ્ર શેઠે સાગરદત્ત ન જાણે તેમ ચાર લાડવામાં કિંમતી રત્ન નાંખીને આઠ લાડવા પરાણે આપ્યા. હવે સાગરઢત્ત જ્યારે વિદાય લે છે ત્યારે બાપદીકરા જુદા પડે અને જે આઘાત લાગે તેવા આઘાત ઉદયચંદ્રને લાગે છે, ખૂબ રડે છે, અને કહે છે કે આપ જલ્દી જલ્દી મને પાવન કરવા પધારજો. છેલ્લે અને શેઠ પરસ્પર એકબીજાને ભેટીને વિખૂટા પડ્યા. સાગરદત્ત શેઠ વિચાર કરે છે, હવે અમારે આ ગામમાં રહેવું નથી, પણ જે કર્માં ઉદયમાં આવ્યા છે તે ગામ નગર ફરીને ખપાવવા છે અને આત્માને વિશુદ્ધ બનાવવા છે. સેાના પર મેલ હાય છે તેા તેને શુદ્ધ થવા અગ્નિમાં પડવુ પડે છે તેમ આમાને કર્મના મેલથી શુદ્ધ બનવા કસેાટીએ ચઢવુ પડે છે. શેડ આ પાટણપુર શહેર છોડીને વગડાની વાટે ચાલ્યા. જેમણે કોઈ દિવસ ધરતી પર પગ મૂકયા નથી, અરે! જેને ઘેર સ્નાન કરવા સેાનાના પાટલા હતા, એવા સુખી હેમના હિ ડાળે હી...ચનારા શેઠ, શેઠાણી, બંને બાળકો ચાલ્યા જાય છે. પગમાં કાંટા કાંકરા વાગે છે. લાહીની ધાર થાય છે, પણ શું કરે ? થોડું ચાલ્યા એટલે બાળકા કહે છે બાપુજી! અમને ખૂબ થાક લાગ્યા છે, હવે ચલાતુ નથી. આવ બેટા ! બેસી જા મારા ખભે. બીજો દીકરા કહે મને ખૂબ થાક લાગ્યા છે. શેડાણીએ તેને કેડમાં લીધા. ઘેાડી વાર પછી મા થાકી ગઈ. આ કામ મારું નહિ, આ કામ તો ભીમનું, જયારે ધર્મરાજા જુગારમાં હારી ગયા અને પાંચ પાંડવા, કુંતામાતા અને દ્રૌપદી જંગલમાં ગયા. ચાલતા ચાલતા બધા ખૂબ થાકી ગયા, અને ચાલવાની હિંમત રહી નહિ ત્યારે ભીમ કહે આપ બધા શા માટે ચિંતા કરી છે ? હું તમને બધાને ઉંચકીને ચાલીશ. ભીમે જમણા ખભે કુંતા માતાને બેસાડ્યા. ડાબા ખભે દ્રૌપદ્મીને બેસાડી. સહદેવ અને નકુળને બે બાજુ પીઠ ઉપર બેસાડવા અને બે ભુજાઓ ઉપર ધર્મરાજા અને અર્જુનને બેસાડ્યા. આમ છ જણાને ઉંચકીને મહાન બળવાન ભીમ ચાલ્યે). વિચાર કરે. આપણે
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy