SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ २.८ શારદા રત્ન મળી ગઈ એટલે કે જાણે બસ, પણ યાદ રાખો કે આ “પ” કાર કંપની અને દેવાળું કઢાવનારી છે. જ્યારે જૈન શાસને બતાવેલી “પ” કાર કંપની તમને માલદાર બનાવી દેનારી છે. તમે જાણે છે એ “પ” કાર કંપનીને ? ના, લે હું બતાવું. પ્રતિક્રમણ, પચ્ચખાણ, પિષધ, પોપકાર, પરમેષ્ટિસ્મરણ. શેર હોલ્ડર બને તે આ “પ” કાર કંપનીને બનજો. જે પેલી દેવાળીયા “પ” કાર કંપનીના શેર હોલ્ડર બન્યા તે અંતે ભીખ માંગવી પડશે. તમે જાણે છે ને કે ૧ર ચક્રવતીમાંથી ૧૦ ચક્રવતી બીજી “પ” કાર કંપનીના શેર હોલ્ડર બન્યા તે એ ન્યાલ થઈ ગયા, અને સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવતી પહેલી “પ” કાર કંપનીના શેર હોલ્ડર બન્યા તે અંતે પરિણામ શું આવ્યું? મરીને ગયા સાતમી નરકમાં, માટે જ્ઞાની પુરુષે કહે છે કે પૈસાને પાપ માન્યા વિનાનું દાન એ દાન નથી. વિષય સુખને વિષ માન્યા વગરનું શીલ એ શીલ નથી. સારા ખાનપાનને ખરાબ માન્યા વગરને તપ એ તપ નથી. ભાગ અને અવિરતિને અનર્થકારી માન્યા વગરનો ત્યાગ એ ત્યાગ નથી, વિરતી એ સાચી વિરતી નથી. ભગવાનની વાણુની અદ્દભૂત શક્તિ ઃ આપ જાણે છે કે કાદી નગરીના ધન્યકુમારને વિષયને વિરાગ કેવો હતો ? અનુત્તવવાઈ સૂત્રમાં તેને સુંદર અધિકાર છે. એક વાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા કાકંદી નગરીને ઉનમાં પધાર્યા. આ ધન્યકુમારને વધામણી મળી કે અધમ ઉદ્ધારણ, લકય પ્રકાશક, કળજ્ઞાની, કેવળદર્શની ભગવાન મહાવીર સ્વામી ગામ બહાર ઉદ્યાનમાં પધાર્યા છે. ? દેએ સસરણ બનાવ્યું છે ને નગરની જનતા ભગવાનની દિવ્ય દેશના સાંભળવા જઈ રહી છે. ધન્યકુમાર આ મંગલ વધામણી મળતાં સંસારના રંગરાગ છોડીને સપરિવાર ઉપડી ગયા ભગવાનની દેશના સાંભળવા. ભગવાનની દેશના એટલે જાણે મીઠું મધુરું સંગીત, બસ સાંભળ્યા જ કરીએ. ભગવાનની દેશના સાંભળવા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક ચારે જાતિના દેવ આવે છે. બાર પ્રકારની પર્ષદા આવે છે, તીર્થકર ભગવાનની વાણીને એવો પ્રભાવ છે કે, તેઓ કદાચ આખો દિવસ દેશના આપે તે પણ કઈને કંટાળે ન આવે, થાક ન લાગે. બગાસા કે ઝકા પણ ન આવે. પગ ઉંચા નીચા ન કરે. પ્રભુ પ્રતાપે જાગ્યો આતમ ધન્યકુમારને :–ભગવાને દેશનામાં સંસારની નિર્ગુણતા, વિષય ભોગેના કટુ વિપાકે, પૈસા, પત્ની, પરિવારના મેહમાં થતી જીવનની પાયમાલી આદિ વૈરાગ્યમય વાણી સંભળાવી. વિષયે પ્રત્યે વિરાગ લાવ્યા વિના કલ્યાણ નથી, વિષયોની વાસના છેડવા જેવી છે, આવી ભગવાનની એક જ દેશનાએ ધન્યકુમારને આત્મા જાગે ગયે. તેને સંસાર અને સંસારના સુખોને રાગ છૂટી ગયે. વૈભવથી છલકાતે સંસાર હવે નજરકેદ જે અળખામણો લાગ્યો. પિતાની રૂપવતી ૩૨ કન્યાઓ તેને હાડકાના માળા જેવી દેખાઈ. ઘેર આવીને માતાના ચરણમાં પડીને કહે છે કે, વહાલસેયી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy