________________
સ્વ. રસીકલાલ હરીલાલ ઝવેરી (પાલનપુરવાળા)
જન્મ તા. : -૪-૧૯૨૧] [સ્વર્ગવાસ : તા. ૨૭-૯-૧૯ . સં. ૨૦૩ ૪ ભાદરવા વદ-૧૧ બુધવાર | મનરમ્ય લીલાછમ ઉદ્યાનમાં ખીલેલા ગુલાબના ફૂલ સારાયે ઉદ્યાનને સુગધથી મધમધાયમાન બનાવી દે છે. તેમ આપે ઝવેરી કુટુંબ રૂપી ઉદ્યાનમાં જમીને આખા કુટુંબમાં દાન, દયા, ક્ષમા, સરળતા, નમ્રતા, માતૃભક્તિ, ગુરૂભક્તિ, સત્ય, નીતિ સદાચાર, વિનય, વિવેક, સંપ અને સમર્પણતા આદિ અનેક ગુણરૂપ પુષ્પોની પરિમલ પ્રસરાવી છે, તેમજ માયાળુ સ્વભાવે, કુટુંબ અને ધર્મ પ્રત્યેની લાગણી આ બધા સં'સ્કારથી કુટુંબને અમૂલ્ય વારસો મળ્યો છે. ભલે આજે અમારા ઝવેરી કુટુંબમાં આ૫ દેહરૂપે અમારી સમક્ષ નથી પણ આપના ગુણાની સુવાસ તા અમારા જીવનમાં મહેકી રહી છે. આપે ઝવેરી કુટુંબના સુકાની બની અમારા જીવનબાગના માળી બનીને અમારામાં સંસ્કાર, સદાચાર, તપ, ત્યાગ અને દાન-દયાના સુમને ખીલવીને અમારા જીવનબાગને સગુણરૂપી સૌરભથી મધમધતા બનાવ્યો છે. આપે નિષ્કામ અને નિઃસ્વાર્થભાવે અમને ધર્મકાર્ય–સકાર્યો કરવાની પ્રેરણા આપી ધાર્મિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે તેમજ વહેપારના ક્ષેત્રે ખૂબ આગળ વધારી અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આપે આપેલા આ સંસ્કારની અમૂલ્ય વારસા બદલ અમે આપના ઋણી છીએ. એ ગુગ્ગાને અમારા જીવનમાં તાગાવાણાની જેમ વણીને યત્કિંચિત ઋણમાંથી મુક્ત થઈએ એજ અંતરની આરઝું.
- એજ લી. આપના ભવભવના ઋણી, શ્રીમતી સુભદ્રા રસીકલાલ ઝવેરી પુત્ર, પુત્રવધુઓ-નરેન્દ્ર, ચન્દ્રા, સતેદ્ર, ઈલા. મુકેશ મીના, રાજેન, વિભા
દિકરીએ-માયા, બેલા.