SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ શારદા રત્ન આ થાળીઓ મારી છે, પણ બીજી જ ક્ષણે આત્માને કહે છે, તું એના તરફ દૃષ્ટિ ન કરીશ, એ થાળીએ તેા તને માર મરાવ્યા. જે તારા ભાગ્યમાં હાત તા શા માટે જતી રહેત ? એમાં મારાપણુ ન કર. ઉયચંદ્ર શેઠે તેમને પ્રેમપૂર્વક જમાડયા, પછી શેઠ જવાની રજા માંગે છે. ઉદયચંદ્ર શેડ જવાની ના પાડે છે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૨૯ શ્રાવણ સુદ ૧૪ ને ગુરૂવાર તા. ૧૩-૮-૮૧ અનંતજ્ઞાની ભગવાને છ દ્રવ્યાનુ સ્વરૂપ સમજાવ્યું છે. ધર્માસ્તિકાય; અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ. આ છ દ્રવ્યામાં મુખ્ય એ દ્રવ્ય છે. જીવ અને પુદ્ગલ. લાકમાં જીવા અનંતાનંત છે અને એ અનંત અનંત કાળથી જન્મ મરણ કરી રહ્યા છે. જે જીવા શરીર, કર્મ અને માહના સકજામાંથી સથા મુક્ત થયા છે, એ સિદ્ધના જીવાને જન્મ-મરણુ નથી. બાકીના બધા જીવા જન્મ-મરણના સકંજામાં ફસાયા છે. જન્મ મરણ એ જીવની શાખાશી નથી પણ નાલેશી છે. જન્મ તા અજ્ઞાન જીવા માટે પાપી જીવનની શરૂઆત કરી આપે છે. એ જીવનભરના પાપમય વિચાર, વાણી અને વર્તનના ફળ ભાગવવા સંસારના દુઃખદ ભવા કરવા પડે છે. જે જન્મની પાછળ મૃત્યુની ફાંસી અને જે જન્મ લીધાથી જીવનભર દુઃખદ પાપા તથા ભવના ફેરા વધે એ જન્મ શાખાશી ગણાય ખરા ? જન્મ છે માટે માતની ફાંસી છે. તેા જન્મ એ ગુના છે. કેવા ગુનાની સજા ફાંસી થાય ? બહુ મોટા ગુનાની ને ! તેા જન્મ એ માટે ગુના છે, પણ મનુષ્ય જન્મ મળ્યા પછી જો એવું ઉચ્ચ અહિંસા, સંયમ અને તપમય . જીવન જીવાય કે જેથી અહીંનું મૃત્યુ એ છેલ્લુ' મૃત્યુ બને, પછી જન્મ પણ નહિ ને મૃત્યુ પણ નહિ, બસ સીધે। મેાક્ષ. આપણા આત્મા પણ અનંતાનંત જીવાની જેમ જન્મ મરણના પજામાં ફસાયેલા છે. આત્મા એ સ્વતંત્ર દ્રવ્ય છે અને નવાનવા જન્મે નવી નવી કાયામાં કેદ પૂરાય છે. આપ આટલું યાદ રાખા કે “સ વિના જન્મ નહિ,” જો જીવ આઠ કર્મીને ખપાવીને માક્ષમાં જાય તા ત્યાંથી જન્મ લેવા પડતા નથી. કર્મ છે તેા જન્મ લેવા પડશે. આત્માને કમ બંધાવાના પાંચ કારણ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યાગ અને પ્રમાદ, મિથ્યાત્વ સેવા એટલે કમ બધાય. અવિરતિમાં પડયા રહેા એટલે કર્મ બંધાય. કષાય કરો એટલે કર્મ બંધાય. અને ચાગ અર્થાત્ હિંસા જુઠ-ચારી વગેરેના વિચાર કરા, બેલા કે વર્તાવ કરે એટલે કમ બધાય, કર્મથી જન્મ, જન્મથી શરીર, શરીરથી પાછા મિથ્યાત્વાદિનું સેવન, એટલે નવા ક બંધાય. કર્મથી પાછા જન્મ, જન્મથી શરીર, અને શરીરથી પાછા પાપેા. આ બધું કયાં સુધી ચલાવવું છે ? જે જ્ઞાની છે, પંડિત છે તેને આ બધું ખૂંચે, અજ્ઞાનીને તેા આ કઈ વિચાર નાડું. કર્મ બાંધવાના પાંચ કારણ છે. તેમાં પહેલું મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે જ્ઞાનીના વચન પર શ્રદ્ધા નહિ અથવા શંકા-કુશંકા કરે એ મિથ્યાત્વ. અરિહંત ભગવાન જન્મથી અવધિજ્ઞાની હાય છે. તેમને ગર્ભમાંથી ત્રણ જ્ઞાન
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy