________________
૨૧૬
શારદા રત્ન ને પ્રકાશને ભોગવટે કરવા દિપકને ભેટી પડ્યું, પણ તેનું પરિણામ શું ? બળીને ખાખ થયું. તેનું શરીર...જીવ કાયા જુદા. શું આ વાત બધા નથી જાણતા? બધી વસ્તુ જણાય છે, જેવાય છે, છતાંય જાણે આંખ આડા કાન કેમ થાય છે તે સમજાતું નથી.
આપણું કરૂણાસાગર ભગવાનની એ કરૂણા છે કે જીવની આવી દયાજનક સ્થિતિ જાણે કે નિહાળી શકાતી ન હોય, તેથી અંતરમાંથી કરૂણા ઉભરાઈને બહાર આવે છે, અને જીવોને આત્મશ્રેયને માર્ગ બતાવે છે કે હે જી ! જે ભેગની ભઠ્ઠીમાં શેકાવું ન હાય, બળઝળીને સંતપ્ત દશા ન ભોગવવી હોય તે “પા ” કામગ છેડી દે.
આ લેકના સ્વરૂપને વિચાર કર. તને દુનિયામાં શું દેખાય છે? કેવું છે જગતનું કરૂણું ચિત્ર ! કોણ સુખી છે? કેણ આનંદ અનુભવી શકે છે? આનંદની મસ્તી માણનારા જીવોની પાછળ આકંદ તો ડોકિયું કરીને ઉભું હોય છે. હર્ષને આનંદમાં નાચનારું હૈયું કયારે શેકની છાયામાં ડૂબે તે કહેવાય નહિ. સળગતા આ સંસારનું સ્વરૂપ નિહાળીને સાધક શું કરે? આ સળગતા સંસારથી બચવાને એક ઉપાય છે. પણ વણી
જજે પત્તો . સંસારના પ્રવાહમાં ન તણાતા સાધક સદા આત્માની રક્ષા કરતે અપ્રમત્ત બનીને વિચરે. ભગવાને શાસ્ત્રમાં મહત્ત્વની સૂચના કરી છે. જે તારે આત્માની અખંડતા, અભેદતા તથા નિજાનંદને ભોગવટ કરવો હોય તે આત્માની રક્ષા કર, અને પ્રમાદ છેડી અપ્રમત્ત દશાનું સેવન કર. ભગવાને એ જ વાત દશવૈકાલિક સૂત્રની ચૂલિકામાં બત એ છે. “અg સચ વિચડ્યો” આત્માનું સતત રક્ષણ કરવું તે જ સાધકની સાચી સાધના, તે જ છે આતમની આરાધના, તે જ પરમપદને પામવાની પરમગુટીકા. આત્માની રક્ષા કયારે થાય ? જ્યારે દષ્ટિને બહારમાંથી પાછી વાળી અંતર ભણી જવા દીધી હેય, આત્માના અખૂટ નિધિને જેણે જાણી લીધું હોય, પગલે પગલે પાપથી ડરતે હેય તે આત્મા પોતાના આત્માની રક્ષા કરતે થકે અપ્રમત્ત બનીને વિચરી શકે. તે આત્માને એક દિવસ એવો સેનેરી ઉગે કે તે આત્માનું જતન કરતો પોતાના વતન– મેક્ષ સુધી પહોંચી જાય. કહ્યું છે કે –
આત્મ-તત્વ અમૂલ્ય રતન, સદા કરજે તું તેનું જતન,
અપ્રમત્ત બની જા પ્યારા ચેતન, મળી જશે તને તારું વતન. આત્મા એ અમૂલ્ય રત્ન છે. એ રત્નનું તું બરાબર જતન કરજે. એને બરાબર સાચવજે. એ રત્નના તેજ પ્રગટાવવા તે અપ્રમત્ત બની જજે. જે અપ્રમત્ત બનીશ તે મેક્ષ રૂપી વતન તને મળી જશે.
જેણે અમૂલ્ય એવા આત્માની પીછાણ કરી નથી અને વિષયવાસનામાં વૃદ્ધ બન્યા છે, એવા મણિરથ રાજાને કામવાસનાના ઝેર ચડ્યા છે. તેથી તે મયણરેહાને મેળવવા પિતાના ભાઈનું ખૂન કરવા પણ તૈયાર થયો. કામ વિકાર આવે એટલે મોટો અનર્થ થયો સમજ. કામથી માનવી અધમ કાર્યો કરવા તૈયાર થાય છે. મણિરથ રાજાને