________________
૨૮૬
શારદી ૨ન નામ સમક્તિ. આપણે બધા સમકિત-સમકિતની વાત કરીએ છીએ પણ સમતિ શું ગાંધીની દુકાનનું ધાણાજીરું છે? રમવાનું રમકડું છે? તે એમ મળી જાય. રૂમ કેત તે આત્માને ગુણ છે.
ત્રીજી વાર ૧૦૦ ચાબૂકના માર, એમ કરતા એક સાથે ૫૦૦ ચબૂકના માર ખુલ્લા બરડે પડયા છતાં હસતા હસતા સહ્યા. કેઈનો દોષ ન જોયો કે કેઈના પર વ ન કર્યો, પણ સમભાવે સહન કર્યું. મારનારના હાથ થાક્યા. તેમના હાથ સુઝી ગ્યા પણ શ્રેણિક રાજાના મુખની રેખા પણ ન બદલાઈ. એ તે એકજ વિચાર કરે છે કે કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટકે નથી. કેટલાય દિવસો સુધી રોજ આવો ભયંકર માર હસતા મુખે સહન કર્યો પણ અંતિમ સમયે માઠી વેશ્યા આવીને ઉભી રહી. જીવને જે ગતિમાં જવાનું હોય, જે ગતિને બંધ પડ્યો હોય તે ગતિની વેશ્યા અંતિમ સમયે આવીને ઉભી રહે, માટે જ્ઞાની કહે છે “બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શા ઉચાટ.” મને કે તમને ખબર નથી કે આપણે બંધ પડ્યો છે કે નહિ? બંધ કયારે પડશે તે પણ ખબર નથી. આયુષ્યના ત્રીજા ભાગે આયુષ્યને બંધ પડે છે. ત્રીજા ભાગે ન પડે તે નવમા, સત્યાવીસમા અને એટલા સમયમાં જે બંધ ન પડ્યો હોય તો છેલ્લે અંતમુહુર્ત બાકી રહે ત્યારે પડે છે, માટે બંધ કયારે પડશે તેની ખબર નથી. એટલે જ કહ્યું છે કે જેમ બને તેમ કષાયના પરિણામમાં ઓછું જોડાવું. જીવ કષાયમાં વર્તત હોય અને તે સમયે બંધ પડે તો માઠી ગતિને બંધ પડી જાય. શ્રેણીક રાજાએ ગર્ભવતી હરણીને વીંધી નાખી ને પછી જીવ માનમાં જોડાયો કે મેં એક સાથે કેવા બે જીવોની ઘાત કરી ! તેમાં નરકગતિનો બંધ પડી ગયો. શ્રેણિક રાજાને જેલમાં પૂરાવવામાં નિમિત્તભૂત પદમાવતી છે. તેણે ઘોર કર્મો કર્યા. કણિકને ચઢાવ્યો ને શ્રેણિકને જેલમાં પૂરાવ્યો. તેને એટલે વિચાર ન થા કે હું મારા સસરાને જેલમાં પૂરાવું છું પણ પછી તે કર્મો મારે કેવા ભોગવવા પડશે! આ સંસારમાં સ્ત્રી સતી કહેવાય છે, માતા કહેવાય છે, પણ કયારેક એ સતીને નાગણની ઉપમા આપી છે. એ નાગણ જેવી બની જાય છે,
શ્રેણિક રાજાને કર્મને ઉદય પૂરો થવાનો હશે તેથી નિમિત્ત કેવું બન્યું, કે એક વાર કેણિક રાજા જમવા બેઠા હતા ત્યારે એના નાના બાબાએ ભાણામાં લઘુનીતિ કરી, ત્યારે કણિક કહે છે, હે માતા ! મને કેમ ક્રોધ નથી આવત? મારો પુત્ર છે તેથી. ચેતણાએ સમય જોઈને સોઠી મારી. દરેક બાપને દીકરા આટલા જ વહાલા હોય છે. તું ગર્ભમાં આવ્યો ત્યારે મને રાજાનું કાળજું ખાવાની ઈચ્છા થઈ, તેથી હું સમજી ગઈ હતી કે આ છવ એના બાપને મારનાર થશે; તેથી મેં ગર્ભપાત કરાવવા કેટલા પ્રયત્નો કર્યા પણું તું મર્યો નહિ. છેવટે જન્મ થયો ત્યારે મેં તો તને ઉકરડામાં ફેંકી દીધો હતો, પણ તારા પિતાએ તેને બચાવ્યો છે. આ જ બાપને તે જેલમાં પૂરાવ્યો ને ઉપરથી ખુલ્લા શરીરે રાજે ૫૦૦ ચાબુકના માર મરાવે છે, તને શું કહેવું? આ એક ટકરથી,