SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શાહા રત્ન ૧૧૧ લયમી હોય છતાં મા-બાપ ચોધાર આંસુએ રડતા હોય છે. તેમને ખાવાનો પણ આવકાર નથી હોતો. કર્મની કિતાબ ઓર છે. મેહમાં પડીને જીવ બધું મારું મારું કરે છે, પણ કર્મનો ઉદય થાય ત્યારે મારાપણું દૂર થઈ જાય છે. ધરતીને ધ્રુજાવનારો કર્મના ઉદયે રાંક બની જાય છે. શેઠ શેઠાણી હતા. પરણ્યા પછી થોડા વર્ષો શેઠાણીએ દીકરાને જન્મ આપ્યો, પણ છોકરાના પાપને ઉદય કે હજુ તે બે મહિનાને થયો ત્યાં તે શેઠાણી મૃત્યુની શય્યામાં પિડી ગયા. બે મહિનાના દીકરાને ઉછેરવો એ શેઠ માટે કેટલું કપરું કામ કહેવાય ! કુટુંબના અને જ્ઞાતિના લોકો તેમને વારંવાર કહેતા કે આપ હાથે કરીને શા માટે દુઃખી થાવ છો? આપની ઉંમર તો હજુ ૩૦ વર્ષની છે. ફરીને લગ્ન કરો. શેઠ કહેતા, મારે ફરીવાર લગ્ન નથી કરવા. હું ફરીવાર લગ્ન કરૂં ને આવનાર સ્ત્રી મારા બાળકને ન સાચવે તે આ મારો ફૂલ જેવો વહાલસોયે બાલુડો કરમાઈ જાય. નાના બાળકના સુખ માટે શેઠે પોતાનું સુખ જતું કર્યું. દીકરાને ખુબ લાડકેડથી ઉછેર્યો, ભણાવ્યો ને કમાતો કર્યો. સારા ઘરની દીકરી સાથે દીકરાના લગ્ન કર્યા. શેઠ માને છે કે હવે મારે સુખની ઘડી આવશે. મનમાં આશાના મારથ સેવી રહ્યા છે. પિતાના ઉપકારને ભૂલતે પુત્ર ઃ દીકરાના લગ્ન પછી થોડા દિવસ તે શેઠને બરાબર સાચવ્યા, પણ પછી સાચવવામાં ઓટ આવવા લાગી. બાપે છ મહિના પણ સુખ જોયું નહિ, માનવી મનસૂબાના મિનારા ચણતે હોય છે, પણ એ મિનારા તેના ભાંગીને ભૂક્કો થતાં વાર લાગતી નથી. શેઠના જીવનમાં પણ એમ જ બન્યું. આ વહુ પિતાના સસરાને અનુકૂળ રઈ પણ બનાવી આપતી નથી. રોટલો તે ખૂબ કડક કરે ત્યારે શેઠ કહે વહુ બેટા ! આ રોટલો ખૂબ કડક બનાવ્યો છે, મારા દાંત પણ ભાંગી જાય. બીજે દિવસે સાવ કા રોટલો આપ્યો. વહુ બેટા ! સાવ કાચો રોટલે છે, શી રીતે ખાઉં? વહુ કહે, તમારો તે કકળાટ મટતો જ નથી, કડક રોટલો બનાવું તે કઠણ લાગે છે ને કુણે બનાવું તો કાચો લાગે છે. પત્નીને અવાજ સાંભળી કરે ત્યાં આવ્યો ને પોતાના બાપને કહે છે, હવે તમને મૂંગા બેસી રહેતા શું થાય છે? તમારો સ્વભાવ બગડી ગયો છે. “સાઠે બુદ્ધિ નાઠી.દૂધ બગડી જાય તે ઉકરડે ફેંકી દેવાય. ત્યાં બાપ બોલ્યા કે, શું તું મને ઉકરડે ફેંકવા માગે છે. અરેરે દીકરા ? તારે મને બહાર કાઢે છે ને? હું તો કાંઈ બોલતું નથી. તે દિવસે રોટલે તદ્દન કાચો લેચા જેવો રહી ગયો હતો, તેથી મેં ખાધો નહિ, ભૂખ્યો રહ્યો અને ચાર દિવસથી એટલે કડક રોટલો બનાવે છે કે દાંતથી ભંગાતે નથી પણ તે એટલું જ કહ્યું, કે બાપાને અનુકૂળ હોય તેમ બનાવજે. તેથી મારે કહેવું પડયું, તું કહે છે કે, તમારો સ્વભાવ બગડી ગયો છે. બેટા ! તને નાનપણથી કેટલું કષ્ટ વેઠીને ઉછેર્યો, ભણાવ્યો તેને બદલો આ જ લે છે? દીકરો ભાન ભૂલી ગયો છે કે, મારે માટે મારા બાપે કેવા કષ્ટો વેઠ્યા છે? આમ કરતાં કરતાં ૧૦ વર્ષે દુઃખમાં રોઈ રેઈને કાઢ્યા.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy