SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રં ત્યાગ કરી સાધુ બની જા. રાજાને પાપને ખટકારો થયો છે, એટલે સંસારથી છૂટકારો લેવાનું મન થયું. પાપ ખટકે તો આત્મા પાપભીરૂ બની શકે છે. રાજાએ ત્યાં ભગવાન પાસે સંયમ. માર્ગ ગ્રહણ કર્યો, અને પોતે જ્ઞાન-ધ્યાન-તપથી આત્માને ઉજ્જવળ બનાવ્યો. બંધુઓ! સાંભળ્યું ને ! વર જીવને કેટલો અનર્થ કરાવે છે, માટે કઈ સાથે વર રાખશો નહિ. મયણરેહા, ચંદ્રયશ, સારું ગામ યુગબાહુના મૃત્યુથી પોકે પોકે રડે છે. હાહાકાર મચી ગયો છે, છતાં સતી વિચાર કરે છે કે અત્યારે જે હું રડવામાં રહી જઈશ તે પછી છૂટી શકાશે નહિ. શીલની રક્ષા માટે વનવાસ શ્રેષ્ઠ છે. મહેલને ધિક્કાર છે કે ત્યાં રહેતા જેઠની દાનત બગડી, અને પરિણામે પતિની ઘાત થઇ. મહેલનું વાતાવરણ કલુષિત છે. સ્વચ્છ અને પવિત્ર વાતાવરણ તે વનનું છે, માટે વનમાં જવું એ જ યોગ્ય છે, પણ વનમાં જવું કેવી રીતે ? દરવાજા ઉપર પહેરેગીરો છે. હું જે અહીં રહું ને સવાર પડવા દઉં તે જોખમ છે, માટે અત્યારે જ નગર છેડી વનમાં ભાગી નીકળું. આ તે ભાગવાનું પણ કેવી રીતે? કેઈને કહેવાનું નહિ. કોઈને સાથે લેવાનું નહિ. જરા વાત ફૂટે ને રાજા જાણી જાય તે મેટી આપત્તિ ઉભી થાય. એ તો એકલા અટુલા ચાલી નીકળવાનું. ભલે, જંગલમાં થવું હોય તે થાય. મારું ભાગ્ય સાથે છે. સુખ મળે કે દુઃખ મળે, ચિંતા શી? ( આ પ્રમાણે વિચાર કરી બીજા બધા રડવા કૂટવામાં તથા અંતિમ ક્રિયા કરવામાં રેકાયેલા હતા, તે સમયે મયણરેહા પોતાના શરીર ઉપરથી આભૂષણે ઉતારી નાખી સાંદા વસ્ત્રો પહેરી વનમાં જવા તૈયાર થઈ. જાણે મીરાબાઈ ન હોય! તેની સાથે તેની રક્ષા કરવા માટે કઈ સહાયક ન હતું. તેમજ પાસે ખાવાનું ભાતું પણ ન હતું. શરીરની 'થેડી પણ તમન્ના કે પરવા કર્યા વગર શીલની રક્ષા કાજે એ મહાસતી વનની વાટે નીકળી. મયણરેહા ધર્મની જાણકાર હતી એટલા માટે તે રોવા-કૂટવાનું છોડી દઈ વીરતાને ધારણ કરી એકલી અટૂલી જવા તૈયાર થઈ. બહાર નીકળતા તેના મનમાં પ્રશ્ન થયો કે હું કયાં જાઉં? આ પ્રશ્ન થતાં તેણે પ્રભુનું સ્મરણ કર્યું. આત્મા કયારેક વિપત્તિમાં ઘેરાઈ જાય અને કઈ દિશા ન સુઝે ત્યારે એક ચિત્તે પ્રભુનું સ્મરણ કરવાથી તેને અંતરાત્મા એને જવાબ આપે છે. આ રીતે મયણરેહાને પણ અંતરાત્મામાંથી જાણે જવાબ મળ્યો કે તારે માટે પૂર્વ દિશામાં જવું સારું છે. તેમજ કઈ પણ કાર્ય પૂર્વ દિશા તથા ઉત્તર દિશા સમક્ષ મુખ રાખીને કરવામાં આવે છે તે કાર્ય સફળ બને છે, અને વિદને દૂર થાય છે. દક્ષિણ દિશામાં મને વાસ છે. આ રીતે વિચાર કરી સતી પૂર્વ દિશા તરફ ચાલવા લાગી. ચાલતાં ચાલતાં એક મોટા વનમાં પહોંચી. ઉંડા ખરબચડા ટેકરા અને પાતાળગુફાઓમાં થઈને રસ્તો કાપતા કાપતા કાંટા-કાંકરા આદિને ઉપદ્રવ તેણે કેટલે સહન કર્યો હશે ! એની ગણના તે થઈ શકે તેમ નથી. કારણકે સહન કરનાર ખુદ સતીને પણ તે દુઃખનું ભાન ન હતુંતેને તે વિનામૂર્તિ મણિરથથી પોતાનું શરીર અને શીયળ સાચવવા માટે જેટલે દૂર નાસી જવાય તેટલું દૂર નાસવાનું જ ભાન હતું. એ ભાનમાં કાંટા કાંકરા આદિના દુઃખે તે દબાઈ ગયા હતા. સત્ય છે કે “માવી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy