SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ શારદા રત્ન વ્યાખ્યાન નં. ૨૨ શ્રાવણ સુદ ૭ ને ગુરૂવાર તા. ૬-૮-૮૧ બા. બ્ર. પૂ. સુજાતાબાઈ મહાસતીજીના ૩૦ ઉપવાસના પારણને મંગલ પ્રસંગ” અત્રે પધારેલા પૂ. મહાસતીજીએ, બંધુઓ, માતાઓ ને બહેને! આત્માની આરાધનાના મેદાનમાં જાગૃતિને નાદ વગાડવાને આજે મંગલ દિવસ છે. અંધકારમાં અથડાતા જીવોને આત્મજ્યોતિ પ્રગટાવવાને અમૂલ્ય અવસર છે આત્માના અનંત અસ્પૃદયના સાધક એવા જ્ઞાની પુરૂ ભવ્ય જીવોને ભવથી પાર ઉતારવા જીવનમાં જાગૃતિને ઝણકાર કરવા સમજાવે છે કે તે આત્મા ! આ દુર્લભ માનવ જન્મ મળ્યો છે, જે જન્મના સિદ્ધાંતમાં ગુણલા ગવાયા છે, તે એ જન્મની દુર્લભતા શેમાં છે. ભગવાન કહે છે કે આ જન્મમાં તમે વાસનાથી વિરામ પામો. તેનાથી નિવૃત્તિ લે. વિષય વાસનાના કચરાને વાળી ઝૂડીને સાફ કરો. વિષયના વિરાગ વિના અને કષાયના ત્યાગ વિના કલ્યાણ નથી. વિષયનો વિરાગ એટલે વિષે પ્રત્યે અણગમે, વિષયોમાં દોષનું દર્શન. વિષયને વિરાગ એટલે વિષય વિષ સમાન લાગે તેથી એ ભોગવવા જેવા નથી એવી બુદ્ધિ. આત્મા તે અનંત જ્ઞાન, દર્શન ગુણેના ભોક્તા છે. એવા આત્માને આ વિષયના ભોગ શા વિષય ભોગો ગમે તેટલા દીર્ઘકાળ સુધી ભેગવવામાં આવે તો પણ જીવને ક્યાં તૃપ્તિ થવાની છે? જે જડ વિષયમાં જીવને તૃપ્ત કરવાને સ્વભાવ નથી તે એનાથી તૃપ્ત થવાના પ્રયત્ન કરવા એ વ્યર્થ છે. સમુદ્રમાં સેંકડો, હજારે નદીઓના નીર ઠલવાય, છતાં સાગર ક્યારે ય પાણીથી ધરાય છે ખરો? ના. અગ્નિમાં હજારો મણ લાકડા નાંખે તે પણ અગ્નિ શું ધરાવાને છે? ના. એમ જીવને ચક્રવતીના કે ઈન્દ્રના ભાગો એક વાર નહિ પણ અનેકવાર આપવામાં આવે તે પણ તે કદી ધરાવાને નથી. અરે કદાચ એક જીવને આખા જગતનું અનાજ, જગતભરનું સોનું અને ઝવેરાત આપવામાં આવે તે પણ એ તેનાથી કદાપિ તૃપ્ત થાય એમ નથી. તૃષ્ણાઓને કઈ એવો વિચિત્ર સ્વભાવ છે કે જેમ જેમ મળતું જાય તેમ તેમ તેની ઈચ્છાઓ વધતી જાય છે. કહ્યું છે કેઅપૂર્ણઃ પૂર્ણતાનેતિ, પૂર્વમાનતુ હીતે ભૌતિક સુખ અને સંપત્તિની બાબતમાં જે અપૂર્ણ રહેવા પ્રયત્ન કરે છે અર્થાત્ સંતોષી બની જાય છે, તે તે પૂર્ણતાને પ્રાપ્ત કરે છે, અને જે ભૌતિક બાબતમાં જેમ જેમ પૂર્ણ થવા પ્રયત્ન કરતે જાય છે તેમ તેમ તે વધુ ને વધુ અપૂર્ણ બનતો જાય છે, માટે ભગવાન કહે છે કે વિષયોથી વિરાગ પામે. આજના મંગલ દિવસે ભગવાનનો દિવ્ય સંદેશ છે કે કામવાસનાઓ અને વિકારના વિનાશ માટે તપની અવશ્ય જરૂર છે. તપ શબ્દને ફેરવી નાંખીએ તે પત થાય. પત એટલે પડવું પ: જે જીવનમાં તપ નથી કરતે તેનું પતન થાય છે, તેથી તપશ્ચર્યાને જીવનમાં વણી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. તપ શું કામ કરે છે? તપની શક્તિ કેવી છે? તે બતાવતા ભગવાન કહે છે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy