SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૨૬૯ જાર્યાથી ન ગયાતિ દુર્ણ જ્ઞ જ મુથૈ ” મનસ્વી અને કાર્યથી માણસે સુખ કે દુઃખની ગણના કરતા નથી. ચાલતાં ચાલતાં મયણુરેહા એક મહા અટવીમાં પહોંચી. રાત પ્રભુના ધ્યાનમાં પસાર કરી. સતી ધાર જંગલમાં પેાતાની જાતને સ્વસ્થ માને છે. બસ, હવે અહી' રાજા તરફથી શીલપર આક્રમણ નહિ આવે. એમ માની આશ્વાસન લે છે. જીવનમાં પવિત્રતાના અથાગ રાગ જુદા જ હિસાબ મંડાવે છે. સવાર પડી તેાય રક્ષણની બુદ્ધિથી અટવીમાં આગળ ને આગળ ચાલી જાય છે. ત્યાં તેણે સિંહગર્જના સાંભળી, પણ તે ગ ના સાંભળીને ભય ન લાગ્યા. તે કહેવા લાગી કે સિંહ ! તને ક્રૂર કહેવામાં આવે છે. પણ તે હું તારી અને નગરના લોકોની તુલના કરુ તેા તારા કરતા નગરજના વધારે ક્રૂર નીકળશે. તું તા આ સ્થૂલ શરીરને ખાઈ જાય છે, પણ નગરના લાકે તા સત્ય શીલ આદિ આત્માના ગુણેાને ખાઈ જાય છે. મયણુરેહા સિ'હની ગર્જના જે ખાજીથી આવી હતી તે ખાજુ ચાલવા માંડી. કહ્યું છે કે, “ Ëિત્તા પ્રતિષ્ઠાયાં તસન્નિધી વૈજ્સ્થાનઃ । ” જેનામાં અહિંસા હાય છે તેની આગળ વૈરભાવ તા ટકી શકતા નથી. મયણુહા ચાલી રહી છે. રસ્તામાં તેને સિહુ મળશે ને શુ બનશે તે અવસરે, ચરિત્ર :-સાગરદત્ત શેઠના કેવા ઘારકમના ઉદય થયા છે કે એક સેાનાની થાળી માટે તેમના પર ચારીના આક્ષેપ મૂકાયા. પેાલીસેાના હંટરથી માર ખાધા. ગડદાપાટુથી પહાડચા. શેઠ બેભાન થઈ ગયા. માર મારીને લેાહી નીકળ્યા. અંતે સાચી વાત પ્રગટ થતાં ઉદયચંદ્ર શેઠ શરમાઈ ગયા. તે પણ સાગરદત્ત જ્યાં ઝુંપડીમાં રહે છે ત્યાં આવ્યા, આવીને સાગરદત્ત શેઠના ચરણમાં પડીને કહે છે, શેઠજી! મેં આપને વગરવાંકે નિર્દોષ હોવા છતાં ખૂબ દુ:ખ-ત્રાસ આપ્યા. અમે થાળીએ પહેલા ગણી હોત તે। આ દશા ન થાત. એક થાળીના કારણે કેટલુ કષ્ટ આપ્યું! મારી ભૂલ થઈ છે. મને ક્ષમા કરો. સાગરદત્ત કહે છે, ભાગ્યમાં જે બનવાનું છે તેમાં કાણુ મેખ મારી શકે ? એમાં તમારા દોષ નથી. દોષ મારા કર્મના છે. મને આપના પર જરાય રાષ નથી. ઉદયદ્ર કહે મારી એક અરજી, માના તે આવે સતાષ; ઘરે પધારો મ્હાણે પાવણાં, જહુ મેં જાણુલા થારા પ્રેમ, મારી એક વિનંતી સ્વીકારા તે મને સતાષ થશે. આપ મારા ઘેર પધારો. સાગરદત્ત કહે, હુ આપને ઘેર નહીં આવું! ઉદયચંદ્ર કહે−હું આપને બાજુમાં ઘર છે તે રહેવા માટે આપીશ. શેઠ, આપની કૃપા-અમીષ્ટિ છે તેા ખસ છે. ઉદયચંદ્ર શેઠ ઘણું કરગરે છે, કાલાવાલા કરે છે. હું આપને લીધા વિના જવાના નથી. શેડના અતિ આગ્રહથી સાગરદત્તે હા પાડી. સાગરદત્ત સાગર જેવા ગંભીર હતા. પેાતાને ત્રાસ આપ્યા તે બધી વાતને પોતાનામાં સમાવીને તેમના ઘેર જવા તૈયાર થયા. તારામતીને કહે, ચાલા આપણે ઉદયચંદ્ર શેઠને ઘેર જવાનું છે. ઉદયચંદ્રે તેમનું સારી સારી સ્વાદિષ્ટ મીઠાઇઓથી સ્વાગત કર્યું. સાનાની થાળીમાં જમવા બેસાડયા. સેાનાની થાળી જોઇને ક્ષણુભર મનમાં થયું કે
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy