SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૨૭૭ જન્મ થયે, એનું દુઃખ એણે ન અનુભવ્યું, પણ ધર્મરક્ષાનું કર્તવ્ય અદા થયું એને એને આનંદ હતા. જે પ્રમાણે પૂર્વદિશા સૂર્યને જન્મ આપે છે અને સૂર્ય અંધકારને નાશ કરે છે તે રીતે તે પુત્ર મયણરેહાના ચિંતારૂપી અંધકારને દૂર કરનારો થયે. મયણરેહા પુત્રને જોઈને પોતાના મનમાં કહેવા લાગી હે પુત્ર! તું ક્યાં જ છે! જો તું રાજમહેલમાં જ હોત તે તારા જન્મ-મહોત્સવ નિમિત્ત કેદીઓ જેલમુક્ત થાત અને ગરીબેને દાન આપવામાં આવત, પણ તું તે જંગલમાં જન્મે છે. પુત્રના જન્મ પછી વેદનાને કારણે મયણરેહા બેભાન બની ગઈ. સરોવરના જળમાંથી જન્મેલી પવન લહરી સિવાય તેને શુદ્ધિમાં લાવનાર બીજી કઈ સખી કે દાસી પાસે ન હતું. ઝાડ પરના પક્ષીઓ સિવાય પુત્ર જન્મની વધામણીને આનંદ કરનાર બીજા કેઈ વજન ત્યાં હતા નહિ. અત્યારે કુદરતી વસ્તુઓ હવા-સૂર્ય સિવાય બીજું કઈ તેની પાસે ન હતું. કુદરતની વસ્તુઓ પણ સહાય કરે છે. સૂર્ય કેઈ જાતના ભેદભાવ વગર જગતને પ્રકાશ આપે છે. છતાં તે તમારી પાસે તેનું બીલ માંગે છે ખરો? ના. , તપે સૂરજ યુગેના યુગથી એની ગરમી જગતને જીવાડે શિતળ કિરણે શશી જ્યાં પ્રસારે, મીઠી નીંદરમાં જગને સુવાડે જેમ બંને પ્રકાશે કંટાળ્યા વગર, એમ રાવી કે દિવસને જાણ્યા વગર ” મારી શક્તિ વપરાજે પરમાર્થમાં...હું જે કંઈ ભક્ત ભગવાન પાસે પ્રાર્થના કરતાં એ માંગે છે કે હે પ્રભુ! હું તારી પાસે બીજું કંઇ માંગતા નથી. માત્ર એટલું માગું છું કે મારી શક્તિ દુખીઓને દુઃખ દૂર કરવામાં, ગરીબોના બેલી બનવામાં ને બીજાને સહાય કરવામાં વપરાજે. પવન આવવાથી સતી ભાનમાં આવી. અરરર...દીકરા, તું રાજમહેલમાં હતા તે તારી બધી આશાઓ પૂરી થાત. આજ તારા જન્મની વધામણી દેવા કેણ જાય?. સતીને મનમાં ઓછું આવી ગયું તેથી રડે છે, પણ ધર્મિષ્ઠ છે, એટલે મનને વાળીદે છે, સ્વભાવમાં ઠરી જાય છે. સતી અને પુત્ર અને સૂતા છે. ત્યાં શું બનશે તે અવસરે. ચરિત્ર:–શેઠે કરેલું બહુમાન:–ઉદયચંદ્ર શેઠે સાગરદત્ત શેઠને તથા બધાને સ્વાદિષ્ટ રસવંતા ભેજન ખૂબ ભાવથી આગ્રહપૂર્વક જમાડયા, પછી શેઠ જવાની રજા માંગે છે, શેઠ કહે, તમને નહિ જવા દઉ. મારી બાજુને બંગલે ખાલી છે. આપ તેમાં રહો. આપને નેકરી કરવી નથી. આપ મારે ત્યાં રોજ જમી જજે. તારામતી શેઠાણ હોવા છતાં શેઠના ઘરના કામકાજમાં જોડાઈ ગઈ. એકબીજા વચ્ચે ખૂબ પ્રેમ જામી ગયો. શેઠ કહે છે, આપ જેવા પુણ્યવંતના પગલા મારે ત્યાં કયાંથી હોય! આપને નહિ જવા દઉં. સાગરદત્ત કહે, હું ફરીને આવીશ, પણ અત્યારે જવા દો. વળી આમ બેઠા બેઠા ખાવું એ માનવનું કર્તવ્ય નથી. હું તે મહેનત મજુરી કરીને જમીશ. શેઠ કહે. આપ મારે ત્યાં થોડા દિવસ રહો. હું આપને નોકરી કે ધંધાનું ઠેકાણું પાડી દઈશ. જેથી આપના દુઃખના દિવસો ચાલ્યા જાય. મેં આપને દુઃખ આપીને જે પાપ કર્યા છે તે પાપ છેવાને આ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy