SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શારદા રં– મેળવવા માટે, જ્ઞાન આપણને પોકારી પોકારીને કહે છે કે પતન છે પ્રમાદમાં, અને ઉત્થાન છે આત્માનંદમાં. અનુભવીઓ પણ કહે છે કે – આનંદ છે આત્મ મસ્તીમાં, મળે જાગૃતિની ક્ષણમાં, સાધના સાવધાનીમાં, પતન પ્રમાદની પળમાં, સાચો આનંદ જાગૃતિની ક્ષણમાં જે આત્મમસ્તીમાં મળે છે તેમાં છે. આત્મા જેટલો પાપકર્મથી સાવધાન રહે છે તેટલી તે સાધના કરી શકે છે. જીવને ગંધાતી થાળીમાં જમવું ગમતું નથી, મેલી પથારીમાં સૂઈ જવું ગમતું નથી, મેલા-ગંધાતા કપડા પહેરવા ગમતા નથી, તે પછી પાપ રૂપી મેલવાળા કપડા પહેરવા કેમ ગમે? માટે પાપથી જેટલી સાવધાની તેટલી આત્માની ઉન્નતિ. જીવને સંસારમાં પાડનાર હોય તે તે પ્રમાદ છે. માટે પંડિત-પ્રજ્ઞાવાન પુરૂષ પ્રમાદી છોને કયારે પણ વિશ્વાસ કરે નહિ. જે આત્માને આનંદ માણવો હોય તો પરભાવની પસ્તીને ફેંકી દો. પ્રમાદજન્ય સુસ્તીને ઉડાડી નાંખે અને જાગૃત બને. ભગવતી સૂત્રના ૧૨ મા શતકમાં જયંતિકા શ્રાવિકાઓએ ભગવાનને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! જી જાગતા ભલા કે ઉંઘતા ભલા ? ત્યારે ભગવાને કહ્યું, હે જયંતિકાજી! કંઈક જ જાગતા ભલા ને કંઈક છે ઉંઘતા ભલા. ભગવાન ! આપ તે કેવળજ્ઞાની છે. મન મનની, સમય સમયની ને ઘટ ઘટની વાત જાણે છે. આ અજ્ઞાન શ્રાવિકા માપના જવાબને બરાબર સમજી શકતી નથી. આપ કૃપા કરીને કહે કે કયા જી. - ગિતા સારા અને કયા છે ઉંઘતા સારા કરૂણાસાગર ભગવાને કહ્યું, જે જીવો ' ધર્મિષ્ઠ છે, સદાચારી છે, પ્રમાણિક છે, અને જે ૧૮ પ્રકારના પાપથી ભયભીત છે તેવા જીવ જાગતા ભલા અને જે જીવો અધમી છે, જેમને પાપનું ભાન નથી. ૧૮ પ્રકારના પાપનું સેવન કરે છે તેવા જ ઉંઘતા ભલા. જે જીવ જાગતા છે તે આત્મમસ્તીમાં મસ્ત બનતા પ્રમાદ નથી કરતા. જ્ઞાની કહે છે બા મુદ્દત્તા નવરું ર” કાળ ભયંકર છે અને શરીર નિર્બળ છે. ગમે તેવા બળવાન શરીરવાળો હોય પણ કાળને એક પુરવેગથી આવતે પંજો તેને નિર્બળ બનાવી ધરાશાયી કરતાં વાર નહિ લગાડે, માટે શરીરની નિર્બળતાને સમજી તેમજ શરીર અનેક રોગનું ઘર છે, એમ સમજીને આત્માથી પુરૂષ પ્રમાદ કરતા નથી. આ શરીરની અસ્થિરતા બતાવતા એક શ્લોકમાં કહ્યું છે કે योकत्र दिने न झुक्रिरथवा निद्रा न रात्रौ भवेत् । विद्रात्यम्बुज पत्रवहनतो ऽभ्या शस्थिताद्यद् ध्रुवम् । अस्त्र व्याधि जलायितो ऽपि सहसायव्य क्षयंगच्छति । प्रातः काऽत्र शरीरके स्थिति-मति शेऽस्यको विस्मयः ॥ આ શરીરને જે એક દિવસ ભજન નથી મળતું અથવા રાતના ઉંઘ નથી આવતી તે જેમ અગ્નિની પાસે રહેલું કમળનું પાંદડું કરમાઈ જાય છે એવું આ શરીર પણ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy