SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૨૭૫ ભરી પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યાં પ્રભાતને સમય થયો અને એક અમલદારડી લઈને નીકળે. તે સમયે બાળક રડવા લાગ્યો. તેને રડવાને અવાજ સાંભળી અમલદાર અહીં આવ્યા. આ બહેનને બેઠેલી જોઈને કહ્યું કેમ બેન ! તું સાવ એકલી બેઠી છે? સતીએ બધી હકીકત કહી. આ વાત સાંભળતા અમલદારનો પિત્તો ગયો. તેને ગુસ્સો આવ્યો. હતભાગી ! તું આવા કામ કરે છે? ગાડીવાળો અમલદારને જોઈ ને ધ્રુજવા લાગ્યો. તે કહે છે મને આ નાગપાશમાંથી છેડાવો. હું ફરીને હવે આવી ભૂલ નહિ કરું, સતી ત્યાં આવે છે. એને કયાં કોઈની સાથે વેરભાવ રાખવા છે? સતીએ કહ્યું, નાગદેવ! આપ આપના સ્થાને ચાલ્યા જાવ. સતી એટલું બોલી કે નાગ ત્યાંથી ચાલ્યા ગયે. અમલદાર કહે-તને તે બરાબર શિક્ષા આપું. ત્યાં તેને ચાબૂકના માર માર્યા અને અમલદાર પોતે સતીને અને બાળકને લઈને ગામમાં આવ્યા. તેણે લોકોની સમક્ષ સતીના સાહસની વાત રજુ કરી ને તેની પ્રશંસા કરી. ભારત દેશની દરેક નારી જે આવી સાહસશીલ બને તે એમની સામે કઈ પાગલ પુરૂષ આંખ ઉંચી કરી શકે નહિ. અબલાએ પ્રબલા બનવાની ખાસ જરૂર છે. તેમ કહી ગાડીવાળાને સખ્ત શિક્ષા કરવાનું કહ્યું, ગાડીવાળો કહે, માબાપ ગરીબ છું. મારી પાછળ આખું કુટુંબ છે, મને માફ કરો. સતી; દયાળુ હતી. તે કહે એને છોડી દે, પણ એટલો નિયમ લે કે જીવનમાં કયારે પણ પર સામું જોઈશ નહિ. ભલે, હું હવે ભૂલ નહિ કરું. ગાડીવાળાએ ત્યાં પ્રતિજ્ઞા કરી એટલે તેને છોડી મૂક્યો. આ દષ્ટાંતમાંથી આપણને એ જાણવા મળે છે કે નારીએ નાજુક ફૂલ જેવા નહિ પણ અવસરે તીથ તલવારની ધાર જેવા પણ બનવાની જરૂર છે. આ સતીએ શીલને ખાતર આટલું કષ્ટ વેડયું પણ એની ચારિત્રની ચૂંદડીને ડાઘ પડવા દીધું નહિ. સતી સ્ત્રીઓ શીલની સૌરભથી સમગ્ર જગતને સુવાસિત બનાવે છે. આવી મયણહા સતી શીલતા રક્ષણ માટે રાજભવના સુખો છોડી એકલી વનની વાટે નીકળી ગઈ. શીલના પ્રભાવે સિંહ નિર્વિષ બન્યોઃ ચાલતાં ચાલતાં રસ્તામાં સિંહની ગર્જના સંભળાઈ, પણ તેથી ડરી નહિ. તે તે એમ વિચાર કરવા લાગી કે સિંહ મારશે તે આ સ્થૂલ શરીરને, પણ આત્માના ગુણોનો નાશ કરી શકશે નહિ. જે મને સિંહ પ્રત્યે વૈરભાવ નથી, તો તે મારા સ્કૂલ શરીરને પણ મારી શકશે નહિ, કારણ કે મને જે તેના પ્રત્યે વેરભાવ નથી તે પછી તેનામાં મારા પ્રત્યે વૈરભાવ કયાંથી હોય ! ગઈકાલે કહ્યું હતું કે જેનામાં અહિંસા છે તેની આગળ ધરભાવ ટકી શક્તો નથી. સતીએ સિંહને જેયો પણ સિંહથી ડરી નહિ. સિંહને જોઈને મયણરેહાએ સાગારી સંથારો કર્યો, અને બધા જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કર્યો. તેના મનમાં નથી ભય કે નથી ક્રોધ, તેના હૃદયમાં સિંહ પ્રત્યે પણ પોતાના વહાલા પુત્ર ચંદ્રયશ જેવો પ્રેમભાવ હતો, પણ વિરભાવ ન હતું, તેથી તે સિંહ પણ ત્યાંથી ચાલ્યા ગયે. તે મનમાં કહેવા લાગી, અરે સિંહરાજ! તમે નિર્વિષ બની ગયા પણ મારા જે નિર્વિષ ન બન્યા તે ન બન્યા. બીજું નિ થઈ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy