________________
શારા રન આપની મંગલ શરૂઆતથી અમારું બધું કામ સફળ થશે. ચેપડીને પ્રથમ પાને બધા આપનું નામ વાંચશે તે બીજા પણ અમને જલદી પૈસા આપશે. કાર્યકર્તાઓ પર વિશ્વાસ રાખી શરમાશરમે શેઠે દશ હજાર રૂપિયાને ચેક લખી આપ્યો. બધા ત્યાંથી વિદાય થયા.
કાર્યકર્તાઓ જ્યાં જ્યાં જાય ત્યાં આ શેઠનું નામ બતાવે, ત્યાં બધાને થાય કે દેવા તયા કે આ શું? કઈ દિવસ રાતી પાઈ પણ કોઈને આપે નહિ એવા લોભીયા શેઠે જે દશ હજાર રૂપિયા લખાવ્યા તે આપણે તે લખાવવા જ જોઈએ ને! એમ માની બધાએ સારી રકમ લખાવી. સાંજ પડતા તે રૂપિયા એક લાખ ભેગા થઈ ગયા. તેમનું કામ સફળ બની ગયું. આ બાજુ શેઠ વિચાર કરે છે કે આ તો પૈસાને મામલો છે. કદાચ બેંકમાં જઈને દશ હજારને ચેક વટાવી આવે તો? એમ વિચારી શેઠ બેંકમાં ગયા. બેંકમાંથી નવ હજાર નવસે રૂપિયા રાખી વધારાની રકમ શેઠે ઉપાડી લીધી. ચેક કદાચ ગેરવલ્લે જાય તો પણ એના નાણું ન મળે. એવો પાક બંદોબસ્ત કર્યો, ને શેડ દુકાને પાછા આવ્યા. લેભનું કેટલું સામ્રાજ્ય! કાર્યકર્તાઓને તે ફરતા ફરતા રાત્રે બે લાખ રૂપિયા ભેગા થઈ ગયા. જેટલા પૈસાની જરૂર હતી તેથી અધિક મળી ગયા. સાંજે ચેક લઈને પાછા આવ્યા. શેઠ તો બધાને જોઈને સજજડ થઈ ગયા. મનમાં થયું કે આ તે ભારે ચેક મને પાછો દેવા આવ્યા પણ ચાર હું નીકળ્યો કે બેંકના ખાતામાંથી બધું ઉડી લીધું. આવનાર ભાઈઓ કહે છે શેઠ! તમારા એક શુભ નામે તે કેટલું કામ કર્યું? આપને ચેક શુકનવંતે નીકળે. બીજાઓ પર ખૂબ સારી અસર થઈ. જ્યાં
જ્યાં ગયા ત્યાં ત્યાં ધાર્યા કરતા સારી રકમ મળી. બધાને મનમાં એમ થયું કે પેલા શેકે આટલી બધી ઉદારતા કરી તે આપણી ફરજ છે કે શકય હોય તેટલો ફાળો આપ જોઈએ. ગામમાં બધે તમારા યશોગાન ગવાવા લાગ્યા. કાલે બધા તમારું સન્માનસત્કાર કરશે.
આ વાત સાંભળી શેઠના દિલમાં ચમત્કારિક રીતે પરિવર્તન થયું. તમે શાહુકાર અને હું ચોર! તમારે એક ખોટ પડે તે માટે મેં રસ્તો શો હતે. પિતાનું પાપ પ્રકાશન કર્યું. પાપ કરનારા તે ઘણું છે પણ પાપને પ્રકાશનારા બહુ ઓછા જોવા મળે છે. શેઠે સત્ય વાત કહી દીધી. અને થોડા ટાઈમ પૂરતે આપેલે ચેક કાર્યકરોના હાથમાં પ્રેમથી પાછો આપ્યો. ને કહ્યું, આજ સુધી હું દાન દેતા શીખ્યો ન હતો કે દાનને મહિમા સમજ ન હતો. આજ મારું અંતર અને આંખ ખુલી ગયા. હૈયું, હાથ અને હઠ ઉઘડી ગયા. લોકેએ મારી પ્રશંસા કરી. ગુણ ગાયા. આ બધો દાનને જ પ્રભાવ છે. આપ આ રાહત ફંડમાંથી દુઃખી લોકોને રાહત આપશે ત્યારે એમને કેટલી શાંતિ મળશે! એ વિચારિણી- મને ખૂબ આનંદ થાય છે. આપ આવતી કાલે જ મારો ચેક વટાવી લેજો. સંપત્તિને સદુપગ માનવ જીવનને સાચો આનંદ છે, જ્યાં પુણ્યાનુબંધી પુણ્ય હોય ત્યાં બધાને લક્ષમી વાપરવાનું મન થાય. દુઃખીના આંસુ લૂછવાનું મન થાય. ધન વધે તેમ ધર્મની ભાવના વધતી જાય. પણ કઈક ઘર એવા જોવા મળે છે કે, અઢળક