SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શારદા રત્ન દુઃખમાંથી મુક્તિ મેળવવાની યુક્તિઃ—એક વખત પિતા દીકરાને પાસે બેલાવીને કહે છે બેટા! સામે ખુણામાં એક લોઢાની ડબ્બી પડી છે. વીસ વીસ વર્ષથી સાચવી રાખેલી એ વસ્તુને આજે તારા આગળ ખાલવાની છે. દીકરા ડબ્બી લેવા ગયા. એના મનમાં થયું' કે, આ ડબ્બીમાં કિંમતી રત્ના મૂકયા હશે, તેથી એ ખાંધેલી ડબ્બીને છેડતા નહિ હોય. દીકરા વહુ માને કે આમાં કંઈક હશે. એ જોવા માટે અધીરા બન્યા છે. છેવટે પિતાએ ડબ્બી ખોલી, ઉઘાડીને જોયુ' તા કાંકરા છે. પિતાએ પુત્રને કહ્યું, દીકરા, આ ગણુ. દીકરો તાડૂકયો. આ તે। કાંકરા છે, રૂપિયા હોય તેા ગય. કાંકરાને શું ગણવા છે? તમને રમત સૂઝી દેખાય છે ? બેટા ! એની પાછળ એક નાનકડી વાર્તા સમાયેલી છે. માટે કહું છું કે એને ગણી બતાવ. દીકરાએ કાંકરા ગણ્યા. ખરાખર ૩૦ થયા કાંકરા ગણીને પાછા ડબ્બીમાં મૂકી દીધા. ને શેઠને હાથમાં આપીને કહ્યું, લો, સંભાળા, આ તમારી મૂડીને અને હવે જે કહેવું હાય તે કહો. કાંકરાની કહાની કહેતા પિતાઃ—પિતાએ પાતાની વાત રજુ કરતાં કહ્યું. બેટા, તું માત્ર બે મહિનાના હતા, ને તારી માતા મૃત્યુ પામી ત્યારે મારી ઉંમર માત્ર ૩૦ વર્ષની હતી. બધાએ મને ઘણુ' કહ્યું-આપ ફરીને લગ્ન કરો. મેં કહ્યું મારે ફ્રીને લગ્ન નથી કરવા. આવનાર કન્યા મારા ફૂલ જેવા બાળકને ન સાચવી શકે તેા દુઃખી થઈ જાય. માટે મારે લગ્ન નથી કરવા. તારા સુખ ખાતર મેં મારું સુખ જતું કર્યું.... તને ઉછેરતા મને કેટલું કષ્ટ પડયું હશે ! સમય જતાં તું બે વર્ષના થયા. તું ખેાલતા શીખ્યા. ગામડામાં રમવાના રમકડા કયાંથી હાય ? તું ચાકમાં કાંકરાઓને ઢગલેા કરીને રમતા હતા. એટલામાં ખરાખર તારી સામે ઝાડ પર કાગડા આવીને બેઠો. પુત્રને હવે વાત સાંભળવાના રસ જાગ્યા. તેથી પિતાને કહે છે પછી શું થયું ? બેટા ! તેં મારી સામે એક કાંક ફેકીને તારી કાલીઘેલી ભાષામાં મને પૂછ્યું-ખાપા ! આ શું ? બેટા ! એ કાગડા છે. હજી એક મિનિટ થઈ હશે ત્યાં તે ફરીને કાંકરા નાખ્યા. બાપા ! આ શું? એ કાગડા છે. તું તારી રમતમાં જોડાઈ જતા ને મારું કહેવું ભૂલી જતા ને વારવાર કાંકરા નાંખીને મને પૂછ્યા કરતા, બાપા ! આ કાણુ છે ? બેટા ! એ કાગડા કહેવાય. તારા કાંકરા મને માથામાં, છાતીમાં વાગતા હતા છતાં એ બધું હું હસતા મુખે સહન કરતા હતા. તુ' એકના એક પુત્ર અને ખાળકતા નિર્દોષ હોય એમ માનીને કાંકરાના ઘા વેઠતા હતા. આવુ કરતાં કરતાં તેં મને જેટલા કાંકરા માર્યા તે બધા ભેગા કરીને મૂકી રાખ્યા. તારા કાંકરા વાગવા છતાં મને થતું કે કાંકરા નથી વાગતા. તું મને આટલેા વહાલા હતા. તારા કાંકરાએ મને ૩૦ વાર માર ખવડાવ્યા. છતાં મને તારા ઉપર જાય રાષ કે ગુસ્સા ન આવ્યા. એ કાંકરાને મે આજ સુધી ડબ્બીમાં સાચવીને મૂકી રાખ્યા છે, કારણ કે આ કાંકરા તારા પ્રત્યેના પ્રેમના, વહાલના સાક્ષીભૂત છે. એમાં મારું હા—દય સમાયેલુ છે. અરેરે...દુઃખ વેઠીને મોટો કરેલો દીકરા જ એમ કહે છે કે દૂધ ફાટ્યું છે તેા ઘરમાં ન રખાય. એને તેા ઉકરડે ન ખાય. તેમ મને પણ ઘરની બહાર કાઢવા માંગે છે ?
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy