SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ શારદા ૨ન જેવાથી સિંહ પણ નિર્વેર બની જાય છે. મારા પ્રત્યે સિંહ તે નિર થઈ ગયો, પણ હું મારા જેઠને નિર્વેર ન બનાવી શકી. છે. સિંહના ઉપસર્ગમાંથી નીકળીને સતીએ સંથારો પા. ચાલતા ચાલતા બરાબર મધ્યાહ્ન સમયે મયગુરેડા સરોવરની પાળે બાવી. તૃષા લાગી હતી. ભૂખનું દુઃખ પણ વધી રહ્યું હતું ને થાક તે બેડર લાગ્યા હતા. મયણરેહ સરોવરની પાળે આરામ કરવા બેડી. પંચ પરમેષ્ટિને નમન કર્યા, પછી આજુબાજુના વન ખંડોમાં ઘૂમીને ફળે એકઠા કર્યા ને ભોજન કર્યું. સરોવરમાંથી પાણી લાવીને તૃષા શાંત કરી. ચાલી ચાલીને ખૂબ થાકી ગઈ છે. હવે ચાલવાની શક્તિ રહી ન હતી, તેથી કલીવનમાં સૂઈ ગઈ. ઉંઘમાં ઉપદ્રવ કદાચ આવે તે સાધારી સંથારો કરીને પંચ નવકારમંત્રનું અને ચાર માંગલિકનું શરણ સ્વીકારી નિર્ભયતાપૂર્વક સૂઈ જાય છે. રાત પડી જાય છે. એક બાજુ રાત્રીને ઘનઘેર ભયંકર અંધકાર અને બીજીબાજુ રાતના રાજા જંગલી શિકારી સિંહ, વાઘ, વરૂ વગેરેની વગડામાં કલેજા ધ્રુજી ઉઠે એવી કારમી ભયંકર ચીસે પડે છે. મહાસતી એકદમ સફાળી જાગી ઉઠી, ચીસો સાંભળીને ત્રાસ પામે છે. ઉંચે આભ ને નીચે ધરતી છે. પ્રકાશ પણ નથી કે ખબર પડે કે આ દિશામાંથી વાઘ આવી રહ્યો છે તે આ બાજુ નીકળી જઈએ. ઈ શરણ નથી, કાયા કરે છે પણ બેટી હાયેય નથી કરતી. બસ એ તે નવકારમંત્રના કારણમાં લીન બની ગઈ. અહો ! અનંતા સિદ્ધ ભગવંતે, કેવળી ભગવંતે, આચાર્યો, ઉપાધ્યાયે અને સાધુ-સાધ્વીઓ આ બધાનું શરણ મારી પાસે છે, પછી મને શું - જગલમાં પુત્રને જન્મ બરાબર મધરાત થઈ. ત્યાં મયણરેહાને પ્રસૂતિની ભયંકર વે ના ઉપડી. અત્યારે તેની પાસે કોઈ સહાયક નથી. નથી દાસ દાસી કે નથી નોકર ચાકર. અત્યારે તે તેના સગા ઝાડપાન અને વનચર પ્રાણીઓ છે. એક યુવરાણી જેના એક રેમમાં પણ રોગ જાગે તે વૈદ્યોની દોડાદોડી મચી જાય, એ આજે ભયંકર જંગલમાં સાવ નોંધાવી હતી, ને પ્રસૂતિની વેદના એને કરી રહી હતી. પ્રસૂતિના સમયે સાધારણ રીતે કદાચ તેની પાસે કેઈ ન હોય તે આડોશી-પાડોશી પણ તેની સેવા કરે છે. પણ મયણરેહાની પાસે અત્યારે કેઈ નથી, છતાં તે ગભરાઈ નહિ. પણ પિતાના આત્માને ઉપદેશ આપે છે. તે આત્મા ! જે કર્મો ઉદયમાં આવ્યા છે તે સમભાવે ભોગવી લે. તું પાડોશી બનીને જોયા કર, પણ હાયય કરીશ નહિ. વેદનાને સમભાવે ભેગવતા તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ઓહ સંસાર! તારા કેવા વિચિત્ર ખેલ! કોણે કપ્યું હતું કે એક રાજપુત્ર આ રીતે જંગલમાં જન્મશે ! યુવરાજ્ઞીએ પુત્ર જન્મના કેવા કેવા મરથી ઘડયો હશે. પણ આફત આવતા એ બધી બાજીઓએ અણધાર્યો પલ્ટે લીધો. જેની સેવામાં પ્રસૂતિ સમયે હજાર હજાર દાસીઓ ખડે પગે ખડી હોત, એ યુવરાણી આજે એકલી હતી ને એ પણ ભર જંગલમાં કાળી કાળી મધરાતે! તે સતીએ કંઈક શાંતિ અનુભવી. પોતે શીલરક્ષાની ખાતર આમ નાસી છૂટી અને પુત્રને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy