________________
૨૮૮
શારદા રત્ન ખાલી ચાલવું હોય તે પણ થાક લાગે છે, તે આટલા માણસને ઉંચકીને ભીમ કેવી રીતે ચાલતું હશે? કેટલો ભ્રાતૃપ્રેમ અને વડીલો પ્રત્યેની ભક્તિ ! આ રીતે બધાને ઉંચકીને ચાર પ્રહર એટલે આખી રાત-અંધારી રાત્રીમાં ચાલ્યો.
શેઠ કહે દીકરા ! આવ; તું મારા બીજા ખભે બેસી જા. શેઠ બંને પુત્રને લઈને જાય છે. થેડું જંગલ કાપ્યું ત્યાં દીકરાઓ કહે છે બાપુજી ! બાપુજી! અમને ભૂખ લાગી છે. બેટા ! આપણે આટલું વન ઓળંગી જઈએ. જે વગડામાં રાત પડી જાય તે મુશ્કેલી થાય, માટે જંગલ ઓળંગીને આપણે બધા ખાવા બેસીએ. શેઠ ચાલ્યા જાય છે. ત્યાં રૂસ્તામાં કાળો કાળો હબસી જે હાથમાં ગેરો લઈને ઉભેલા ભીલને જે. શેઠને બધાને આવતા જોઈને ભીલ સામે આવ્યા. ભીલ માટે ભીલડી ખાવાનું લેવા ગઈ છે પણ હજુ આવી નથી. તે ભૂખે ડાંસ જેવો થયેલ છે. તેમાં બધાને આવતા જોયા, ભીલ કહે તમારે જીવવું છે કે મરી જવું છે? જીવવું હોય તે બધું મૂકી દે, નહિ તે હું તમને ત્રાસ આપીશ. શેઠ કહે ભાઈ! મારી પાસે એક રાતી પાઈ પણ નથી.
શેઠ કહે નહિ પાસ, કૌડી એક છ દામ,
બકે હિત ભાત હૈ, આવે તે લે લો કામ, ર. શેઠ ભલને કહે છે, મારી પાસે ફૂટી બદામ પણ નથી, પણ આ નાના બાળક માટે ડું ભાતું લાવ્યા છીએ તે અમારી પાસે છે. બીજું કાંઈ નથી. માત્ર આઠ લાડવા છે. તેમાંથી ચાર લાડવા બાળકો માટે રાખ. બાકીના લઈ જા, પણ ભીલ ન માન્યા. તેથી બધા દઈ દીધા. નાના બાલુડા કહે બાપુજી! એક લાડે તે રાખો. અમને બહુ ભૂખ લાગી છે. અમારે ખાવા તે રાખે. બેટા ! તમને તે કાલે મળશે પણ એને બિચારાને કેણ આપશે ? શેઠ પાસે મુડીમાં જે ગણે તે માત્ર આઠ લાડવા હતા, તે આપી દીધા. હવે તેમની પાસે બીજું કાંઈ હતું નહિં. જુઓ કર્મના ખેલ! શેઠે ખાવા લાડવા આપ્યા પણ ભાગ્ય હોય તે ખવાય ને! શેઠ પાસેથી લાડવા તો ગયા પણ સાથે ૪ લાખની મિલ્કત પણ ગઈ. લાડવા સાથે રને પણ ગયા. હવે બંને બાળકો કહે છે, ભૂખ લાગી છે. શેઠ શું કરશે ને પેલા લાડવાનું શું થશે તે અવસરે.
વ્યાખ્યાન નં. ૩૧ શ્રાવણ વદ એકમ શનિવાર રક્ષાબંધન તા. ૧૫-૮-૮૧
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતજ્ઞાની વીતરાગ ભગવતે જગતના જીવોના કલ્યાણ માટે મહાન મંગલકારી વાણી પ્રકાશી. ભગવાનની વાણી સર્વ જીવને દુખથી મુક્ત કરાવનારી અને શાશ્વત સુખને આપનારી છે. ભગવાન જગતના જીવને તરવાનો રસ્તો બતાવતા કહે છે કે હે જીવો ! તમે આગળ પાછળ જોતાં શીખો. આગળ પાછળ અર્થ શું ? જેની આગળ પાછળ જતાં શીખવાનું છે? શરીરની