SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન २०७ तव नाराय जुत्तेण, भेत्तुणं कम्मकंचुयं । मुणी विगयसंगामो, भवाओ परिमुच्चए । હે આત્મા ! અનંત કર્મોના મેલને સાફ કરે હોય, ભવાટવીમાં ભટકવાનું બંધ કરવું હોય અને ભવનો થાક ઉતારવો હોય તે ત૫ રૂપી બા સાથેના ધનુષ્યથી કર્મ રૂપી કવચને ભેદી નાખો. જેણે તપ રૂપી બાણથી કર્મ રૂપી કવચને ભેદીને અંતર યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો છે એવા મુનિ સંસારથી મુક્ત બન્યા છે. સંસારથી મુક્ત થવાની જેને લગની લાગી હોય એવા જીને ભગવાનની વાણી સાંભળવા આવવાનું મન થાય. વાણી શ્રવણ કરતી વખતે કાન અને દૃષ્ટિ સંતોને દઈ દે. તે તેના આત્મામાં રણકાર થયા વિના રહે નહિ. અહીં વ્યાખ્યાન સાંભળવા આવો ત્યારે કાન અને આંખ સંતોને દઈ દો. બહાર ગમે તેટલે અવાજ થાય તે પણ કાન તો અહીં જ રહેવા જોઈએ, અને આ સંતે તરફ હોય, પણ બહાર ફરતી ન હોય. વ્યાખ્યાન સાંભળતા એકતાર થઈ જવું જોઈએ. સોયમાં દોરો પરોવો હોય તે દરે પાતળો કરવો પડે છે ને તેમાં એકતાર બનવું પડે છે. જ્યારે આ તે મેક્ષના મેતીમાં આત્માને પરોવવો છે તે કષાયોને પાતળા પાડ્યા વિના પરોવાશે નહિ. હાય પૈસો .... હાય પે કરે મુક્તિ મળશે ? (શ્રોતામાંથી અવાજ-છાતી બેસી જશે ) માટે સાધનાના પગથિયે પગ મૂકો. મોહ છૂટતો ન હોય તો સંતે તરફ દૃષ્ટિ કરે. અહો ! તેમની પાસે શું ન હતું ? બધું હતું છતાં તેને લાત મારીને નીકળી ગયા ને હું કેમ બેસી રહ્યો ! કઈ પ્રસંગે જમણવાર હોય, જમવાનું નોતરું ફરતું હોય, જે તમને નેતરું આપવાનું ભૂલી જાય તે વાંધો શોધો ને? કોઈને નહીં ને મને જ ભૂલી ગયા? સમય આવે બતાવી દઈશ. આવી બાબતમાં તે જીવની ખુમારી ઘણી હોય છે. (અહીંયા અભિમા ! શું કરે છે એ ઉપર પૂ. મહાસતીજીએ એક શેઠનું ખૂબ બેધદાયક સુંદર દૃષ્ટાંત આપ્યું હતું) શેરહોલ્ડર કેના બનશે -ભગવાનને દિવ્ય સંદેશ છે કે વિષયથી વિરાગ પામે. સંસારમાં જીવને પૈસા પ્રત્યે રાગ, પત્ની પ્રત્યે રાગ, પરિવારને રાગ આદિ અનેક પ્રત્યે રાગ હોય છે. એ રાગને છોડીને જીવનમાં વિરાગ લાવવાનું છે. જેને પૈસા પ્રત્યે રાગ છે તેને મન નથી દેવની પડી, નથી ગુરુની પડી, કે નથી સંઘ કે શાસનની પડી. જેણે જીવનમાં પૈસાને પ્રાણ માન્ય છે એના જીવનમાં નથી પાપને ડર, નથી પરલોકની ચિંતા કે નથી આત્માની ચિંતા, બસ એને તે સર્વત્ર પૈસે, પૈસો ને પૈસો દેખાય છે. પૈસા માટે ગમે તેવા પાપ કરવા પડે, દુષ્કૃત્યો કરવા પડે, ન્યાય નીતિને નેવે મૂકવી પડે તે પણ વાંધે નથી. આખી જિંદગી ધન પાર્જને પાછળ પૂરી થઈ જાય તે પણ આજના માનવને ચિંતા નથી જેણે જીવનનું ધ્યેય ધર્મસાધના નહીં પણ ધનસાધના બનાવી દીધું હોય તેને દેવોને પણ દુર્લભ એવા માનવ જન્મની કિંમત શાની હેય? માનવ જીવનને હેતુ શો છે? એની પ્રાયઃ કરીને આજના માનવને ગમ નથી. બસ, પેસે, પત્ની, પરિવાર, પદ, પ્રતિષ્ઠા આ “પ” કાર કંપની
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy