SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શારદા રત્ન પીવું છોડી દે છે અને કયારેક તે આપઘાત કરી બેસે છે. આ બધા મમત્વના ખેલ છે. જીવ તુચ્છ વસ્તુઓના મોહપાશમાં બંધાઈને રાત દિવસ નવાનવા કર્મોને બંધ કરે છે. કામગમાં આસક્ત અને પરિવારમાં મૂર્ણિત બનતે જીવ ઘણું કર્મો બાંધે છે. કામગોનું સેવન કરીને તૃપ્તિની આકાંક્ષા કરે છે, પરંતુ તે તૃપ્તિ ક્ષણિક હોય છે. વાસ્તવમાં તે તે અતૃપ્ત રહી જાય છે. જેવી રીતે તરસ્યો માણસ મૃગજળના પાણી તરફ દોડીને ત્યાં પહોંચવા છતાં પોતાની તૃષા શાંત કરી શકતો નથી. દિવસના અસ્ત સમયે પૂર્વ દિશાની તરફ પિતાના પડછાયાને પકડવા માટે દોડનાર મનુષ્યને પિતાની છાયા હાથમાં આવતી નથી. તેવી રીતે કામગના સેવનથી કદી તૃપ્તિ થતી નથી. જેમ અગ્નિમાં ઘી નાખવાથી અગ્નિ વધુ પ્રજ્વલિત બને છે તેમ કામોનું સેવન કરવાથી અને પરિચિત પરિજને પ્રતિ ગાઢ આસકિત રાખવાથી કર્મબંધ થાય છે. “મના મા સત્તવો પણ જ્યારે કર્મને ઉદય થાય છે ત્યારે કર્મના ફળ જીવને પોતાને ભોગવવા પડે છે. પ્રભુ કહે છે કે હું મારા દાખલ આપીને કહું છું કે મેં જે પ્રકારે કર્મો બાંધ્યા હતા તે મારે ભોગવવા પડયા છે. કરમ છેડશે ના તને કઈ કાળે, જનમ જ્યાં ધરે તું ત્યાં તને સંભાળે કરમ થશે આ મૂકીને અચાનક જવાનું, સ્વજન કેઈ સાથે નહીં આવવાનું, જશે જીવ તારા કરમના સહારે, કર્યા જે પ્રમાણે ફળે તે પ્રકારે...કરમ A કરેલાં કર્મો કેઈને છોડવાના નથી. જ્યારે જીવ અહીંથી પરલોકમાં જશે ત્યારે વજન, પૈસા કેઈ સાથે નહીં આવે, ત્યારે જીવના શુભાશુભ કર્મો તેની સાથે જાય છે. - એક ભાઈને લાગ્યું કે હવે મૃત્યુ આવવાની થોડા દિવસની વાર છે. આથી તેણે પિતાના ત્રણ મિત્રોને બોલાવ્યા. આ ત્રણે મિત્રો તેના ગાઢ દોસ્ત હતા. તેમને સમાચાર મળ્યા કે ત્રણે તેના ઘેર પહોંચી ગયા. મરણ સમયે પોતાના અંગત મિત્રોને પોતાની પાસે જઈને એને ખૂબ આનંદ થયો. મિત્રોએ આવીને તેને ખબર પૂછી-બિમાર મિત્રે કહ્યું. હું હવે ઝાઝા દિવસ રહી શકું તેમ નથી. આ સાંભળતા મિત્રોને આઘાત લાગે. તેમના મુખ પર ઉદાસીનતા છવાઈ ગઈ. આ જોઈ બિમાર મિત્રે પૂછ્યું ! મિત્રો, મારે એ જાણવું છે કે હું મરી જઈશ તે પછી મારા માટે શું કરશે ? પહેલા મિત્રે કહ્યું, હું શું કરી શકવાને છું ! તું તે મારી સ્થિતિ જાણે છે. આ જ પ્રશ્ન બિમાર મિત્રે બીજા બે મિત્રોને પૂછો. બીજા મિત્રે કહ્યું, તારા મરણ પછી હું તારી સાથે સ્મશાન સુધી આવીશ, અને તારી અંતિમ ક્રિયા કરાવીશ. ત્રીજા મિત્રે કહ્યું, મિત્ર! તું જરાય મુંઝાઈશ નહિ. જીવનભર તને સાથ આપ્યો છે અને મૃત્યુ પછી પણ તારી સાથે રહીશ. બિમાર મિત્રને થયું કે ત્રીજે મિત્ર મારો સારો મિત્ર છે. આ ન્યાય આપીને જ્ઞાની આપણને શું સમજાવે છે? દરેક આત્માને ત્રણ મિત્રો હોય છે. ધન, કુટુંબ અને કર્મ. માણસ મૃત્યુ પામે છે ત્યારે ધન નકામું થઈ જાય છે. તે અહીં જ રહી જાય છે. કુટુંબના માણસો અંતિમ ક્રિયા કરવા સ્મશાન
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy