SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન કામવાસનાનું વિષ ચહ્યું છે, તેથી પોતાના સગા લઘુ બંધવને મારવા તૈયાર થયું. જ્ઞાની ભગવંતે આપણને ટકોર કરતા કહે છે. कामेहि य संथवेहि गिद्धा, कम्मसहा कालेण जंतवो । તા ૧૬ વંધનુષ, વ ગાડયમ દર | સૂય. ૨-૧-૬ વિષયભોગની તૃષ્ણામાં તથા માતા, પિતા સ્ત્રી, પુત્ર આદિ પરિચિત જનમાં આસકત રહેવાવાળા જીવ કર્મફળના ઉદયે પોતાના કર્મોના ફળ ભોગવતા આયુષ્ય સમાપ્ત થવા પર મરી જાય છે. જેવી રીતે બંધનથી છુટેલું તાલફળ નીચે પડી જાય છે તેમ. શાસ્ત્રકાર બતાવે છે કે કયા જીવો દુઃખી છે? ભવાટવીમાંથી બહાર નીકળવાની બારી કયા જીવોને નથી મળતી? જે આત્મા પાંચે ઈદ્રિના વિષયેના સંપર્કમાં જેમ જેમ આવે છે તેમ તેમ તેની આસકિત વધતી જાય છે. સૂયગડાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં ભગવાન બેલ્યા છે કે – जस्सि कुले समुप्पन्ने, जेहिं वा सवसे नरे । ममाइ लुप्पइ बाले, अण्णे अण्णेहिंमुच्छिए ॥ ४ મનુષ્ય જે કુળમાં ઉત્પન્ન થાય છે અને જેની સાથે નિવાસ કરે છે તેમાં મમતા રાખતા થકા તે પીડિત થાય છે. તે મૂઢ બીજા પદાર્થોમાં આસક્ત બનતો રહે છે. કે મનુષ્ય જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ઉગ્રકુળ, ભેગકુળ આદિકુળમાં જન્મ લે છે તે કુળની સાથે તેની મમતા, મૂછ ગાઢ થતી જાય છે. જે કામમાં, જાતિમાં મનુષ્ય ઉત્પન્ન થાય છે તેની સાથે તેને સ્નેહ થઈ જાય છે. તે તે કુળ, જાતિ, દેશ, સંપ્રદાયને પિતાના માને છે. અને તેનાથી ભિન્ન કુળ આદિને પરાયા માને છે. તેથી એકના પ્રત્યે રાગ બંધન થાય છે, અને બીજા પ્રત્યે પ્રાયઃ ઈર્ષા, દ્રષ, વૈર, વિરોધ થઈ જાય છે. અવિવેકી અને મોહાંધ માણસ સ્વાર્થવશ પોતાના માનેલા કુળ આદિને પક્ષ લે છે. તેમનાં સુખ, સુવિધાઓનું ધ્યાન રાખે છે. તેમની ભૌતિક ઉન્નતિને માટે પ્રયત્ન કરે છે. એવી કોઈ પણ વ્યકિતના પરાજયની કે દુઃખની વાત સાંભળે છે તે તે મમત્ત્વના કારણે દુઃખી થાય છે. કદાચ તેનું મૃત્યુ થાય તે શોક, વિલાપ, રૂદન કરે છે અને વિયેગમાં માથું પટકીને મરી જાય છે. આ રીતે માતા, પિતા, ભાઈ, બહેન આદિની સાથે નિવાસ કરે છે. તેના પ્રત્યે પણ તેને મેહ અને રાગ થઈ જાય છે. બાળક જન્મે છે ત્યારે તેને માતા પ્રત્યે પ્રેમ થાય છે. થડ મોટો થાય ત્યારે રમકડા પર પ્રેમ થાય છે. એથી આગળ વધતા બાપ, દાદા, દાદીને પ્રેમ થાય છે. મોટો થતાં સ્કૂલમાં જાય ત્યાં વિદ્યાર્થી જીવનમાં મિત્રને રાગ થાય છે, પછી યુવાન થતાં લગ્ન કર્યા એટલે પત્નીને પ્રેમ, ધંધાને પ્રેમ થાય છે. મેહના કારણે તે સમજે છે કે આ બધા મારા છે ને હું તેને છું. અરે માતા આદિ ઈષ્ટજને પર રાગ થાય છે, એટલું જ નહિ પણ પિતાના શરીર પર અને સોનું ચાંદી આદિ જડ પદાર્થો પર અને દ્વિપદ આદિ ચેતન પ્રત્યે પણ તે ગાઢ આસક્ત થાય છે. તે પદાર્થો તૂટવા-ફૂટવા પર તેના પ્રત્યેની મૂર્છાને કારણે તે રડે છે, ઝુરે છે, ખાવું
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy