SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રંર્ન કર્યો પણ ભગવાને તે સામી શીત લેશ્યા મૂકી. એ ગોશાલકે ભગવાનના બે સાધુને બાળી નાખ્યા. આ કર્મ કરીને ઘેર પાપ બાંધ્યું પણ અંતિમ સમયે મરણના વિચારધારાએ પટ્ટો લીધો. પિતાના પાપને પિતાના શ્રાવકેની સમક્ષ પોકાર કર્યો, અને એ અંતરના પાપોની આલોચના કરવાથી મરણની બે ઘડી બાકી રહી ત્યારે સમતિ પામ્યા ને બારમા દેવલોકે ગયા. અહીંયા મહારાજા અંતરની આગને પશ્ચાતાપના વારિથી સીંચી હળવાફૂલ જેવા બની ગયા. રાજા અને મુનિની નિર્મળ બનેલી દષ્ટિ- મુનિ કહે છે હે રાજન! તું પાપી નહિ, હું મહાપાપી છું. સમગ્ર સંસારને દુઃખને દાવાનળ સમજી મહને લાત મારી રાગ-દ્વેષની જાળને તોડવા હું સંયમી બન્ય, છતાં ભાન ભૂલી, ભવાટવીમાં ભટકાવે એવી ભૂલો કરી. સંસારની સાંકળને મજબૂત કરી અધઃપતનની ખાઈ બેદી. એક ભવ નહિ પણ સાત સાત ભવ સુધી તને મારવાવાળો થયો. હાય.. હું મારા કુકર્મના કારણે રૂડો સંયમ હારી ગયે. અરરર...આ હતભાગીને તે આ જીવનમાં ઉદ્ધાર થાય એવું નથી. આ રીતે મુનિ પોતાની કસોટીમય આત્મકથાના પાના પર ભવ પરિભ્રમણના અંકિત અક્ષરને આંસુથી પ્રક્ષાલન કરતા હતા. મહાબાહુ રાજા પણ વિચાર કરી રહ્યા છે. આ મહામુનિને મારે શું કહેવું :શું ન કહેવું, શું આશ્વાસન આપવું! કારણ કે આ મુનિના કાર્ય પાછળ પોતે નિમિત્ત હતા તેમનું અંતર અને આંખ રડી રહ્યા હતા. મુનિ અને મહારાજા બનેના પશ્ચાતાપના આંસુથી રાગ દ્વેષના કાદવ છેવાતા ગયા. ખરેખર એમ લાગે કે ભવોભવના રૂદનને દૂર કરવા જાણે આ છેલ્લું-અંતિમ રૂદન ન હોય! હવે કર્મની ગુલામીમાંથી સ્વતંત્ર બનવા અંતર પોકારી રહ્યું હતું. એટલામાં બંનેના મહાન ભાગ્યોદયે ત્યાં કેવળી ભગવાનનું આગમન થયું. મુનિ અને રાજા બને ત્યાં ગયા. કેવળી ભગવાને બંનેના ભાવોને જાણીને વ્યાખ્યાન ફરમાવ્યું. જે જીવ અજ્ઞાનથી થયેલા અવિવેકને આધીન બની સંત જેવા સંતને પીડા ઉપજાવે છે, ત્રાસ આપે છે, તેનાથી વિશેષ બીજું કઈ પાપ નથી. તેમજ કઠોર ઉગ્ર તપસ્વી મુનિ પણ જે વિભાવદશામાં પડીને ક્રોધને આધીન બને તે ચારિત્ર રૂપી વૃક્ષને બાળી નાંખે છે. કેવળી ભગવાન પાસે પ્રાયશ્ચિત કેવળી ભગવાનની દેશના પૂરી થયા પછી બને કેવળી ભગવંતના ચરણમાં પડી પિતાના પાપનું પ્રાયશ્ચિત કરે છે. મુનિ કહે છે ભગવાન! મેં ઘણું ઘર કર્મો કર્યા છે. સંયમ લઈને સાત સાત જીની હત્યા કરી છે. આ ઘેર પાપમાંથી કયારે છૂટીશ? સાધુપણામાં ન છાજે તેવા મેં કર્મો કર્યા છે. ભગવાન મને બચાવો..બચાવો. અંતરમાં પશ્ચાતાપને જોરદાર ભઠ્ઠો સળગ્યો. તેમાં મુનિના પાપ ખત્મ થઈ ગયા. રાજા કહે છે ભગવાન ! આ મુનિને પાપ બાંધવામાં નિમિત્તભૂત હું છું, આ પાપથી છૂટકારો મેળવવા આપ કહો તે કરવા તૈયાર છું, પણ હવે આ પાપ મારે ન જોઈએ. કેવળી ભગવાન કહે, જે તારે પાપથી છૂટકારો લે છે, તે આ સંસારને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy