SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન પંડિત પુરૂષ પ્રમાદ અને પ્રમાદીજનમાં કયારે પણ વિશ્વાસ ન કરે, અને, સમયની ભયંકરતા તથા શરીરની નિર્બળતાનો વિચાર કરતા થકા ભારડ પક્ષીની જેમ સદા પ્રમાદરહિત થઈને વિચરણ કરે. આ ગાથા જાગૃતિને જવલંત સંદેશ આપી સાધકની સામે લાલબત્તી ધરે છે. આ એક જ ગાથા સંયમી જીવનને સભર બનાવી આત્માની અખંડતા પ્રાપ્ત કરવા માટે શું પૂર્ણ નથી? એક જ ગાથાના ભાવને જીવનમાં પરિણમાવે તે મઝધારે ડૂબેલે પણ શું મુક્તિ ન પામે? પરમાત્મ પદને પ્રાપ્ત કરવા માટે આ જ ગાથાના ભાવોનું મનન કરી તેમાં તન્મય થવું એ શું સાધકને માટે પર્યાપ્ત નથી? આ ગાથામાં સાધકને પ્રમાદી પુરૂષથી સાવધાન રહેવા અને સ્વયં અપ્રમત્ત બનીને જીવન વ્યતીત કરવા આદેશ કર્યો છે. નિદ્રામાં પ્રમાદ અને જાગરણમાં અપ્રમત્તતા છે. બીજા શબ્દોમાં કહીએ તે નિદ્રા, મૃત્યુ અને જાગરણ જીવન છે. એટલા માટે દ્રવ્ય અને ભાવ નિદ્રામાં સૂતેલા સંસારી જીમાં દ્રવ્ય અને ભાવથી જાગવાવાળા સંયમી પુરૂષ વાસ્તવમાં અપ્રમાદી કહેવાય છે. જગત આખું ભરનિદ્રામાં સૂતું છે, અજ્ઞાન નિદ્રાથી વ્યાપ્ત છે, ત્યારે મુનિ સદા જાગતા છે. આત્મભાવે જાગૃતિ રાખતા સાધક સંયમમાં મસ્ત હોય છે. ભગવંતે આચારંગ સૂત્રમાં કહ્યું છે કે : સુત્તા અમુળી સામુળિળો જ્ઞાતિ | અજ્ઞાની માણસ દ્રવ્યથી નિદ્રા રહિત હોય તે પણ તે સૂતેલા છે, અને જ્ઞાનીજન દ્રવ્યથી ઉંઘતા હોવા છતાં ભાવથી જાગૃત હોય છે. જે બુદ્ધિશાળી, પ્રજ્ઞાવંત આત્માને જાણવાની તમન્નાવાળા છે તે સૂતેલા છતાં જાગતાં છે, અને અજ્ઞાની દ્રવ્ય નિદ્રાથી જાણતા હોવા છતાં દર્શન મેહનીય રૂપ મહાનિદ્રાના ગાઢ અંધકારમાં સૂતેલા હોવાથી તે સદા ઉંઘતા છે. મિથ્યાત્વ–અજ્ઞાન રૂપ મહાનિદ્રામાં સૂતેલા જ સ-અસત્ના વિવેકથી રહિત હોવાને કારણે તે ભાવનિદ્રાથી સૂતેલા છે. जागरह जरा णिच्च जागरमाणस्त वड्ढए बुद्धि । जो सुअह न सो धण्णो जो जग्गइ सो सया धन्नो॥ હે મનુષ્યો ! હમેશા જાગૃત રહો. જે જાગૃત રહે છે તેની બુદ્ધિ વધે છે. જે સૂવે છે તે ધન્ય (સફળ) નથી થતું, અને જે જાગે છે તે સદા ધન્ય હોય છે, તેથી શાસ્ત્રકારોને એ ઉપદેશ છે કે સૂતેલા પ્રમાદી જીવોમાં જાગવાવાળા અને જાગતા થકા જીવન વ્યતીત કરવાવાળા પ્રતિભા સંપન્ન સંયમી પુરૂષ ભૂલથી પણું પ્રમાદનું સેવન ન કરે અને પ્રમાદી પુરૂષોને વિશ્વાસ ન કરે. તેમજ અસંસ્કૃત જીવન પર વિશ્વાસ ન કરે, કારણ કે આયુષ્ય કયારે પુરૂં થશે, તેની ખબર નથી. કાળને વિશ્વાસ કેમ કરી શકાય? અલ્પ જીવનમાં પણ જે પ્રમાદના પ્રલોભનમાં ડૂબી જવાયું ને નિદ્રાને આધીન બની બેભાન બની જવાયું તે જિંદગીનું સાફલ્ય હાથે કરીને હાથથી સરી જવાનું, કારણ કે જે રાત્રીએ જાય છે તે ફરીને પાછી આવતી નથી. માટે સાધક પ્રતિબદ્ધ હોય. તે વિચારે કે આ દેહ મળ્યો છે દેહાતીત થવા, ભવ મળે છે ભગવાન થવા, શરીર મળ્યું છે સર્વજ્ઞતા મેળવવા, જીવન મળ્યું છે, જગદીશ થઈ આત્માનું અખંડ જીવન
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy